Atmadharma magazine - Ank 112
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: મહા : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૨ : ૭૫ :
એવી અપૂર્વ સમજણ માટેનો પ્રયત્ન પણ અપૂર્વ હોવો જોઈએ.
અહો! મારા ચૈતન્યનો વિલાસ, ચૈતન્યનો આનંદ, ચૈતન્યનો મોક્ષમાર્ગ અને ચૈતન્યનો મોક્ષ–એ બધું
મારા ચૈતન્યદ્રવ્યના જ આશ્રયે છે–આવી અંર્તશ્રદ્ધા–જ્ઞાન કરતાં પર્યાયનો વિકાસ પ્રગટે, વિકાર ટળે, શુદ્ધતા
વધે ને અમર્યાદિત જ્ઞાન–આનંદનો વિકાસ ખીલે. જે જીવ આમ નથી જાણતો તે ખરેખર દેવ–ગુરુ–શાસ્ત્રને
જાણતો નથી, આત્માને જાણતો નથી ને જૈનશાસનને પણ જાણતો નથી.
પર્યાયબુદ્ધિથી લાભ થાય–એ તો વાત છે જ નહિ, પણ ‘પર્યાયબુદ્ધિ છોડું’ એવી વાત પણ અહીં નથી
લીધી, ત્રિકાળી શક્તિના પિંડરૂપ અભેદ ચૈતન્યદ્રવ્યને જ દ્રષ્ટિમાં લેવાની વાત કરી છે, તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં
પર્યાયદ્રષ્ટિ રહેતી જ નથી. અનાદિકાળથી જીવને આ સંસાર પર્યાયબુદ્ધિથી જ ઊભો છે, અંતરમાં પરિપૂર્ણ
શક્તિના પિંડરૂપ દ્રવ્ય સદાય છે, પણ પર્યાયબુદ્ધિ છોડીને તે દ્રવ્યની સામે કદી જોયું નથી. અહો!
ત્રિકાળસ્વભાવના અંતરઅવલોકનની આળસે જ મુક્તિ અટકી છે. જેમ ભગવાન સામે જ બિરાજતા હોય પણ
પોતે આંખ ઉઘાડવાની આળસ કરે તો ભગવાન ક્યાંથી દેખાય? તેમ આત્મા પોતે ચૈતન્યભગવાન છે તે
પોતાની પાસે જ છે પણ અંર્તનયનની આળસે તેને દેખતો નથી, તેથી સંસારમાં રખડે છે. લોકમાં પણ કહે છે કે
‘મારા નયણની આળસે રે....નીરખ્યા ન હરિને જરી’ હરિ એટલે બીજો કોઈ નહિ પણ પોતાનો આત્મા;
નયણની આળસે એટલે જ્ઞાનચક્ષુના પ્રમાદને લીધે પોતે પોતાને દેખ્યો નહિ. પાપના ઓઘને જે હરે તે હરિ; –કઈ
રીતે હરે? કે હરિ એવો જે પોતાનો શુદ્ધ ચૈતન્ય પરમેશ્વર, તેને દ્રષ્ટિમાં લેતાં જ મિથ્યાત્વ વગેરે પાપસમુહનો
નાશ થઈ જાય છે. મિથ્યાત્વાદિનો નાશ કરવો તે પણ વ્યવહારથી કથન છે, ખરેખર તો શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં તે
મિથ્યાત્વાદિની ઉત્પત્તિ જ થતી નથી. જુઓ, આ પ્રભુના દર્શન કરવાની રીત! અહીં આચાર્યદેવ આત્માને પામર
કહીને સંબોધતા નથી પણ આત્માની પ્રભુતા દેખાડે છે; સાક્ષાત્ ચૈતન્યપ્રભુની પ્રગટતા દેખાડાય છે, તું તારા
જ્ઞાનનયન ખોલીને દેખ–એટલી જ વાર છે. સંકોચ અને વિકાર થયો છે તે ક્ષણિક પર્યાયની યોગ્યતા છે પણ તારી
ત્રિકાળી શક્તિ તેવી નથી; માટે તે વિકાર અને સંકોચપર્યાયની સામે જ જોતાં આત્માની પ્રતીત થતી નથી, ત્રિકાળી
આત્મસ્વભાવની સામે જોતાં આત્માની પ્રતીત થાય છે ને તેમાંથી અમર્યાદિત અસંકુચિત વિકાસ પ્રગટે છે.
કોઈ કહે કે આત્મામાં અસંકુચિતવિકાસત્વ સ્વભાવ હોવા છતાં અત્યાર સુધી તેની પર્યાયમાં સંકોચ કેમ
રહ્યો? તો તેનું કારણ એ છે કે જીવને અનાદિથી પર્યાયબુદ્ધિ છે એટલે તે ક્ષણિક પર્યાય જેટલો જ પોતાને માને છે,
પણ પોતાના સ્વભાવસામર્થ્યને ધ્યાનમાં લેતો નથી. જો સ્વભાવને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થાય તો પર્યાયમાંથી
સંકોચ ટળીને વિકાસ થયા વિના રહે નહિ. અહીં તો દ્રવ્યપર્યાય સહિતની વાત છે, એટલે કે સાધકની વાત છે;
સાધક જીવે પોતાની સ્વભાવશક્તિને પ્રતીતમાં લીધી છે ને પર્યાયમાં તેને તે શક્તિઓનું નિર્મળ પરિણમન ઊછળે
છે. જે જીવ પોતાની સ્વભાવશક્તિને પ્રતીતમાં નથી લેતો તેને તેનું નિર્મળ પરિણમન ઊછળતું નથી, –એવા જીવની
અહીં વાત નથી.
જીવની પર્યાયમાં અનાદિથી જે સંકોચ છે તે કોઈ પરના કારણે નથી પણ પોતાની જ પર્યાયમાં ભૂલને
કારણે છે. જે જીવ પોતાની પર્યાયની ભૂલને ન પકડે અને પરને કારણે પોતાની પર્યાય સંકોચાણી છે–એમ માને,
તે જીવ ભલે રાગ ઘટાડીને ઘણા શાસ્ત્રોની ધારણા કરી જાય તોય તેને આત્માનો લાભ ન થાય. અને, મારી
પર્યાયમાં સંકોચ છે તે મારી પોતાની ભૂલને કારણે છે, કોઈ પરના કારણે
(અનુસંધાન પૃષ્ઠ ૬૬ થી ચાલુ)
સ્વરૂપ તરફ વલણના જોરમાં શાંતિનાથ ભગવાન ભવ–તન–ભોગથી ઉદાસ–ઉદાસ થઈ ગયા છે; સ્મશાનની
ચેહમાં પડેલા મડદાની શોભાની જેમ સંસારથી ઉદાસ છે અર્થાત્ જેમ સ્મશાનની ચેહમાં પડેલા મડદાને કોઈ હાર
વગેરેથી શણગારે તો ત્યાં કાંઈ મડદું પ્રસન્ન થતું નથી ને તેને બાળે તો કાંઈ ખેદ થતો નથી કેમકે મોહ કરનારો
અંદરથી ચાલ્યો ગયો છે તેમ ભગવાનનો આત્મા આખા સંસારથી ઉદાસીન થઈ ગયો છે, તેને કોઈ પ્રત્યે રાગ–
દ્વેષ નથી કેમકે અંદરના મોહનું મૃત્યું થઈ ગયું છે. અમારા ચૈતન્યના અતીન્દ્રિય આનંદ પાસે અમને પુણ્ય–પાપ
કે શરીર–ભોગ સારા લાગતા નથી, જાગૃત ચૈતન્યની સત્તા પાસે એ બધા મડદા જેવા લાગે છે. –આ પ્રમાણે
ભાનસહિત વૈરાગ્ય પામીને શાંતિનાથ ભગવાને ચારિત્રદશા અંગીકાર કરી.
–તે ચારિત્રદશાનું વર્ણન અને મુનિપદનો મહિમા બતાવતો આ પ્રવચનનો બાકીનો ભાગ હવે પછી
આપવામાં આવશે.