: ફાગણ: ૨૪૭૯ આત્મધર્મ : ૮૩ :
શાંતિનાથ ભગવાનો વૈરાગ્ય:
ચારિત્રદશાનું
સ્વરૂપ અને મુનિપદનો મહિમા
અશરીરી ચૈતન્યની ભાવના ભાવતાં ભવનો અભાવ થઈ જાય છે. પરની
ભાવના ભાવવામાં તો ભાઈ! તારો અનંતકાળ ચાલ્યો ગયો....હવે આવા ચૈતન્યનો
મહિમા જાણીને તેની ભાવના તો કર. એની ભાવનાથી તારા ભવના નિવેડા
આવશે. અહો! આવી આત્મભાવના કરીને સંતો નિજસ્વરૂપમાં ઠરે ત્યાં જગતનું
જોવા ક્યાં રોકાય? સંતાને તો આત્માની જ ધૂન લાગી છે, આત્માના આનંદની જ
લગની લાગી છે.
[દીક્ષાવનમાં પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન : ગતાંકથી ચાલુ : વીર સં. ૨૪૭૫ જેઠ સુદ ૪ લાઠી]
આ ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુના દીક્ષા પ્રસંગનું પ્રવચન ચાલે છે.
શાંતિનાથ ભગવાનને આત્મસ્વભાવનું જ્ઞાન તો હતું જ, ને વૈરાગ્ય થતાં અંતરમાંથી
ચારિત્રદશા પ્રગટ કરીને મુનિ થયા; એ વાત ગયા અંકમાં આવી ગઈ છે. હવે તે
ચારિત્રદશાનું વર્ણન તથા મુનિપદનો મહિમા કહેવાય છે.
અહીં શાંતિનાથ ભગવાનની દીક્ષાનો પ્રસંગ છે અને અત્યારે પ્રવચનમાં પ્રવચનસારની ૧૯૫મી ગાથા
વંચાય છે તેમાં પણ ‘શ્રામણ્યમાં પરિણમવાની’ જ વાત આવી છે; બરાબર ચારિત્રના પ્રસંગે ચારિત્રની જ ગાથા
આવી છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં જઈને શ્રી સીમંધરનાથ પરમાત્મા પાસેથી જે જ્ઞાનખજાનો
લાવ્યા તેને પોતાના આત્મામાં સંઘરી રાખ્યો અને જગતના મહાભાગ્યે તેમના દ્વારા આ પરમાગમોની રચના
થઈ ગઈ. તેમાં મુનિદશાના ચારિત્રનું વર્ણન કરતાં તેઓ શ્રી કહે છે કે–
जो णिहदमोहगंठी रागपदोसे खवीय सामण्णे।
होज्जं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि।। १९५।।
હણી મોહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખ–દુઃખ જે
જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. ૧૯૫.
જુઓ, આ ચારિત્રના પરિણમનની દશા! ચારિત્રપણે પરિણમેલા મુનિઓની દશા આવી જ હોય છે.
અહીં શાંતિનાથ ભગવાનની ચારિત્રદશાનો પ્રસંગ છે, અને અહીં ચારિત્ર તે શાંતિનું કારણ છે–એવું વર્ણન છે....
તીર્થંકરોને ક્ષપકશ્રેણી જ હોય ઉપશમશ્રેણી ન હોય, ને આ ગાથામાં પણ આચાર્યદેવે રાગાદિના ક્ષયની વાત
કરીને ક્ષાયિકભાવ જ લીધો છે.
હું જ્ઞાનાનંદસ્વભાવ છું–એવા આત્મભાન સહિત તો ભગવાન અવતર્યા હતા, ને હવે તેવા સ્વભાવમાં
લીન થઈને રાગાદિનો ક્ષય કરે છે. ભગવાનને જેવું આત્મભાન હતું તેવા આત્મભાનપૂર્વક જ ચારિત્રદશા હોય
છે, એ સિવાય ચારિત્રદશા કે મુનિપદ હોતું નથી. મુનિ તો તેને કહેવાય કે જેના ચરણે ગણધરના પણ નમસ્કાર
પહોંચે. અહો! ગણધરથી વંદન થવા યોગ્ય એ પદ કેવું? ગણધરના નમસ્કાર ઝીલવાની જેની તાકાત પ્રગટી તે
મુનિદશાની શું વાત કરીએ!! ગણધરદેવ જ્યારે નમસ્કારમંત્ર બોલે ત્યારે કહે છે કે––