Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૮૪ : આત્મધર્મ ૨૪૭૯: ફાગણ:
णमो लोए सव्व अरिहंताणं। णमो लोए सव्व सिद्धाणं।
णमो लोए सव्व आइरियाणं। णमो लोए सव्व उव्वज्झायाणं।
णमो लोए सव्व साहूणं।।
[છેલ્લા પદમાં જે ‘लोए सव्व’ શબ્દ છે તે પાંચે પદમાં લાગુ પડે છે.]
આત્મસ્વરૂપને સાધનારા હે સંતો! તમારા ચરણોમાં મારા નમસ્કાર છે–આ પ્રમાણે ગણધરદેવ પણ
વિકલ્પ ઊઠતાં જે સાધુપદને નમસ્કાર કરે તે સાધુપદનો મહિમા કેટલો? ભગવાને આજે પોતાના આત્મામાં
એવું સાધુપદ પ્રગટ કર્યું. જ્ઞાનસ્વભાવનું ભાન તો પહેલાંં હતું જ, ને હવે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા વડે આત્મામાં
ચારિત્રની કોતરણી કરી. ભગવાન ચારિત્રદશા પ્રગટ કરીને આત્મધ્યાનમાં લીન થયા ને તરત જ મનઃપર્યયજ્ઞાન
પ્રગટ્યું, હજી તેમને કેવળજ્ઞાન થયું ન હતું ત્યારે પણ તેમને મહાવિદેહ વગેરે ક્ષેત્રના ગણધરોનો નમસ્કાર ‘
णमो
लोए सव्व साहूणं’ એવા પદ દ્વારા આવી જતો હતો. ભગવાનની મુનિદશા કેવી હતી અને ભગવાને કેવું
ચારિત્ર પાળ્‌યું હતું તેનું પણ ઘણા જીવોને ભાન નથી અને પોતાપોતાની કલ્પનાથી મુનિદશા માની બેઠા છે.
ભગવાનની ચારિત્રદશા તો અંતરમાં આત્માના આશ્રયે હતી, તે ચારિત્રદશામાં દુઃખનું વેદન ન હતું પણ
આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ હતો.
ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડે વીતરાગતા થતાં, જેમ સર્પ કાંચરી ઉતારીને ચાલ્યો જાય તેમ, ભગવાને
૯૬૦૦૦ રાણીઓને અને છ ખંડના રાજવૈભવને છોડી દીધો. જેમ વિષ્ટા છોડ્યા પછી કોઈ તેના સામું ન જુએ
તેમ ભગવાને રાજ્ય અને રાણીઓ પ્રત્યેના રાગને છોડી દીધો, પછી તેની સામુંય જોયું નહિ. હજારો રાણીઓ
વલખતી અને ઝંટિયા તોડતી રહી ગઈ કે અરેરે! અમને ભોગમાં સાથ આપનારો આજે એકલો વનમાં ચાલ્યો
જાય છે....ત્યારે ઈંદ્રાણી તેમને શાંત પાડતાં કહે છે કે અરે રાણીઓ! શાંત થાવ....શાંત થાવ...એણે તો હવે
રાગની લાગણીઓનો ક્ષય કર્યો છે, હવે તેને તમારા પ્રત્યે રાગની વૃત્તિ નથી, તે તો ‘સમ સુખદુઃખ’ થયા છે,
એને કોઈ પ્રત્યે રાગ નથી તેમ જ કોઈ પ્રત્યે દ્વેષ નથી...એ ભોગ ખાતર અવતર્યા નથી પણ તીર્થંકર થવા
અવતર્યા છે. ભગવાન મિથ્યાત્વનો તો નાશ કરીને જ અવતર્યા હતા ને હવે સ્વભાવના આશ્રયે રાગ–દ્વેષનો ક્ષય
કરીને તેઓ શ્રામણ્યમાં પરિણમે છે.....એવા વીતરાગી શ્રામણ્ય વડે હવે તો ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કરીને
અક્ષય સુખને પામશે.
જુઓ, આ ચારિત્રદશાનો મહિમા! આનું નામ મુનિદશા છે. કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, કોઈ ઘોર
ઉપસર્ગ કરે કે ઈન્દ્ર આવીને ચરણ પૂજે, છતાં પોતાના વીતરાગભાવથી ખસીને તેમાં રાગ–દ્વેષની વૃત્તિ જ ન
ઊઠે–એવી વીતરાગી મુનિઓની દશા હોય છે.
મારા આત્માની નિંદા કે પ્રશંસા કોઈ કરનાર નથી, સામો જીવ માત્ર તેના પોતાના ભાવ જ કરે છે–
આવી વીતરાગી સમજણ ઉપરાંત, હવે તો આત્માના આનંદના અનુભવમાં લીનતાથી ભગવાનની એવી દશા
થઈ ગઈ કે–
શત્રુ–મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા..... માન–અમાને વર્તે તે જ સ્વભાવ જો.....
જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા.... ભવ–મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.....
આ મારો શત્રુ અને આ મારો મિત્ર–એવી વૃત્તિ જ જ્યાં નથી ત્યાં દ્વેષ કે રાગ ક્યાંથી થાય?
દર્શનમોહનો તો નાશ થઈ ગયો છે અને ચારિત્રમોહ પણ મડદા સમાન થઈ ગયો છે; એવી દશામાં ભગવાનને
મિત્ર કે શત્રુ, નિંદા કે પ્રશંસા, જીવન કે મરણ–એ બંને દશાઓ પ્રત્યે વીતરાગી સમભાવ છે, આ ઠીક અને આ
અઠીક એવો વિષમભાવ ભગવાનને નથી; પોતાને તો કોઈ પ્રત્યે આ મિત્રને આ શત્રુ એવી વૃત્તિ નથી પણ
સામો જીવ કોઈ ભક્તિ કરે કે કોઈ નિંદા કરે તે બંને પ્રત્યે સમભાવ છે એટલે કે ખરેખર બાહ્યમાં લક્ષ જ નથી.
અહા! આયુષ્ય હો કે ન હો, દેહ લાખો વર્ષ ટકો કે આજે જ વિયોગ થાવ–એનો તે વીતરાગી સંતોને હર્ષ કે શોક
નથી. અરે, અપ્રમત્ત યોગીઓને ભવ અને મોક્ષ પ્રત્યે પણ સમભાવ છે એટલે કે ‘ભવ ટાળું ને મોક્ષ કરું’ એવો
રાગદ્વેષનો વિકલ્પ પણ નથી, તેઓ તો સ્વભાવના અનુભવમાં જ મગ્ન છે. સ્વભાવના અનુભવની લીનતામાંથી
બહાર નીકળીને મોક્ષની વૃત્તિ પણ નથી થતી... સ્વભાવના આનંદની લીનતામાં એટલો સમભાવ પ્રગટી ગયો
છે કે ‘ભવ ક્યારે ટળે’ એવો વિકલ્પ ઊઠતો નથી તેમ જ ‘અલ્પકાળે મોક્ષ થશે’ એવો