મોક્ષમાર્ગ પ્રગટે છે ને વિકાર ટળે છે તેને તો તેઓ જાણતા નથી, ને રાગને જ મોક્ષમાર્ગ માને છે. રાગના
અવલંબને કદી ભેદજ્ઞાન થતું નથી પણ જેમાં રાગનો અભાવ છે એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયના આશ્રયે જ
ભેદજ્ઞાન થાય છે.
અભાવ કરીને મુક્તિ પામવાનો છે માટે ત્યાં ઉપચારથી તેના રાગને પરંપરા કારણ કહ્યું. સ્વભાવના અવલંબને
યથાર્થ કારણ પ્રગટયું ત્યારે રાગમાં પરંપરા કારણનો ઉપચાર થયો. પણ જેને મોક્ષમાર્ગની શરૂઆત જ પ્રગટી
નથી ને હજી તો રાગની રુચિમાં પડયો છે તેને ‘પરંપરા’ શેની કહેવી? જેને પુણ્યની રુચિ છે એવા મિથ્યાદ્રષ્ટિને
તો પુણ્ય પરંપરા અનર્થનું કારણ છે–એમ કહ્યું છે. જીવ ગમે તે ક્ષેત્રે હો, ગમે તે કાળે કે ગમે તે સંયોગે હો પણ
ભૂતાર્થસ્વરૂપનું અવલંબન તે જ ભેદજ્ઞાનનું કારણ છે, ત્રણેકાળના કોઈ પણ જીવને ભૂતાર્થસ્વરૂપના અવલંબને
જ મોક્ષમાર્ગ છે. જેઓ નિશ્ચયને જાણતા નથી ને વ્યવહારની રુચિ કરીને તેના ઉપર જોર આપે છે તેમને કદી
ભેદજ્ઞાન કે મોક્ષમાર્ગ થતો નથી.
હિત કરવાની ભાવના થઈ છે, સમ્યગ્દર્શન પ્રગટ કરીને આત્માનું કલ્યાણ કરવાની ધગશ જાગી છે એવા જીવને
પ્રથમ તો કષાયની મંદતા થઈ છે, તત્ત્વનો નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ ઊઘડી છે, નિમિત્ત તરીકે સાચા
દેવ–ગુરુ–શાસ્ત્ર મળ્યા છે અને પોતાને તેમની પ્રતીત થઈ છે, જ્ઞાની પાસેથી યથાર્થ ઉપદેશ મળ્યો છે ને પોતે
પોતાના પ્રયોજન માટે મોક્ષમાર્ગ વગેરેનો ઉપદેશ સાંભળ્યો છે; કયા ભાવો આત્માને હિતકારી છે ને કયા ભાવો
અહિતકારી છે, સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ શું છે ને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર કેવા છે? જીવાદિ નવતત્ત્વોનું
સ્વરૂપ શું છે? દ્રવ્ય–ગુણ–પર્યાય શું, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ શું, મોક્ષમાર્ગનું ખરું, સ્વરૂપ શું–ઇત્યાદિ
પ્રયોજનભૂત બાબતોનો યથાર્થ ઉપદેશ ગુરુગમે મળ્યો છે ને પોતે અંતરમાં તેનો નિર્ણય કરીને સમજવાનો
પ્રયત્ન કરે છે. તે સમજીને પોતે પોતાનું જ પ્રયોજન સાધવા માગે છે. ઉપદેશની ધારણા કરીને હું બીજાને
સંભળાવું કે બીજાને સમજાવી દઉં–એવા આશયથી નથી સાંભળતો, પણ સમજીને પોતાનું કલ્યાણ કરવાની જ
ભાવના છે.
જોઈએ, અજ્ઞાની–કુગુરુઓના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. જેને કુદેવ–કુગુરુ તો છૂટી ગયા છે,
નિમિત્ત તરીકે