જેઠઃ ૨૪૭૯ઃ ૧૭૩ઃ
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ–સોનગઢ
પરીક્ષા–વર્ષ નવમું
(પ્રથમ શ્રેણી)
સમયઃ સવારના ૯–૧પ થી ૧૧) (તા. ૧–૬–પ૩
સોમવાર.
પ્રશ્નઃ૧. સાત તત્ત્વોનાં નામ લખો અને મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિથી તે સાત તત્ત્વોની કેવી કેવી ભૂલ કરે છે તે
સ્પષ્ટતાથી જણાવો. (માર્ક ૨૮)
પ્રશ્નઃ ૨. કોઈ પણ ચારની વ્યાખ્યા લખો.
(૧) અગૃહીત મિથ્યાદર્શન, (૨) કુધર્મ, (૩) ગૃહીત મિથ્યાજ્ઞાન, (૪) અનેકાંત,
(પ) કુગુરુ, (૬) ગૃહીત મિથ્યાચારિત્ર, (૭) સમ્યગ્દર્શન. (માર્ક ૧૨)
પ્રશ્નઃ ૩. કોઈ પણ પાંચના શબ્દાર્થ આપો.
(૧) વીતરાગ વિજ્ઞાન, (૨) કુબોધ, (૩) શ્રુત, (૪) ભેદજ્ઞાન, (પ) કુલિંગ,
(૬) ભાવહિંસા, (૭) ઉપયોગ, (૮) ઉપલનાવ. (માર્ક ૧૦)
પ્રશ્નઃ ૪. કોઈ પણ પાંચની વ્યાખ્યા લખો.
(૧) ગુણ, (૨) ધર્મદ્રવ્ય, (૩) અગુરુલઘુત્વ ગુણ, (૪) આહારવર્ગણા, (પ) ધ્રૌવ્ય,
(૬) પ્રમેયત્વગુણ, (૭) આહારક શરીર. (માર્ક ૨૦)
પ્રશ્નઃ પ. કોઈ પણ ચારના જવાબ લખો.
(૧) જીવ શરીરરૂપે કેમ ન થાય? (૨) પાંચ શરીરનાં નામ લખો. (૩) એક દ્રવ્યમાં એકી
સાથે કેટલી અર્થપર્યાય હોય? (૪) ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય કયા કયા દ્રવ્યોને હોય?
(પ) કયા જીવને વધારેમાં વધારે શરીર હોય? અને તે કયા કયા? (૬) દ્રવ્યોમાં આકાર
શા કારણે હોય?
(માર્ક ૧૨)
પ્રશ્નઃ ૬. નીચેના પદાર્થો દ્રવ્ય છે? ગુણ છે? કે પર્યાય છે? તે ઓળખી કાઢો.
(૧) સમ્યગ્દર્શન, (૨) પ્રકાશ, (૩) દ્વેષ, (૪) વસ્તુત્વ, (પ) પરમાણુ, (૬) સંગીત,
(૭) ચેતના, (૮) ચાલવું, (૯) ત્રિકોણ.
[अ] ઉપરના પદાર્થોમાંથી જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો.
[ब] જે ગુણ હોય તે કયા દ્રવ્યનો કેવી જાતનો (સામાન્ય કે વિશેષ) ગુણ છે તે જણાવો.
[क] અને જે પર્યાય હોય તે કયા દ્રવ્યની કેવી પર્યાય (વ્યજંનપર્યાય કે અર્થપર્યાય) છે તે લખો.
(માર્ક ૧૮)
(આ પ્રશ્નના જવાબો આવતા અંકમાં વાંચો)