શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ–સોનગઢ
પરીક્ષા–વર્ષ નવમું
બીજી શ્રેણી (મધ્યમ શ્રેણી)
સમયઃ– સવારના ૯–૧પ થી ૧૧) (તા. ૧–૬–પ૩
સોમવાર.
પ્રશ્નઃ ૧. જીવના નવ અધિકારનાં નામ લખી તેમાંથી ભોક્તૃત્વ અને અમૂર્તત્વ અધિકારમાં જે જે
નયથી કથન કરવામાં આવ્યું હોય તે લખી તે દરેક નય શું બતાવે છે તે સમજાવો. (માર્ક ૧૮)
પ્રશ્નઃ ૨.क. ઉપયોગની વ્યાખ્યા લખો.
ख. કોઈ જીવ પરોપકારી કાર્ય કરવામાં શરીરનો ઉપયોગ કરી શકે કે નહિ?
તે કારણ આપી સમજાવો.
ग. સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શનમાં શું ફેર છે? બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સરખાવો.
घ. એક વિદ્યાર્થીએ બીજા પાસેથી માનસ્તંભની પ્રતિષ્ઠા વખતે જે નિમંત્રણ પત્રિકા નીકળી હતી
તેની વિગત સાંભળી. પછી તેણે તે નિમંત્રણ પત્રિકા પોતાના હાથમાં લઈને માન–સ્તંભનું ચિત્ર
જોયું. તે તેના ઉપરથી માનસ્તંભ કેવો હોય તેનો વિશેષ વિચાર કરવા લાગ્યો. આમાં શ્રવણ,
ચિત્રનું જોવું, અને વિશેષ વિચારમાં કયા કયા ઉપયોગ થયા તે અનુક્રમે લખો. (માર્ક ૧૮)
પ્રશ્નઃ ૩. નીચેનામાંથી ગમે તે પાંચના જવાબ કારણ સહિત લખો.
(૧) ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને એક જ સમયે હોય?
(૨) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બંને એક કાળે હોય?
(૩) એક દ્રવ્યમાં બે વ્યંજનપર્યાય એક જ સમયે હોય?
(૪) અસ્તિત્વ ગુણ અને સ્થિતિહેતુત્વ બંને એક દ્રવ્યમાં એક સાથે હોય? ને હોય તો કયા દ્રવ્યમાં?
(પ) ગતિ (ગમન) અને ગતિહેતુત્વ બંને એક જ દ્રવ્યમાં હોય?
(૬) માણસ ચાલે છે ત્યારે તેનો પડછાયો તેની સાથે ચાલે છે?
(૭) માનસ્તંભનાં દર્શન ચક્ષુથી કર્યા તે ચક્ષુદર્શન છે? (માર્ક ૧પ)
પ્રશ્નઃ ૪. નીચેના પદાર્થોમાં કયો અભાવ છે તે કારણ આપી સમજાવો.
(૧) સિદ્ધપણાનો સંસાર દશામાં, (૨) ઘડીયાળનો કાંટો અને કાલાણુ વચ્ચે, (૩) મતિ
જ્ઞાનનો શ્રુતજ્ઞાનમાં, (૪) જીવે વિકાર કર્યો માટે કર્મ બંધાયા. તેમાં વિકાર અને કર્મ વચ્ચે,
(પ) જડ ઈંદ્રિયો અને જડ મન. (માર્ક ૧પ)
પ્રશ્નઃ પ. નીચેના પદાર્થો દ્રવ્ય છે, ગુણ છે, કે પર્યાય છે તે ઓળખી કાઢો.
(૧) તીખાશ. (૨) અચક્ષુદર્શન, (૩) અઠવાડીયું, (૪) સમુદ્ઘાત, (પ) ચેતન, (૬)
અવગાહનહેતુત્વ, (૭) મૃગજળ, (૮) સૂક્ષ્મત્વ. (માર્ક ૨૦)
(क) ઉપરના પદાર્થોમાંથી જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો.
(ख) જે ગુણ હોય તે કયા દ્રવ્યનો ને કેવી જાતનો ગુણ છે તે જણાવો.
(ग) જે પર્યાય હોય તે કયા દ્રવ્યના કયા ગુણનો વિકારી કે અવિકારી તેમ જ અર્થ કે
વ્યંજનપર્યાય છે તે બતાવો.
પ્રશ્નઃ ૬. अ. કોઈપણ ચારની વ્યાખ્યા લખો. (માર્ક ૧૪)
(૧) વર્ગણા, (૨) નિશ્ચયનય, (૩) અવાંતરસત્તા, (૪) આહારવર્ગણા, (પ) લોકાકાશ,
(૬) ચક્ષુદર્શન,
ब. (૧) તાવ ઉતરી ગયો, (૨) એક જીવે ક્રોધ મટાડી ક્ષમા કરી. આ બેમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ સમજાવો.
(આ પ્રશ્નોના જવાબો આવતા અંકમાં વાંચો)