અષાઢ: ૨૪૭૯ : ૧૯૩ :
અહીં એમ જાણવું કે ઉપાદાનમાં કાર્ય થયું ત્યારે તે ઉપાદાનની સાથે પુરુષદેહ, ઉત્તમસંહનન, મહાવિદેહ
ક્ષેત્ર વગેરેને સમર્થકારણ કહ્યાં, અને જો ઉપાદાનમાં કાર્ય થયું ન હોય તો તેમને જ અસમર્થકારણ કહેવાય છે.
નિમિત્તોને પણ સમર્થકારણ કહ્યા તેથી એમ ન સમજવું કે કાર્યની ઉત્પત્તિ થવામાં તેઓ કિંચિત્ પણ કાર્યકારી છે.
કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો એકલા ઉપાદાનમાં જ છે.
• પ્રશ્ન: ૪ તથા તેનો ઉત્તર •
(પ્રશ્ન) નીચેની માન્યતાવાળા ક્યા અભાવનો નકાર કરે છે તે કારણ સહિત લખો––
(૧) વર્તમાનમાં એક જીવને અજ્ઞાન વર્તે છે કારણકે તેને કુગુરુનો ઉપદેશ મળ્યો છે.
(ઉત્તર) ––આમ માનનાર જીવ, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અત્યંત અભાવને માનતો નથી. કેમ કે એક
જીવની પર્યાયમાં બીજા જીવનો અત્યંત અભાવ છે તેથી બીજાને કારણે અજ્ઞાન થાય નહિ.
(૨) જીવ વર્તમાન મિથ્યાત્વને ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે નહિ.
(ઉત્તર) ––એમ માનનાર જીવ, વર્તમાન મિથ્યાત્વ પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં પ્રધ્વંસઅભાવ છે તેને
માનતો નથી. ભવિષ્યની પર્યાયમાં વર્તમાનની પર્યાયનો પ્રધ્વંસઅભાવ છે તેથી મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શન
પ્રગટ થઈ શકે છે.
(૩) પૂર્વે એક જીવે ઘણો વિકાર કર્યો હતો તેથી તે વર્તમાનમાં પણ વિકાર કરે છે.
(ઉત્તર) ––એમ માનનાર જીવ, વર્તમાન પર્યાયનો પૂર્વની પર્યાયમાં પ્રાગ્–અભાવ છે તેને માનતો નથી;
વર્તમાનપર્યાયનો પૂર્વની પર્યાયમાં પ્રાગ્અભાવ છે તેથી પૂર્વના વિકારને કારણે વર્તમાનમાં વિકાર થાય––એમ
નથી, પૂર્વની પર્યાય વિકારી હોવા છતાં વર્તમાનમાં નિર્મળપર્યાય થઈ શકે છે.
(૪) અરિહંત ભગવાનને ચાર અઘાતિ કર્મો બાકી છે તેથી તેઓ સિદ્ધદશાને પ્રાપ્ત કરી શકતા નથી.
(ઉત્તર) ––એવી માન્યતાવાળો જીવ, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે તેને માનતો નથી;
અરિહંત ભગવાન અને ઘાતિકર્મ–એ બંને વચ્ચે અત્યંત અભાવ છે તેથી ખરેખર અરિહંતભગવાન ઘાતિકર્મના
કારણે સંસારમાં રહ્યા નથી.
(પ) પવનનો ઝપાટો આવતાં વૃક્ષનાં પાંદડાં ચાલ્યાં અને તેથી તેની નીચે પડછાયો ચાલ્યો.
(ઉત્તર) ––તે પ્રમાણે માનનાર જીવ, એક પુદ્ગલની વર્તમાનપર્યાયનો બીજા પુદ્ગલની
વર્તમાનપર્યાયમાં અન્યોન્યઅભાવ છે તેને માનતો નથી; પવન, પાંદડાનું ચાલવું અને પડછાયો ચાલવો––એ
ત્રણેય ભિન્નભિન્ન પુદ્ગલોની અવસ્થા છે તેથી તેમનો એકબીજામાં અન્યોન્યઅભાવ છે અને તેથી પવનના
કારણે પાંદડા ચાલ્યા નથી તથા પાંદડા ચાલવાને કારણે પડછાયો ચાલ્યો નથી. (ખરેખર પડછાયો ચાલતો નથી
પણ જુદી જુદી જગ્યાના પરમાણુઓ છાયારૂપે પરિણમે છે.)
• પ્રશ્ન: પ તથા તેનો ઉત્તર •
(પ્રશ્ન) નીચેના વાક્યોનું કથન ક્યા નયનું છે તે લખો અને તેમાં નિશ્ચય–વ્યવહાર સમજાવો––
(૧) કોઈ જીવ પ્રબળ કર્મના ઉદયને કારણે અગિયારમા ગુણસ્થાનેથી પડીને મિથ્યાત્વી થઈ જાય છે.
(ઉત્તર) ––આ કથન વ્યવહારનયનું છે, કેમકે તેમાં નિમિત્તથી કથન છે. ખરેખર જીવ કર્મના ઉદયને
લીધે અગિયારમા ગુણસ્થાનેથી નથી પડ્યો પણ પોતાની પર્યાયમાં નબળા પુરુષાર્થને કારણે પોતાની લાયકાતથી
પડ્યો છે–તે નિશ્ચયનું કથન છે. એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યમાં કાંઈ પણ થાય એમ કહેવું તે વ્યવહારકથન છે.
(૨) જીવ સ્વપુરુષાર્થ વડે અનંતવીર્ય પ્રગટ કરી શકે છે.
(ઉત્તર) ––આ વાક્ય નિશ્ચયનયનું છે એટલે કે તે યથાર્થ છે અને જીવે અંતરાય કર્મનો અભાવ