: ૧૯૪ : આત્મધર્મ: ૧૧૭
કર્યો એમ કહેવું–અથવા તો અંતરાય કર્મનો અભાવ થવાથી જીવને અનંતવીર્ય પ્રગટ્યું––એમ કહેવું તે
વ્યવહારકથન છે કેમકે તેમાં નિમિત્તઅપેક્ષાએ કથન છે. સ્વદ્રવ્યાશ્રિત કથન હોય તે નિશ્ચય છે અને પરદ્રવ્યાશ્રિત
કથન હોય તે વ્યવહાર છે.
(૩) ભગવાનનો દિવ્યધ્વનિ જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે.
થાય એમ કહેવું તે ઉપચાર હોવાથી વ્યવહારકથન છે. ખરેખર જીવોને પોતાના જ્ઞાનસ્વભાવના અવલંબને જ
તત્ત્વજ્ઞાન થાય છે––એ નિશ્ચય છે.
(૪) અનાદિકાળથી અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાન તથા મોહભાવને લીધે સંસારમાં પરિભ્રમણ કરે છે.
(ઉત્તર) ––આ કથન નિશ્ચયનું છે એટલે કે ખરેખર એમ જ છે, કેમ કે જીવ પોતે પોતાની ભૂલથી જ રખડે
છે. કર્મે જીવને સંસારમાં રખડાવ્યો––એમ કહેવું તે વ્યવહારકથન છે, કેમકે કર્મ તો પરદ્રવ્ય છે–સંયોગરૂપ છે.
(પ) શ્રી સીમંધર ભગવાનના દર્શન કરવાથી મને શુભભાવ થયો.
(ઉત્તર) –આ કથન વ્યવહારનું છે, કેમકે પરને કારણે શુભભાવ થયો એમ કહેવું તે સંયોગનું કથન છે;
ખરેખર પોતાના ચારિત્રગુણની તેવી લાયકાતથી જ શુભભાવ થયો છે–તે નિશ્ચય છે, કેમકે તે સ્વાશ્રિત કથન છે.
(૬) ધર્માસ્તિકાયના અભાવને લીધે સિદ્ધભગવાન અલોકમાં જઈ શકતા નથી.
(ઉત્તર) ––આ કથન વ્યવહારનું છે, કેમકે પરદ્રવ્યાશ્રિત છે. ખરેખર સિદ્ધભગવાનની લાયકાત જ
લોકના છેડે રહેવાની છે, અલોકમાં જવાની લાયકાત જ તેમનામાં નથી તેથી તેઓ અલોકમાં જતા નથી–એમ
કહેવું તે નિશ્ચયકથન છે, કારણકે તે સ્વાશ્રિતભાવને સૂચવે છે.
(૭) શ્રેણિક રાજા નરકગતિનામકર્મના ઉદયને લીધે નરકમાં ગયા.
(ઉત્તર) ––આ કથન વ્યવહારનયનું છે કેમ કે તે પરદ્રવ્યાશ્રિત કથન છે. ખરેખર કર્મ પરદ્રવ્ય છે તેને
લીધે જીવ નરકમાં નથી જતો પણ શ્રેણિક રાજા પોતાના આત્માની જ તે પ્રકારની લાયકાતથી નરકમાં ગયા છે,
નરકગતિ તે પણ આત્માનો જ ઔદયિકભાવ છે––આ કથન નિશ્ચયનું છે.
સ્વદ્રવ્યાશ્રિત કથન તે નિશ્ચય છે અને પરદ્રવ્યાશ્રિત કથન તે વ્યવહાર છે. નિશ્ચયકથન યથાર્થ
વસ્તુસ્થિતિ બતાવે છે અને વ્યવહારકથન સંયોગ બતાવે છે.
• પ્રશ્ન: ૬ (અ) •
નીચેના શબ્દોની વ્યાખ્યા લખો–
(૧) અવગ્રહ (૨) મંગલ (૩) મોક્ષમાર્ગ (૪) ઉપાદાનકારણ (પ) સંકલેશ પરિણામ (૬)
પ્રધ્વંસાભાવ (૭) ચેતના.
• ઉત્તર: ૬ (અ) •
(૧) અવગ્રહ: તે મતિજ્ઞાનનો એક ભેદ છે; ઈન્દ્રિય અને પદાર્થના યોગ્યસ્થાનમાં રહેવાથી, સામાન્ય
પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તર સત્તા સહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે.
(૨) મંગલ: ‘मं’ એટલે પાપ, તેને જે ‘गालयति’ એટલે નાશ કરે તે મંગલ છે; મિથ્યાત્વાદિ
પાપભાવોનો જે ભાવથી નાશ થાય તે મંગલ છે. અથવા ‘मंग’ એટલે પવિત્રતા, તેને ‘लाति’ એટલે લાવે–
આપે તે મંગલ છે. આ રીતે આત્માના જે ભાવથી પાપ ટળે અને પવિત્રતા પ્રગટે તે મંગલ છે.
(૩) મોક્ષમાર્ગ: એટલે મુક્તિનો માર્ગ; સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતા તે
મોક્ષમાર્ગ છે.
(૪) ઉપાદાનકારણ: (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે–જેમકે ઘડો
થવામાં માટી; કેવળજ્ઞાન થવામાં જીવ.