Atmadharma magazine - Ank 117
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૯૬ : આત્મધર્મ: ૧૧૭
ધર્મવર્ધ્ધક દિવ્યધ્વનિ અને તેના યથાર્થ શ્રોતા
[કેવળજ્ઞાન – કલ્યાણક પ્રસંગનું પ્રવચન]
ભગવાનને શુદ્ધનયના અવલંબનના બળથી કેવળજ્ઞાન થતાં ભાવમોક્ષ થયો...
તેમણે કહેલી શુદ્ધનયના અવલંબનની વાત જે સમજે તેને વર્તમાનમાં દ્રષ્ટિઅપેક્ષાએ
મોક્ષ થયો અને અલ્પકાળમાં ભાવમોક્ષ થઈ જશે. આ રીતે ભગવાનની વાણીનો
યથાર્થ શ્રોતા પોતે પણ અલ્પકાળમાં ભગવાન થઈ જાય છે...
[સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન શ્રી નેમિનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગે
ભગવાનના દિવ્યધ્વનિ તરીકેનું પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન: વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૯] (ગયા અંકમાં
છાપવો બાકી રહી ગયેલ હતો તે લેખ)
જુઓ, હમણાં અહીં નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. કઈ રીતે થયું? કે પોતાના ભૂતાર્થ સ્વભાવનો
સંપૂર્ણ આશ્રય લેતાં કેવળજ્ઞાન થયું. ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ આવીને કેવળજ્ઞાન કલ્યાણકનો
મહોત્સવ કર્યો ને દિવ્ય સમવસરણની રચના કરી; તે સમવસરણમાં ભગવાનના સર્વાગેથી દિવ્યધ્વનિ છૂટ્યો,
અને સૌ શ્રોતાજનો પોતપોતાની ભાષામાં પોતાની લાયકાત પ્રમાણે સમજ્યા. ભગવાનના દિવ્યધ્વનિમાં એમ
આવ્યું કે: હે જીવો! આત્મા ત્રણેકાળ કેવળજ્ઞાનશક્તિથી પરિપૂર્ણ છે; દરેક આત્મા એક સમયમાં કેવળજ્ઞાન
લેવાની તાકાતવાળો છે. તે શક્તિનો વિશ્વાસ કરીને તેમાં અંતર્મુખતાથી જ સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન થાય છે.
અમે આ જ વિધિથી કેવળજ્ઞાન પામ્યા છીએ અને તમારે પણ કેવળજ્ઞાન પામવા માટે આ જ વિધિ છે.
ભગવાનનો ઉપદેશ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. પૂર્વે સાધકદશામાં ધર્મવૃદ્ધિના વિકલ્પથી વાણીના રજકણો
બંધાયા, તે ધર્મવૃદ્ધિના ભાવે બંધાયેલી વાણી બીજા જીવોને પણ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. આત્માનો પૂર્ણ સ્વભાવ
બતાવીને તેનો આશ્રય કરવાનું જ ભગવાનની વાણી બતાવે છે. ભગવાનની વાણીમાં પરાશ્રય ભાવોનું પણ જ્ઞાન
કરાવ્યું છે પણ તે પરાશ્રય ભાવો છોડાવવા માટે તેનું જ્ઞાન કરાવ્યું છે. વળી અગિયારમા ગુણસ્થાનેથી જીવ પાછો
પડે છે અને કોઈ જીવ અનંત–સંસારમાં રખડે છે––એમ ભગવાનની વાણીમાં આવ્યું–તેમાં પણ પાછા પાડવાનો
આશય નથી પણ ધર્મવૃદ્ધિનો જ આશય છે. જે જીવ પાછા પડવાનો અભિપ્રાય કાઢે છે તે જીવ ખરેખર ભગવાનની
વાણીને સમજ્યો નથી. જગતમાં અનંતસંસારી જીવો છે ને અભવ્ય જીવો પણ છે, ––પણ તે વાત પોતાને માટે નથી,
તે તો જગતના પર જીવોનું જ્ઞાન કરવા માટે છે. જેને અનંતસંસારીપણાની કે અભવ્યપણાની શંકા છે તે જીવ
ભગવાનની વાણી સાંભળવાનો પાત્ર નથી. ભગવાનની વાણીમાં એમ આવે