અષાઢ: ૨૪૭૯ : ૧૮૫:
પાણીમાં ડૂબે છે અને તેમાં બેસનાર પણ ડૂબે છે, તેમ કુગુરુ પોતે પણ સંસારમાં ડૂબે છે ને તેને માનનારા પણ
સંસારમાં ડૂબે છે.
(૬) ગૃહીત મિથ્યાચારિત્ર–જેને આત્મા અને પરવસ્તુનું ભેદજ્ઞાન નથી અને જગતમાં પ્રસિદ્ધિ, લાભ,
માન, પૂજા વગેરે માટે જુદા જુદા પ્રકારની અનેક ક્રિયાઓ કરીને શરીરને ક્ષીણ કરી નાખે છે તેને ગૃહીત
મિથ્યાચારિત્ર કહે છે––જેમ કે: પંચાગ્નિતપ તપે, ધગધગતા પતરા માથે સૂએ, જમીનમાં દટાઈ રહે વગેરે.
(૭) સમ્યગ્દર્શન–જીવાદિ સાત તત્ત્વોને ઓળખીને તેની યથાર્થ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. આવા
સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, સમ્યગ્દર્શન વગર કદી ધર્મ થતો નથી.
• પ્રશ્ન: ૩ •
નીચેના શબ્દોના શબ્દાર્થ લખો–
(૧) વીતરાગવિજ્ઞાન (૨) કુબોધ (૩) શ્રુત (૪) ભેદજ્ઞાન (પ) કુલિંગ (૬) ભાવહિંસા (૭)
ઉપયોગ (૮) ઉપલનાવ.
• ઉત્તર: ૩ •
(૧) વીતરાગવિજ્ઞાન=રાગ દ્વેષરહિત એવું કેવળજ્ઞાન.
(૨) કુબોધ=ખોટું જ્ઞાન; મિથ્યાજ્ઞાન.
(૩) શ્રુત=શાસ્ત્ર.
(૪) ભેદજ્ઞાન=આત્મા અને પર વસ્તુના જુદાપણાનું યથાર્થ જ્ઞાન.
(પ) કુલિંગ=ખોટો વેષ; ખોટું ચિહ્ન.
(૬) ભાવહિંસા=જેનાથી આત્માના ગુણ હણાય છે એવા મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવો.
(૭) ઉપયોગ=જ્ઞાન–દર્શનનો વેપાર અથવા દેખવું–જાણવું તે.
(૮) ઉપલનાવ=પત્થરની હોડી.
• પ્રશ્ન: ૪ •
નીચેના પદાર્થોની વ્યાખ્યા લખો––
(૧) ગુણ (૨) ધર્મદ્રવ્ય (૩) અગુરુલઘુત્વગુણ (૪) આહારવર્ગણા (પ) ધ્રૌવ્ય (૬) પ્રમેયત્વગુણ
(૭) આહારક શરીર.
• ઉત્તર: ૪ •
(૧) ગુણ: દ્રવ્યના બધા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં જે રહે તેને ગુણ કહે છે.
(૨) ધર્મદ્રવ્ય: સ્વયં ગતિરૂપે પરિણમતા જીવ અને પુદ્ગલોને ગમન કરતી વખતે જે ઉદાસીન નિમિત્ત
છે તેને ધર્મદ્રવ્ય કહે છે.
(૩) અગુરુલઘુત્વગુણ: તે બધા દ્રવ્યોમાં રહેલો સામાન્યગુણ છે; આ અગુરુલઘુત્વગુણને લીધે દ્રવ્યની
દ્રવ્યતા કાયમ રહે છે એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જતું નથી, તેમ જ એક ગુણ બીજા ગુણરૂપે થઈ જતો
નથી અને એક દ્રવ્યના અનંત ગુણો વિખરાઈને જુદા જુદા થઈ જતા નથી.
(૪) આહારવર્ગણા: ઔદારિક, વૈક્રિયિક અને આહારક–એ ત્રણ શરીરરૂપે જે પરિણમે તેને
આહારવર્ગણા કહે છે.
(પ) ધ્રૌવ્ય: વસ્તુના કાયમ એકરૂપ ટકતા અંશને ધ્રૌવ્ય કહે છે; અથવા પ્રત્યભિજ્ઞાનના કારણભૂત
વસ્તુના નિત્યસ્વભાવને ધ્રૌવ્ય કહે છે.
(૬) પ્રમેયત્વગુણ: તે બધા દ્રવ્યોમાં રહેલો સામાન્ય ગુણ છે. આ પ્રમેયત્વગુણને લીધે દ્રવ્ય કોઈ ને કોઈ
જ્ઞાનનો વિષય હોય છે.
(૭) આહારકશરીર: છઠ્ઠા ગુણસ્થાનવર્તી કોઈ મુનિને, તત્ત્વમાં શંકા ઉપજતાં કેવળી અથવા શ્રુતકેવળી
સમીપ જવા માટે મસ્તકમાંથી જે એકહાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે.
• પ્રશ્ન: પ •
નીચેના પ્રશ્નોના જવાબ લખો––
(૧) જીવ શરીરરૂપે કેમ ન થાય? (૩) એક દ્રવ્યમાં એકસાથે કેટલી અર્થપર્યાય હોય?
(૨) પાંચ શરીરનાં નામ લખો. (૪) ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય ક્યા ક્યા દ્રવ્યોને હોય?