: ૧૮૮: આત્મધર્મ: ૧૧૭
ભિન્ન ચીજ છે; આત્મા અને શરીરનો એકબીજામાં અત્યંત અભાવ હોવાથી તેઓ એકબીજાનું કાંઈ કરી શકે
નહિ; તેમ જ અગુરુલઘુત્વ નામનો ગુણ હોવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે પરિણમતું નથી. ખરેખર કોઈ જીવ
પરનો ઉપકાર કરી શકતો નથી, માત્ર તેવા ભાવ કરે છે.
(પ્રશ્ન: ग) સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શનમાં શું ફેર છે?
તે બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સરખાવો.
(ઉત્તર: ग) સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાય છે, જ્યારે ચક્ષુદર્શન તો દર્શનગુણની પર્યાય છે. ચક્ષુદર્શન તો
અજ્ઞાનીને પણ હોય છે, ને સમ્યગ્દર્શન તો જ્ઞાનીને જ હોય છે. સમ્યગ્દર્શન સાથે મોક્ષમાર્ગનો સંબંધ છે, પણ ચક્ષુદર્શન
સાથે મોક્ષમાર્ગનો સંબંધ નથી. સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શન એ બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ નીચે પ્રમાણે છે–
(૧) તે બનેમાં દ્રવ્ય તો જીવ છે, તેથી દ્રવ્ય બંનેનું સરખું છે.
(૨) તે બંનેનું ક્ષેત્ર પણ જીવ પ્રમાણે જ એક સરખું છે.
(૩) ક્યારેક સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શન બંને એક સાથે પણ હોય છે ને ક્યારેક એક સાથે નથી પણ
હોતા; આ અપેક્ષાએ ક્યારેક તેમને કાળભેદ નથી હોતો, ને ક્યારેક કાળભેદ હોય છે. પર્યાયઅપેક્ષાએ તો બંનેનો
કાળ એક સમયનો જ છે.
(૪) સમ્યગ્દર્શન તો નિર્વિકલ્પ પ્રતીતિરૂપ છે, અને ચક્ષુદર્શન તો સામાન્ય અવભાસરૂપ ઉપયોગ છે, ––
એ રીતે બંનેમાં ભાવભેદ છે.
[પ્રશ્ન: ध] એક વિદ્યાર્થીએ બીજા પાસેથી માનસ્તંભની પ્રતિષ્ઠા વખતે જે નિમંત્રણ પત્રિકા નીકળી હતી
તેની વિગત સાંભળી. પછી તેણે તે નિમંત્રણ–પત્રિકા પોતાના હાથમાં લઈને માનસ્તંભનું ચિત્ર જોયું. તેના
ઉપરથી માનસ્તંભ કેવો હોય તેનો તે વિશેષ વિચાર કરવા લાગ્યો. –આમાં શ્રવણ, ચિત્રનું જોવું અને વિશેષ
વિચારમાં ક્યા ક્યા ઉપયોગ થયા તે અનુક્રમે લખો.
[ઉત્તર: ध] પત્રિકાની વિગત સાંભળી તે મતિજ્ઞાન થયું; તેની પહેલાંં અચક્ષુદર્શનનો ઉપયોગ થયો.
પછી માનસ્તંભનું ચિત્ર જોયું તે મતિજ્ઞાન થયું; તેની પહેલાંં ચક્ષુદર્શનનો ઉપયોગ થયો.
ચિત્ર જોયા પછી માનસ્તંભનો વિશેષ વિચાર કર્યો તે શ્રુતજ્ઞાન થયું.
એ રીતે પહેલાંં અચક્ષુદર્શન, પછી મતિજ્ઞાન, પછી ચક્ષુદર્શન, પછી મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન–એ
પ્રમાણે ઉપયોગ થયા.
• પ્રશ્ન ૩ તથા તેનો ઉત્તર •
નીચેના પ્રશ્નોના જવાબ કારણસહિત લખો––
(૧) ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને એક જ સમયે હોય?
ઉત્તર: ન હોય; કારણકે તે બંને એક જ ગુણની જુદી જુદી પર્યાયો છે, એક ગુણની બે પર્યાયો એક સાથે
હોય નહિ.
(૨) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બંને એક સાથે હોય?
ઉત્તર: હા; કારણકે સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, તેથી તે બંને સાથે જ હોય છે.
(૩) એક દ્રવ્યમાં બે વ્યંજનપર્યાય એક સમયે હોય?
ઉત્તર: ન હોય; કારણકે એક દ્રવ્યના એક ગુણની બે પર્યાયો એકસાથે ન હોય.
(૪) અસ્તિત્વગુણ અને સ્થિતિહેતુત્વ ગુણ બંને એક સાથે ક્યા દ્રવ્યમાં હોય?
ઉત્તર: અધર્માસ્તિકાય દ્રવ્યમાં તે બંને ગુણો એક સાથે હોય છે.
(પ) ગતિ (અર્થાત્ ગમન) અને ગતિહેતુત્વ–એ બંને એક જ દ્રવ્યમાં હોય?
ઉત્તર: ના; ગતિ તો જીવ અને પુદ્ગલોને જ હોય છે, પણ તેમનામાં ગતિહેતુત્વ નથી; ગતિહેતુત્વ તે
ધર્માસ્તિકાય દ્રવ્યનો વિશેષ ગુણ છે પણ તે પોતે ગતિ કરતું નથી. ગતિ તે ક્રિયાવતી શક્તિની પર્યાય છે, ને
ક્રિયાવતી શક્તિ તો જીવ ને પુદ્ગલમાં જ છે; તથા ગતિહેતુત્વગુણ ધર્માસ્તિકાયમાં જ છે. આથી