: ૨૧૨ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
‘वाञ्छत्येव सुखं तदत्र विधिना दत्तं परं प्राप्यते ×××’ [श्लोक–३६]
अर्थः– संसारमें समस्त प्राणी इन्द्रियोंसे पैदा हुए सुख की अभिलाषा सदा करते रहते हैं किन्तु वह सुख
कर्मानुसार ही मिलता है, इच्छानुसार नहि मिलता।
राजापि क्षणमात्रतो विधिवशाद्रङ्कायते निश्चितं
सर्वव्याधिविवर्जितोऽपि तरुणोऽप्याशु क्षयं गच्छति।
अन्यैः किं किल सारतामुपगते श्रीजीविते द्वे तयोः
संसारे स्थितिरीद्रशीति विदुषा क्वान्यत्र कार्यो मदः।।४२।।
[अर्थः] अपने पूर्वोपार्जित कर्म के वश से राजा भी क्षणभर में निश्चय से निर्धन हो जाता है तथा समस्त रोगों
से रहित भी जवान मनुष्य देखते देखते नष्ट हो जाता है, इसलिये समस्त पदार्थो में सारभूत जीवन तथा धन की जब
संसार में ऐसी स्थिति है तब और पदार्थो की क्या बात? अर्थात् वे तो अवश्य ही विनाशीक हैं, अतः विद्वानों को
किसी पदार्थ में अहंकार नहीं करना चाहिये।
શ્રી આત્માનુશાસનમાં કહે છે કે ––
(ગાથા: ૨૧) ‘धर्मादवाप्त विभवो ×××’
(અર્થ) “જે પુરુષ ધર્મના પસાયે સુખસંપદારૂપ વૈભવ પામ્યો છે તેણે તો ×××”
“ધર્મરૂપ બીજ વિના હજારો પ્રકારે ખેદખિન્ન થવા છતાં પણ સુખ પ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! જો તું
વિચક્ષણ હોય તો એવો નિશ્ચય કર કે મને જે વર્તમાન સુખસામગ્રી મળી છે તે માત્ર એક પૂર્વ ધર્મસેવનનું જ ફળ છે.” (પૃ. ૧૪–૧પ)
* (ગાથા–૩૧) “पुण्यं कुरुष्व कृतपुण्यमनीदृशोऽपि
नोपद्रवोऽभि भवति प्रभवेच्च भूत्य
संतापयन् जगदशेषमशीतरश्मिः
पद्मेषु पश्य विदधाति विकासलक्ष्मीम्।।
હે ભવ્યાત્મા! જો તું સુખનો અભિલાષી હોય તો પુણ્ય કર. પુણ્યવાન જીવને પ્રબળ ઉપસર્ગ પણ પીડા આપી શકતો
નથી. પરંતુ એ જ ઉપસર્ગ કોઈ વેળા તેને મહાન વિભૂતિ પ્રાપ્ત થવાનું નિમિત્ત થઈ પડે છે. ×××
જેઓને પાપનો ઉદય વર્તે છે તેમને જ ઉપદ્રવ દુઃખદાતા બને છે, પરંતુ પુણ્યોદય–પ્રાપ્ત જીવને તો ઉલટો વિભૂતિનો
આપનાર થઈ પડે છે. જગતમાં ઘણે ઠેકાણે પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે જે ઉપદ્રવથી સર્વને મોટું દુઃખ થાય છે તે જ ઉપદ્રવથી,
જેને પુણ્યોદય વર્તે છે તેને વિપુલ ધનાદિક પ્રાપ્ત થાય છે.” ×××(પૃ. ૨૩)
* (ગાથા: ૩૭) “आयु श्रीवपुरादिकं यदि भवेत् पुण्यं पुरोपार्जितम्’
स्यात्सर्वं न भवेन्न तच्च नितरामायासितेऽप्यात्मनि।
જીવને દીર્ઘ આયુ, લક્ષ્મી, નીરોગ અને સુંદર શરીર ઈત્યાદિ માત્ર એક પૂર્વોપાર્જિત પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે
અર્થાત્ જેણે પૂર્વે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેને જ એ સર્વ વિભૂતિ પ્રાપ્ત થાય છે, અન્યથા (પુણ્ય વગર) અનેક પ્રકારે ઉદ્યમ
કરવા છતાં અને ખેદખિન્ન થવા છતાં પણ કંઈ પણ પ્રાપ્તિ થતી નથી.” (પૃ. ૨૮)
ગાથા પ૬ ના અર્થમાં કહે છે કે ––“અસાતાના ઉદયથી જ્યારે ઈચ્છિત પરિગ્રહ જીવને ન મળે ત્યારે તે મહાદુઃખી થાય
છે, અને સાતાના ઉદયથી પુણ્યાનુસાર જે કાંઈ મળે તે ઓછું પડે ––એ બળતરાથી પણ તે મહા દુઃખી થાય છે.” (પૃ. ૪૩)
ગાથા ૬૧ ના અર્થમાં કહે છે કે ––“લાભ–અલાભ, જીવન–મરણ, વૈરી–બંધુ, રાજા–રંક, સંપદા–આપદા –એ સર્વ દ્વંદ્વ
અવસ્થાઓને કર્મજનિત અને વિનાશિક સમજ.’ (પૃ. ૪૮)
* (ગા.૧૪૮) “साधारणौ सकलजंतुषु वृद्धिनाशौ
जन्मान्तरार्जितशुभाशुभकर्मयोगात्।
પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ સંયોગથી શરીરાદિ પરપદાર્થોની હાનિ–વૃદ્ધિ તો સર્વ સંસારી જીવોને થાય છે, એમાં જીવનું
નાના–મોટાપણું ખરી રીતે જરાય નથી.
ધનાદિની વૃદ્ધિ અને નિર્ધનાવસ્થાનો નાશ કરનારા જીવને લોકો ચતુર (–બુદ્ધિમાન) કહે છે, તથા નિર્ધનાવસ્થાની
વૃદ્ધિ અને ધનાદિનો નાશ થવાથી તેને મૂર્ખમાં ગણે છે. ––લોકોની ઉપરોક્ત માન્યતા નિતાંત ભૂલ છે, કારણ કે એ તો
પૂર્વોપાર્જિત શુભાશુભ પ્રારબ્ધોદયથી થાય છે; સર્વ જીવોને એવી હાનિ–વૃદ્ધિ તથારૂપ પ્રારબ્ધોદય વડે સ્વયમેવ થઈ રહી છે.
××× જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે –કોઈ કોઈ બુદ્ધિમાન પુરુષો સરસાઈ પૂર્વક પૂરો પ્રયત્ન કરવા છતાં પણ નિર્ધન રહે
છે; જ્યારે કોઈ કોઈ મૂર્ખ જીવો વિના પ્રયત્ને, થોડા પ્રયત્ને વા વિપરીત પ્રયત્ને પણ ધનવાન થતા જોવામાં આવે છે. ××× એમાં
જીવનો પુરુષાર્થ માનવો એ નિરર્થક જેવું છે.” (પૃ. ૧૪૮)
(અનુસંધાન જુઓ પૃષ્ઠ ૨૧૪ ઉપર)