મૂઢ જીવની માન્યતા છે. કોઈ એમ કહે છે કે કાર્યમાં પચાસ દોકડા ઉપાદાનના અને પચાસ દોકડા નિમિત્તના;
ત્યારે બીજો કોઈ વળી એમ કહે છે કે પુરુષાર્થના એકાવન દોકડા અને કર્મના ઓગણપચાસ દોકડા, એટલે
એણે પુરુષાર્થનો એક દોકડો વધારે રાખ્યો;–પણ એ બંનેની વાત ખોટી છે. હરામ છે–કોઈનો એકેય દોકડો
બીજામાં હોય તો! ઉપાદાનના સોએ દોકડા ઉપાદાનમાં છે અને નિમિત્તના સોએ દોકડા નિમિત્તમાં છે;
વિકારના સોએ દોકડા વિકારમાં છે ને કર્મના સોએ દોકડા કર્મમાં છે. આત્મા અને કર્મ બંને ભેગા થઈને
વિકારભાવ થયો–એમ નથી. આત્મામાં કર્મનું મિશ્રણ થઈ ગયું છે તેથી આત્માના આનંદનો સ્વાદ આવતો
નથી–એમ નથી, પરંતુ મિથ્યાદ્રષ્ટિ જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને તેના સ્વાદમાં અટકે છે ને
ભૂતાર્થસ્વભાવ તરફ વળીને શુદ્ધ આત્માનો અનુભવ કરતો નથી તેથી જ તેને પોતાના આનંદનો સ્વાદ
આવતો નથી.
વાત છે ને મૂળ સિદ્ધાંત જુદો છે. કોઈ તો એમ કહે છે કે આત્મા તો કર્મનું ખિલૌનું (રમકડું) છે, જેમ કર્મ રમાડે
તેમ આત્માને રમવું પડે!–પરંતુ એ તદ્ન ખોટી વાત છે, આવી ઊંધી માન્યતાવાળા અજ્ઞાની જીવો કર્મને જ
આત્મા માને છે, કર્મથી ભિન્ન સ્વભાવની તેમને શ્રદ્ધા જ નથી, અને ભૂતાર્થસ્વભાવની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન
હોય નહિ.
કદી પણ કલ્યાણ થતું નથી. હજી તો કર્મ મને અશુદ્ધતા કરાવે છે–એમ જે માને તેને તો કર્મ અને આત્માનું
ભેદજ્ઞાન પણ નથી તો વિકારથી ભેદજ્ઞાન કરીને ભૂતાર્થસ્વભાવ તરફ તો તે ક્યાંથી વળે? ક્રોધભાવ પોતે
કરે અને પછી કહે કે ‘ક્રોધના ઉદયથી ક્રોધ થઈ ગયો, તેમાં મારો વાંક નથી, કેમ કે ક્રોધના ઉદયથી જીવને
ક્રોધ થાય–એમ ગોમ્મટસારમાં પણ કહ્યું છે.’–તો જ્ઞાની તેને કહે છે કે અરે મૂઢ! શું ગોમ્મટસાર વાંચીને તેં
આવો સાર કાઢયો? ગોમ્મટસારમાં શું કહ્યું છે એ વાતને તું સમજ્યો જ નથી. ત્યાં તો તારા ક્રોધપરિણામ
વખતે સામે કેવું નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા નિમિત્તથી કથન કર્યું છે. જેને અંર્તસ્વભાવની સાચી
દ્રષ્ટિ નથી તેના બધાં પડખાં ભૂલવાળાં હોય છે, અને જેને યથાર્થ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેના બધા
પડખાં યથાર્થ હોય છે. દ્રષ્ટિનું જોર ક્યાં જાય છે–તે જ મૂળ વસ્તુ છે. જેને આત્માના જ્ઞાયક સ્વભાવ ઉપર
દ્રષ્ટિ નથી અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે તે પોતાના આત્માને રાગી–દ્વેષી–અજ્ઞાની જ અનુભવે છે, હું રાગી–
હું દ્વેષી–હું કર્મથી બંધાયેલો ઇત્યાદિ અનેકપ્રકારે અશુદ્ધરૂપે જ તે પોતાને માને છે, પણ શુદ્ધનયના પુરુષાર્થ
વડે આત્મા અને કર્મનો વિવેક કરીને પોતાના એકાકાર શુદ્ધ જ્ઞાયક સ્વભાવને તે દેખતો નથી એટલે તેને
સાચી તત્ત્વશ્રદ્ધા થતી નથી. જેણે ભૂતાર્થ દ્રષ્ટિ પ્રગટ કરીને પોતાના આત્માને કર્મથી ભિન્ન શુદ્ધ જ્ઞાનસ્વરૂપે
જાણ્યો તે બધા આત્માને પણ નિશ્ચયથી તેવા જ જાણે છે. અને જે જીવ પોતાના આત્માને અશુદ્ધ અને
કર્મવાળો જ દેખે છે તે પોતાની ઊંધી દ્રષ્ટિથી બીજા જીવોને પણ તેવા જ માને છે; તે વિપરીત માન્યતાવાળો
મિથ્યાદ્રષ્ટિ છે.
તેમાં ત્રિકાળી શુદ્ધસ્વભાવને ભૂલીને વિકાર તે જ હું–એવી બુદ્ધિ તે મિથ્યાત્વ છે. અને તે વિકારબુદ્ધિ છોડીને,
ત્રિકાળ શુદ્ધસ્વભાવ તે હું–એમ અંતર્મુખ થઈને શુદ્ધનયથી આત્માના ભૂતાર્થસ્વભાવનો અનુભવ કરવો તે
અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત છે. જે જીવ આવું અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તેનું પરિણમન ફરી જાય
છે, તેને અનંત ભવની શંકા ટળી જાય છે ને આત્મામાંથી સિદ્ધદશાના ભણકાર આવી જાય છે.