છે. આત્માની પર્યાયમાં છ પ્રકારની વૃદ્ધિ–હાનિ થવા છતાં તે પોતાના સ્વરૂપમાં એવો ને એવો ટકી રહે છે–એવો
તેના અનંત ગુણો વિખાઈને છિન્નભિન્ન થઈ જતા નથી. આ અગુરુલઘુસ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં
વ્યાપેલો છે એટલે દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડીને અન્યથા થઈ જતું નથી. દ્રવ્યનો કોઈ પણ ગુણ પોતાના
સ્વરૂપને છોડીને અન્યગુણરૂપ થઈ જતો નથી, તેમ જ દ્રવ્યની કોઈ પર્યાય બીજી પર્યાયરૂપે થઈ જતી નથી, સૌ
પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. દ્રવ્ય અનાદિઅનંત પોતાના સ્વરૂપમાં ટકી રહ્યું છે તેનાથી જ તેની શોભા છે.
પોતાના દ્રવ્યની ત્રિકાળી શોભાને ભૂલીને, પરથી પોતાની શોભા માનીને જીવ સંસારમાં રખડી રહ્યો છે. તેને
અહીં આચાર્યદેવ સ્વભાવની શોભા બતાવે છેઃ અરે જીવ! રૂપાળું શરીર વગેરે જડમાં તો તારી શોભા નથી, અને
જીવ સંસારમાં રખડયો–એવી બંધનની વાત કરવી તેમાં પણ તારી શોભા નથી, તારો આત્મા પોતાના
એકત્વશુદ્ધસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તેમાં જ તારી ત્રિકાળી શોભા છે, અને તેની ઓળખાણથી પર્યાયમાં શોભા
પ્રગટે છે. પર્યાય તો નવી પ્રગટે છે, અહીં દ્રવ્યની વાત છે. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાથી આત્મા ત્રિકાળ શોભી
રહ્યો છે–એવો તેનો અગુરુલઘુત્વ સ્વભાવ છે. લોકો બહારની પ્રતિષ્ઠા અને શોભાથી મોટાઈ માને છે, અહીં
આચાર્યભગવાન આત્માની સ્વરૂપ–પ્રતિષ્ઠા બતાવીને તેનો મહિમા સમજાવે છે; આ સમજતાં પર્યાય પણ દ્રવ્ય
તરફ વળીને નિર્મળપણે શોભી ઊઠે છે. આ સિવાય પૈસાથી, શરીરથી, વસ્ત્રથી કે દાગીનાથી, અરે! પુણ્યથી પણ
આત્માની શોભા માનવી તે ખરી શોભા નથી પણ કલંક છે. સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા પોતે સ્વયં
શોભાયમાન છે, કોઈ બીજા વડે તેની શોભા નથી. આત્મા પરમાત્મા થાય એના જેવી કઈ શોભા! અને જેમાંથી
અનંત કાળ પરમાત્મદશા પ્રગટયા કરે–એ દ્રવ્યસામર્થ્યની શોભાની તો શી વાત!! મોટી શોભા ત્રિકાળ દ્રવ્યમાં
છે તેના જ આધારે પર્યાયમાં શોભા