પ્રગટી જાય છે. સિદ્ધદશા તે પર્યાયની શોભા છે, તે એક સમય પુરતી છે ને દ્રવ્યની શોભા ત્રિકાળ છે. એક
સમયની પર્યાયમાં શોભા ક્યારે પ્રગટે?....કે ત્રિકાળ શોભતા દ્રવ્યની સામે દ્રષ્ટિ કરે ત્યારે! જે આમ સમજે તેનું
વલણ દ્રવ્યસ્વભાવ તરફ વળી જાય, તે પરથી પોતાની શોભા માને નહિ એટલે તેની દ્રષ્ટિમાં પર પ્રત્યે
વીતરાગભાવ થઈ જાય–આ રીતે આમાં ધર્મ આવે છે.
આત્મામાં જે અનંતા ગુણો છે તેમાંથી એક પણ ગુણ કદી ઘટતો કે વધતો નથી. પર્યાયમાં વધ–ઘટ હોવા છતાં
ત્રિકાળી દ્રવ્યગુણ વધતા–ઘટતા નથી. હીણી અવસ્થા વખતે આત્માના કોઈ ગુણો ઘટી ગયા એમ નથી, તેમ જ
પૂરી અવસ્થા પ્રગટતાં આત્માના ગુણો વધી ગયા–એમ પણ નથી. એકરૂપ સ્વરૂપમાં પ્રતિષ્ઠાથી ભગવાન
આત્મા ત્રિકાળી મહિમાવંતપણે શોભી રહ્યો છે. આવા શોભતા દ્રવ્યની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં વીતરાગી શોભા
પ્રગટી જાય છે; પણ તે પર્યાય ઉપર દ્રષ્ટિ નથી કેમકે તે પર્યાય પોતે અંતરમાં વળીને ત્રિકાળી દ્રવ્યની શોભામાં
સમાઈ ગઈ છે.
અનંતા ગુણો છે તે બધાય અગુરુલઘુસ્વભાવવાળા છે; પર્યાયમાં હાનિ–વૃદ્ધિ ભલે હો પણ અનંતા ગુણો પોતાના
સ્વરૂપમાં ત્રણેકાળ એવા ને એવા સ્થાયી છે.–આવી સ્વરૂપ–પ્રતિષ્ઠા અનાદિ–અનંત છે. જેમ જિનબિંબ–પ્રતિષ્ઠા
નવી પણ થાય છે ને અનાદિના જિનબિંબ પણ જગતમાં છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય–જિનબિંબ અનાદિથી
પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે અને તેના અવલંબને પર્યાયમાં નવી પ્રતિષ્ઠા (એટલે કે નિર્મળતારૂપી શોભા)
પ્રગટે છે. આ રીતે સદાય સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આત્માનો અગુરુલઘુસ્વભાવ છે. આ અગુરુલઘુસ્વભાવ આખા
દ્રવ્યમાં, તેના અનંત ગુણોમાં ને સમસ્ત પર્યાયોમાં રહેલો છે. એકેક પર્યાય પણ પોતપોતાના સ્વભાવથી
અગુરુલઘુ છે.
શોભાનો અપાર મહિમા છે. અહો! આવા મહિમાથી જેને સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું તે જીવ એકલી
પર્યાયની શોભામાં બધું અર્પી ન દ્યે, પણ દ્રવ્ય–ગુણને સાથે ને સાથે રાખે છે. અપૂર્વ સમ્યગ્દર્શન–જ્ઞાન થયા, પણ
તે ક્યાંથી થયા? ત્રિકાળી દ્રવ્યમાં સામર્થ્ય હતું તેમાંથી થયા છે. માટે તે ત્રિકાળી સામર્થ્યનું અપાર માહાત્મ્ય છે.
આ પ્રમાણે ત્રિકાળીદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને પર્યાયનું સમતોલપણું ધર્મી જીવ જાળવી રાખે છે; અજ્ઞાની જીવ
એકલી પર્યાયના મહિમામાં જ અટકી જાય છે, દ્રવ્યના ધ્રુવમહિમાની તેને ખબર નથી. શ્રી આચાર્યદેવ કહે છે કે હે
ભાઈ! તારા ત્રિકાળી સ્વરૂપથી જ તારી શોભા છે–એમ અમે બતાવ્યું, તે સમજીને તું એકલી પર્યાયના
બહુમાનમાં ન અટકતાં ત્રિકાળી દ્રવ્યનું બહુમાન કર, એમ કરવાથી દ્રવ્યદ્રષ્ટિમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો
સહેજે પ્રગટી જશે અને તારો આત્મા પર્યાયથી પણ શોભી ઊઠશે.
પોતાની અનંતશક્તિરૂપ સંપત્તિ–કે જે આત્માથી કદી પણ જુદી ન પડે–તે જ આત્માની ખરી સંપત્તિ છે, તે
જ આત્માનો ખરો વૈભવ છે અને તેનાથી આત્માની મહત્તા છે. આવા સ્વભાવના બહુમાનમાં પર્યાયમાં
જ્ઞાનાદિ પ્રગટે તેનું અભિમાન થતું નથી; જેને ચૈતન્યની મહત્તાનું ભાન નથી ને જે તુચ્છબુદ્ધિ છે તેને જ
અલ્પ પર્યાયનું ને પરનું અભિમાન થાય છે. પચીસ–પચાસ વર્ષ શરીરનો સંયોગ રહે તેને જ અજ્ઞાની
પોતાની આખી જિંદગી માને છે, પણ આત્મા તો પોતાની અનંત શક્તિથી અનાદિ–અનંત જીવન જીવે છે,
એ જ તેની આખી જિંદગી છે. વળી બહારમાં લક્ષ્મી વગેરેનો સંયોગ આવે ત્યાં તેને પોતાની સંપત્તિ
માનીને અજ્ઞાની અભિમાન કરે છે, પણ તે સંયોગ તો અલ્પકાળ રહીને ચાલ્યો જવાનો છે, તે આત્મા સાથે
કાયમ રહેવાનો નથી માટે તે આત્માની