Atmadharma magazine - Ank 119
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૨૯ઃ
દિવ્યનાદ વચ્ચે આવી સ્વતંત્રતાનો ઢંઢેરો ભગવાનના ઉપદેશમાં આવ્યો.
* અમોઘ વાણી *
શ્રી તીર્થંકરભગવાનના દિવ્યધ્વનિમાં જ્યારે આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવનો ઉપદેશ થયો ત્યારે ઘણા પાત્ર
જીવો ધર્મ પામ્યા; ભગવાનની વાણીનો પવિત્ર ધોધ ઝીલીને અનેક જીવો પાવન થયા. ભગવાનની અપૂર્વ વાણી
કાને પડતાં જ કોઈ જીવો તો અંદરમાં ઉતરીને આત્મભાન પામ્યા, કોઈ જીવોએ શ્રાવકદશા પ્રગટ કરી અને કોઈ
જીવો તો અંતરમાં એકાગ્ર થઈને મુનિ થયા, તથા કોઈ સ્ત્રીઓ અર્જિકા થઈ. એ પ્રમાણે ભગવાનની છત્રછાયામાં
મુનિ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એમ ચારે તીર્થ સ્થપાયા. તીર્થંકરભગવાનની અમોઘ દેશના નીકળે અને તે
વખતે ધર્મ પામનારા જીવો ન હોય–એમ કદી બને નહિ. ભગવાનની દેશના વખતે તે દેશના ઝીલીને ધર્મવૃદ્ધિ
કરનારા પાત્ર જીવો હોય જ. કોઈ એમ કહે કે ‘વૈશાખ સુદ દસમે મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થતાં
ભગવાનની વાણી નીકળી, પણ તે વખતે કોઈ જીવો ધર્મ ન પામ્યા તેથી ભગવાનની પહેલી દેશના નિષ્ફળ
ગઈ’–તો તે વાત યથાર્થ નથી; અમુક વખત સુધી તીર્થંકર ભગવાનની વાણી ન છૂટે તે વાત જુદી છે, પરંતુ
વાણી છૂટે અને નિષ્ફળ જાય એમ તો કદી બને જ નહિ. ભગવાનની દિવ્યવાણી તો ‘અમોઘ વાણી’ છે, તે કદી
ખાલી જાય નહીં. વૈશાખ સુદ દસમે મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું પણ વાણી ન છૂટી, વાણી તો છાંસઠ
દિવસ પછી અષાઢ વદ એકમે છૂટી. પહેલાં અહીં વાણીની લાયકાત ન હતી તેમ જ સામે પણ વાણી ઝીલનાર
ઉત્કૃષ્ટ પાત્ર જીવ કોઈ ન હતા. જ્યાં અહીં વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં સામે ગૌતમ– સ્વામીની પણ
ગણધરપદ માટે તૈયારી થઈ ગઈ;–બંનેનો સહજ મેળ થઈ જાય છે. ભગવાનની વાણી નીકળે અને તે ઝીલીને
ધર્મ સમજનાર પાત્ર જીવ કોઈ ન હોય–એમ બને નહિ, એટલે કે ત્યાં નિમિત્ત–નૈમિત્તિકનો મેળ કદી તૂટે નહીં.
આમ છતાં, ભગવાનની વાણીને લીધે સામો ધર્મ સમજી જાય છે–એવી પરાધીનતા પણ નથી.
ભગવાન પોતે પૂર્વે જ્યારે સાધક ભૂમિકામાં હતા ત્યારે પોતામાં ધર્મવૃદ્ધિના વિકલ્પથી તીર્થંકર નામકર્મ
બંધાયું અને તેના ઉદયથી દિવ્યવાણી છૂટી; તો તે વાણી વખતે તેને ઝીલીને ધર્મની વૃદ્ધિ કરનારા જીવો પણ જરૂર
હોય જ છે, ન હોય એમ બને નહિ.
–એજ પ્રમાણે, અહીં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પોતે કહે છે કે–જગતના જીવોને સત્ય સમજાવવાનો
વિકલ્પ ઊઠતાં આ કાળે અમારી વાણી રચાય છે, તો તે વાણી ઝીલીને સત્ સમજનારા પણ આ કાળે ન હોય–
એમ બને નહિ. જુઓ, પાંચમી ગાથામાં તેઓશ્રી કહે છે કે–
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाणं चुक्किज्ज छलं ण धेत्तव्वं।।
–આ સમયસારમાં હું મારા આત્માના નિજવૈભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ દર્શાવું છે. ‘હું દેખાડું છું ને તમે
પ્રમાણ કરજો’ એમ કહ્યું તો ત્યાં પ્રમાણ કરનારા જીવો ન હોય એમ બને નહિ. શુદ્ધ આત્માને કહેનારી અમારી
વાણી નીકળી ને સામે શુદ્ધાત્માને સમજનારા ન હોય એમ ત્રણકાળમાં ન બને. અમે આત્માની જે વાત કહેવા
માગીએ છીએ તે વાતને ઝીલનારા પાત્ર જીવો પણ છે તેને અમે કહીએ છીએ કે ‘તું તારા સ્વાનુભવથી પ્રમાણ
કરજે.’ સામે પ્રમાણ કરનારા પાત્ર જીવોને ભાળીને એ વાણી નીકળી છે. ‘હું કહું છું માટે તું માની લેજે.’ એમ
આચાર્યદેવ નથી કહેતા, પણ હું મારા આત્મવૈભવથી કહું છું ને તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે–એમ કહ્યું છે
એટલે સામા ઉપર જવાબદારી નાંખી છે, તેમાં પ્રમાણ કરવાની લાયકાત પણ આવી જાય છે.
અહીં ઉપાદાન નિમિત્તની અપૂર્વ સંધિથી આચાર્યદેવ કહે છે કે અમારી શુદ્ધાત્માને દર્શાવનારી વાણીને જે
જીવે નિમિત્ત તરીકે સ્વીકારી છે તે જીવના ઉપાદાનમાં પણ શુદ્ધાત્માને સમજવાની પાત્રતા છે. ‘અરે! આ દુષમ
પંચમકાળમાં મારી આવા શુદ્ધાત્માને કહેનારી વાત પ્રમાણ કરનારા નહિ મળે’–એમ આચાર્યદેવ નથી કહેતા,
પણ ‘હું દર્શાવું તે પ્રમાણ કરજો’ એમ કહીને આચાર્યદેવ એમ કહે છે કે ‘અમે સીધો તીર્થંકર ભગવાનનો દિવ્ય
ઉપદેશ સાંભળીને ઝીલ્યો છે, તો ભગવાનની જેમ અમારા ઉપદેશને ઝીલીને સમજનારા ભરતક્ષેત્રમાં ન હોય
એમ બને નહિ. જેમ ભગવાનની અમોઘ વાણી નીકળે અને તે સમજનારા ન હોય એમ બને નહિ તેમ અમારો
આ શુદ્ધાત્માનો ઉપદેશ હોય અને તે સમજનારા ન હોય–