Atmadharma magazine - Ank 119
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૩૧ઃ
–અને–
સમ્યગ્દ્રષ્ટિની ભવભ્રમણથી છૂટકારાની નિઃશંકતા
(શ્રી માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પૂ. ગુરુદેવશ્રીનું
પ્રવચન સોનગઢઃ વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૨)
***
સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધનયરૂપી અતીન્દ્રિયચક્ષુ વડે
પોતાના આત્માને શુદ્ધપણે દેખે છે, અંતરમાં
તેને જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં છે. આચાર્યદેવ કહે છે
કે અરે જીવ! તું તારી શુદ્ધનયરૂપી આંખને
ઉઘાડ અને તારા આત્માને શુદ્ધજ્ઞાયકસ્વરૂપે
દેખ. આવી દ્રષ્ટિ વગર કદી ભવભ્રમણનો અંત
આવતો નથી...જે જીવ આવું અપૂર્વ સમ્યગ્દર્શન
પ્રગટ કરે છે તેનું પરિણમન ફરી જાય છે, તેને
અનંત ભવની શંકા ટળી જાય છે ને
આત્મામાંથી સિદ્ધદશાના ભણકાર આવી જાય
છે. અંતર્મુખ થઈને આત્માના ભૂતાર્થસ્વભાવનો
અનુભવ કરવો તે અપૂર્વ સમ્યગ્દર્શન થવાની
રીત છે.
‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो’
ધર્મની મૂળ શરૂઆત કઈ રીતે થાય છે તે આ સમયસારની અગિયારમી ગાથામાં આચાર્યદેવે
બતાવ્યું છે. આ દેહમાં રહેલો દરેક આત્મા જ્ઞાનાદિ અનંતગુણનો પિંડ છે, તે આત્માના અભેદરૂપ
અવલંબનથી આત્માને સમ્યગ્દર્શન થાય છે; તે સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે, ત્યાંથી જ ધર્મની શરૂઆત
થાય છે. આ સિવાય કોઈ નિમિત્તના, રાગના, પર્યાયના કે વ્યવહારના અવલંબનથી ધર્મ થતો નથી.
સમ્યગ્દર્શન વખતે દેવ–ગુરુ વગેરે નિમિત્તનો સંયોગ હોય પણ તેના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી; તે
વખતે શુભરાગ હોય તેના અવલંબને પણ સમ્યગ્દર્શન થતું નથી; પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ હોય તેના
અવલંબને પણ સમ્યગ્દર્શન થતું નથી; અને અખંડ આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે ગુણોના ભેદ પાડીને
લક્ષમાં લેવાથી પણ સમ્યગ્દર્શન થતું નથી–એકરૂપ અભેદ આત્માના અવલંબને જ સમ્યગ્દર્શન થાય છે.
નિમિત્ત, રાગ, પર્યાય અને ગુણભેદ–એ બધાય વ્યવહારને અભૂતાર્થ કરીને એટલે કે તેના ઉપરની દ્રષ્ટિ
છોડીને અભૂતાર્થરૂપ અભેદ આત્માને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન કહો....શાંતિ કહો...હિત
કહો....શ્રેય કહો....કલ્યાણ કહો....ધર્મ કહો કે અનાદિના અજ્ઞાનનો નાશ કહો.....તેની આ જ રીત છે. આ
સિવાય બીજી રીતે સમ્યગ્દર્શન થતું નથી.
વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે એમ કહ્યું હતું પરંતુ તે વ્યવહાર પોતે અંગીકાર કરવા જેવો નથી કેમ