Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૫૩ :
રાગ થાય છે–એમ માનીને તે રાગ કરે છે એટલે પોતાના સ્વભાવનું બહુમાન તે ચૂકી જાય છે, તેને સ્વભાવદ્રષ્ટિ
નહિ હોવાથી તે રાગને જ પોતાનું સ્વરૂપ માનીને તેનો કર્તા થાય છે, તેમ જ તે રાગને ધર્મનું સાધન માને છે, –
એને ભગવાને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. દેવ–ગુરુ–શાસ્ત્ર તો જગતમાં સદાય છે, જો તેમને લીધે રાગ થતો હોય તો
તો રાગ સદા થયા જ કરે! પરને લીધે મને રાગ થાય છે–એમ જેણે માન્યું તેના અભિપ્રાયમાં રાગ સદાય રહ્યા
જ કરે છે, પરથી પાછો ખસીને સ્વમાં ઠરવાનું તેને રહેતું નથી, એટલે કે તેને ધર્મ થતો નથી. રાગ તો ધર્મીનેય
થાય, પરંતુ તે જાણે છે કે આ રાગ મારી પર્યાયની કચાશથી થાય છે, મારી પર્યાયમાંથી હજી રાગ થવાની
લાયકાત સર્વથા ટળી નથી તેથી રાગ થાય છે; પરને લીધે રાગ થતો નથી તેમ જ મારા સ્વભાવમાં પણ રાગ છે
નહીં; મારું ચિદાનંદસ્વરૂપ રાગરહિત છે તેમાં એકાગ્રતાથી પર્યાયની સબળાઈ થતાં તે રાગ ટળી જશે. આ રીતે
ધર્મીને પોતાના પરિપૂર્ણ સ્વભાવની જ ભાવના છે, પરની કે રાગની ભાવના નથી. –આમ ધર્મી અને અધર્મી
જીવની માન્યતામાં મોટો ફેર છે.
• કલ્યણન રસ્ત •
શાંતિનાથ ભગવાનનો દિવ્યધ્વનિ કહે છે કે હે ભાઈ! તું ભાવના તો સ્વભાવની કર! સ્વભાવની
ભાવના કરવા માટે પહેલાંં યથાર્થ વસ્તુસ્થિતિ નક્કી કર. યથાર્થ વસ્તુને ઓળખ્યા વગર મિથ્યાત્વાદિક ભાવોને
જ અનાદિકાળથી ભાવ્યા છે, પણ ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને સમ્યગ્દર્શનાદિ ભાવોને કદી સેવ્યા નથી;
એકવાર પણ જો સમ્યગ્દર્શનાદિ ભાવોને સેવે તો અલ્પકાળમાં મોક્ષ થયા વિના રહે નહિ. પરદ્રવ્ય મને લાભ કરે
અથવા તો પરદ્રવ્ય મારા રાગનું કારણ છે અને રાગથી મને ધર્મ થશે–એવા પ્રકારની માન્યતા તે બધી
મિથ્યાત્વભાવની જ ભાવના છે. જો ખરેખર પરવસ્તુ જ તારા રાગનું કારણ હોય તો તો પરવસ્તુ જ રાગની
ખાણ થઈ; અને એમ થતાં તો, પરવસ્તુ ત્રિકાળ હોવાથી પણ રાગ ત્રણેકાળ થયા જ કરશે, એટલે રાગ ટળીને
કલ્યાણ થવાનો તો પ્રસંગ જ નહિ રહે! –માટે તારો એ અભિપ્રાય છોડ, ને પરના કારણે રાગ થતો નથી પણ
પોતાની પર્યાયના અપરાધથી જ રાગ થાય છે એમ સમજ. –વળી જો રાગથી ધર્મ થાય તો તો આત્મા
રાગસ્વરૂપ જ ઠર્યો એટલે તે માન્યતામાં પણ રાગ ટાળીને કલ્યાણ થવાનો પ્રસંગ રહેતો નથી. –માટે હે જીવ!
રાગથી ધર્મ થવાની બુદ્ધિ પણ છોડ ને ધુ્રવ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કર; ચૈતન્યસ્વભાવના અવલંબને જે
સમ્યગ્દર્શનાદિ ભાવો પ્રગટે તે જ લાભનું કારણ છે અને તે જ ધર્મ છે–એમ તું સમજ. –આ જ તારા કલ્યાણનો
રસ્તો છે.
• રાગનું કારણ કોણ? •
હે જીવો! તમારો મૂળ ચૈતન્યસ્વભાવ સિદ્ધભગવાન જેવો શુદ્ધ છે, તે સ્વભાવ રાગનું કારણ નથી, તેમ
જ કોઈ પરવસ્તુ પણ રાગનું કારણ નથી. –આવું વસ્તુસ્વરૂપ સમજીને ચૈતન્યસ્વભાવની ભાવના કરો. આ
સમજ્યા સિવાય પંડિતાઈ કે ત્યાગીપણું તે બધું ‘રણમાં પોક’ સમાન મિથ્યા છે, તેનાથી કદાચ પુણ્ય બંધાય પણ
તેમાં અત્માનું શરણ નથી, તેનાથી આત્માને શાંતિ કે કલ્યાણ થતું નથી.
જ્ઞાની–ધર્માત્માને પર્યાયની નબળાઈથી અલ્પ રાગાદિ થાય છે પણ ચૈતન્યસ્વભાવની ભાવના છોડીને તે
રાગની ભાવના કદી પણ કરતા નથી એટલે કે તે પર્યાયના રાગને દ્રવ્યસ્વભાવમાં સ્વીકારતાં નથી, તેમ જ
પરવસ્તુને તે રાગનું કારણ માનતા નથી. –આમ હોવાથી જ્ઞાનીના રાગની પાછળ અભિપ્રાયનું જોર તૂટી ગયું છે
એટલે તે રાગ લૂલો થઈ ગયો છે, ચૈતન્યની અધિકતામાં કદી રાગની અધિકતા થતી નથી. જે જીવ રાગના
યથાર્થ કારણને સમજતો નથી ને પરદ્રવ્યને રાગનું કારણ માને છે તે અજ્ઞાનીને તો રાગની પાછળ ઊંધા
અભિપ્રાયનું જોર હોવાથી અનંતો રાગ છે, ચૈતન્યની અધિકતાનું તેને ભાન નથી. યથાર્થ વસ્તુસ્થિતિના ભાન
વગર અનંતો રાગ–દ્વેષ ટળી શકે જ નહિ.
સર્વજ્ઞભગવાનની ભક્તિનો, જિનમંદિર બંધાવવાનો વગેરે પ્રકારનો શુભરાગ થાય તે જુદી વાત છે,
પરંતુ ત્યાં સમજવું જોઈએ કે આ રાગનું કારણ ખરેખર સર્વજ્ઞ–ભગવાન કે જિનમંદિર વગેરે પરદ્રવ્ય નથી. જો
ખરેખર તે જ રાગનું કારણ હોય તો બધાય જીવોને તે પ્રકારનો રાગ થવો જોઈએ અને કેવળીને પણ રાગ થવો
જોઈએ. –પણ એમ બનતું નથી, માટે પરદ્રવ્ય રાગનું કારણ નથી પણ જે જીવોની પર્યાયમાં તે પ્રકારનો રાગ
થવાની લાયકાત છે તેમને જ તેવો રાગ થાય છે ને તેવા રાગ વખતે તે નિમિત્તનો ઉપર લક્ષ જાય છે. આ રીતે
પોતાની પર્યાયની લાયકાત સિવાય બીજું કોઈ કારણ છે જ નહિ,