Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
: ૨૫૨ : : આસો: ૨૪૭૯
નથી પણ તુચ્છતા છે. –આ પ્રમાણે સ્વભાવની મહત્તા અને વિકારની તુચ્છતા ભાસતાં જ્ઞાનીને તે વિકારમાંથી
આત્મબુદ્ધિ છૂટી જાય છે. સ્વભાવની દ્રષ્ટિથી મારા આત્મામાં વિકાર છે જ નહિ, માટે હું વિકારનો કર્તા નથી; હું
તો જ્ઞાનસ્વરૂપ છું–આ પ્રમાણે ઓળખીને વિકારરહિત સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરવાં તે ધર્મી આત્માનું કાર્ય છે,
તેના વડે ધર્મી જીવ ઓળખાય છે, અને ભગવાનના ઉપદેશનું પણ એ જ તાત્પર્ય છે.
સર્વજ્ઞ ભગવાને દિવ્યધ્વનિમાં જે કહ્યું તે જ વાત શ્રી કુંદકુંદાચાર્યપ્રભુએ સમયસારમાં બતાવી છે, ને તે જ
અહીં કહેવાય છે. જે જીવ પાત્ર થઈને આ વાત સમજશે તે જરૂર અલ્પકાળે મુક્ત થશે... અને જે નહિ સમજે તે
તો અનાદિથી રખડી જ રહ્યા છે એટલે તેની શું વાત કરવી? જગતમાં સંસાર, મોક્ષ અને મોક્ષનો માર્ગ–બધું
અનાદિઅનંત છે, તેમાંથી એકેયનો કદી સર્વથા અભાવ થવાનો નથી. હા, એક જીવ પોતાના આત્મામાંથી
સંસારનો અભાવ કરીને મોક્ષદશા પ્રગટ કરે છે, તેની અપેક્ષાએ સંસારનો અંત અને મોક્ષની આદિ છે.
ચેતન્યતત્ત્વને જે જીવ સમજે તેની મુક્તિ થાય છે. બાકી રખડવાની અહીં વાત નથી. ભગવાનની વાણી જીવોને
મોક્ષમાર્ગ બતાવનારી છે, –બીજી રીતે કહીએ તો અનાદિકાળથી જે ઊંધા ભાવે સંસારમાં રખડયો તેની ગુલાંટ
મારીને મોક્ષમાર્ગનો સવળો ભાવ જે જીવ પ્રગટ કરે તેણે જ ભગવાનની વાણી ઝીલી છે.
• અહો! ચૈતન્યનો મહિમા અને ધર્માત્માની નિર્માનતા •
દિવ્યધ્વનિમાં નિમિત્તરૂપ થાય એવા રજકણો સાધક અવસ્થામાં જ બંધાય છે, અને તે બંધાવાના કાળે
જીવને તદ્ન નિર્માનતા હોય છે; તેને અંતરમાં ચૈતન્ય ભગવાનનો મહિમા ભસ્યો છે એટલે પરમાં ક્યાંય
અભિમાન થતું નથી. માનના વિકલ્પનેય જ્ઞાની પોતાનું કાર્ય માનતા નથી. જુઓ, તીર્થંકરનામકર્મ કોને બંધાય?
–અજ્ઞાનીને ન બંધાય; અજ્ઞાની તો ચૈતન્યના મહિમાને ચૂકીને ક્ષણેક્ષણે જગતના પદાર્થોનું અભિમાન કરે છે.
જ્ઞાની પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવને જાણે છે ને માનને પોતાનું માનતા નથી, પોતાના ચિદાનંદ સ્વભાવ સિવાય
બીજે ક્યાંય તેને ધણીપણું રહ્યું નથી એટલે જગત પાસેથી માન લેવાનું માનતા નથી. અહો! મારા અનંત
ચૈતન્યસ્વભાવનું માન મારી પાસે જ છે, જગતના પદાર્થોમાં મારું માન નથી; જગતમાં સર્વોત્કૃષ્ટ બહુમાન યોગ્ય
મારો આત્મા જ છે, કોઈ પરને લીધે મારા આત્માનો મહિમા નથી, મારો મહિમા મારા સ્વભાવથી જ છે. –આ
પ્રમાણે નિજસ્વભાવના મહિમાના જોરે માનને ગાળીને નિર્માનતા થઈ ગઈ અને નિર્મળ સ્વરૂપમાં સમાતાં
સમાતાં કાંઈક રાગ બાકી રહી ગયો ત્યાં તે ધર્માત્માને, ત્રિભુવનનાથ થાય એવું તીર્થંકરનામકર્મ બંધાઈ જાય છે,
ને ઈન્દ્રો તેના ચરણમાં શિર ઝુકાવે છે. માન માંગે તેને મળતાં નથી; અજ્ઞાની પરનું અભિમાન કરે છે ને પરથી
પોતાની મોટાઈ માને છે, તેને તીર્થંકરનામકર્મ બંધાતું નથી. સાચું માન તો પોતાના પરિપૂર્ણ સ્વભાવની ભાવના
કરવી તેમાં જ છે, જ્ઞાનીને ચૈતન્યસ્વભાવના મહિમા પાસે પરનો અહંકાર ઊડી ગયો છે, તે ત્રણલોકના નાથ
થાય છે.
• ધર્માત્માનું ધર્મકર્તવ્ય •
‘મારા સ્વભાવ તરફ વળીને જે પર્યાય અભેદ થઈ તેનો હું કર્તા, ને તે નિર્મળપર્યાય મારું કર્મ છે, વિકાર
ખરેખર મારું કર્મ નથી તો પછી જડની ક્રિયા તો મારું કર્મ (–કાર્ય) ક્યાંથી હોય? હું ચૈતન્યસ્વરૂપ આત્મા કર્તા,
ને નિર્મળપર્યાય મારું કર્મ, તેનું સાધન પણ હું જ છું, સંપ્રદાન પણ હું જ છું, તેમ જ અપાદાન અને અધિકરણ
પણ હું જ છું; પરમાર્થે દ્રવ્ય–પર્યાયની અભેદતામાં તો કર્તા–કર્મ વગેરે ભેદના વિકલ્પ પણ નથી, –હું એક અખંડ
જ્ઞાયક છું. ’ –આમ ધર્મીની દ્રષ્ટિ પોતાના અભેદ સ્વભાવમાં પડી છે, ને તે દ્રષ્ટિમાં નિમળ નિર્મળ પર્યાયો થતી
જાય છે તે ધર્મીનું ધર્મકર્તવ્ય છે. આત્માના ધર્મ કર્તવ્યમાં બહારના કોઈ સાધનો નથી.
• ધર્મી અને અધર્મી જીવની માન્યતામાં મોટો ફેર •
ધર્મીનેય શુભરાગ વખતે દેવ–ગુરુ–શાસ્ત્રના બહુમાનનો ભાવ આવે છે પણ તે વખતેય તેને સ્વભાવનું
બહુમાન ખસતું નથી; તેને ભાન છે કે મને પર–પદાર્થના કારણે આ શુભરાગ નથી થયો, તેમ જ દ્રષ્ટિમાં તેને
રાગનું કર્તૃત્વ રહ્યું નથી. પર્યાયબુદ્ધિવાળો અધર્મી જીવ દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરને દેખીને તેમના કારણે
બહુમાનનો ભાવ થવાનું માને છે, દેવ–ગુરુ–શાસ્ત્ર સારાં છે માટે મને તેમના બહુમાનનો