Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૫૧ :
મુક્તજીવની વાણીમાં મુક્તિપંથનો ઉપદેશ
[શાંતિનાથ પ્રભુએ કરેલો શાંતિનો ઉપદેશ]
[૩]
[આત્મધર્મના “૧૧૯” મા અંકમાં છપાયેલા લેખનો બાકીનો અંતિમ ભાગ]
દિવ્યધ્વનિ એ મુક્તજીવની વાણી છે ને તે મુક્તિનો પંથ બતાવનારી
છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા સમજીને, પર્યાય અંતર્મુખ થઈને પોતાના
દ્રવ્યનો આશ્રય લ્યે તે જ મુક્તિનો પંથ છે. સર્વે ભગવંતો આ રીતે જ મુક્તિ
પામ્યા અને આવો જ મોક્ષનો માર્ગ તેમણે જગતને ઉપદેશ્યો. જેમ ભગવાન
મોક્ષ પામ્યા તેમ તેમની વાણીમાં કહેલા આ માર્ગને સમજીને જગતના જીવો
મોક્ષ ન પામે એમ બને નહિ. જે સમજીને સ્વાશ્રય કરે તે જરૂર મોક્ષ પામે...
જે સમજે તેની બલિહારી છે.
• મુક્ત થનારની જ વાત •
ભગવાનની દિવ્યવાણીનો આશય ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં લગાવવાનો છે એટલે તેમાં મુક્ત થનારની
જ વાત છે. જે જીવ સ્વાશ્રય કરીને મોક્ષમાર્ગ પ્રગટ નથી કરતો તેને માટે ભગવાનનો ઉપદેશ ખરેખર છે જ
નહિ. જે જીવ પરાશ્રયપણું છોડીને સ્વાશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કરે છે તે જ ભગવાનના ઉપદેશને સમજ્યો છે અને
ખરેખર તેને માટે જ ભગવાનનો ઉપદેશ છે.
અનાદિથી એકેક સમય કરીને ગમે તેટલો કાળ મલિનતા સેવી છતાં આત્મામાં તે મલિનતા એક સમય
કરતાં ગાઢી થઈ નથી. અશુદ્ધતાનો કાળ લંબાય તેથી કાંઈ અનેક સમયની અશુદ્ધતા ભેગી થઈને તેની પુષ્ટિ થઈ
જાય–એમ બનતું નથી. ‘અનંતકાળ પહેલાંં જે સિદ્ધ થયા તે આત્માને ઓછી મલિનતા હતી તેથી તે પહેલાંં સિદ્ધ
થયા, અને અત્યારે જે સિદ્ધ થાય તે આત્માને વધારે મલિનતા હતી તેથી તે પાછળથી સિદ્ધ થયા’ –એમ નથી.
અશુદ્ધતાનો કાળ લંબાય તેથી કાંઈ અશુદ્ધતાની પુષ્ટિ થઈ જતી નથી, કેમ કે પહેલાં સમયની જે અશુદ્ધતા હતી તે
તો બીજા સમયે અજ્ઞાનીને પણ ટળી જ જાય છે; પહેલાં સમયની અશુદ્ધતા કાંઈ બીજા સમયમાં ભળતી નથી,
બીજા સમયની અશુદ્ધતા નવી ઉત્પન્ન થાય છે; એ રીતે નવી–નવી અશુદ્ધતા ઉત્પન્ન થઈને તેનો કાળ લંબાય,
પણ બે સમયની અશુદ્ધતા ભેગી થઈને એક સમયની પર્યાયમાં તેની ઉગ્રતાની પુષ્ટિ થાય–એમ ન બને. તેમ જ
એક સમયની પર્યાયની અશુદ્ધતા દ્રવ્ય–ગુણને કાંઈ અશુદ્ધ કરી નાંખે એમ પણ ન બને. દ્રવ્ય–ગુણ તો બધા
આત્માને ત્રિકાળ શુદ્ધ જ છે, માત્ર પર્યાયમાં અશુદ્ધતા છે. ભગવાનની વાણી દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ
બતાવીને, દ્રવ્યના અવલંબને પર્યાયની અશુદ્ધતાનો નાશ કરવાનું બતાવે છે. ધર્મી જાણે છે કે મારા ત્રિકાળ ધુ્રવ
રહેનાર પવિત્ર સ્વભાવ પાસે એક સમયની પર્યાયનું વિકારનું જોર નથી, ધુ્રવસ્વભાવના સામર્થ્યની મહત્તા પાસે
તે વિકારની મહત્તા