Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
: ૨૫૬ : : આસો: ૨૪૭૯
અહો સર્વજ્ઞતાનો મહિમા!
[પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી તારવેલું]
• સર્વજ્ઞદેવને નમસ્કાર હો.
* * *
• ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.
મોક્ષમાર્ગના મૂળઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ.
* * *
• નિશ્ચયથી જેવો સર્વજ્ઞભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; તેથી સવર્જ્ઞને
ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે; જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ
ઓળખતો નથી.
* * *
• સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ ફેરફાર
કરે એવી શક્તિ આત્મામાં કદી નથી.
* * *
• અહો! સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે.
• તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાનક્રિયાનો સ્વામી છું પણ પરની ક્રિયાનો સ્વામી હું નથી.
* * *
• આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે; પણ આત્માની
શક્તિનો વિકાસ થતાં તે પરનું કાંઈ કરી દે–એમ બનતું નથી.
* * *
• સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે;
• તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાનપર્યાય તો પોતે
જ અલ્પજ્ઞ છે, તે અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય?
• અલ્પજ્ઞપર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય;
ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે.
• પ્રતીત કરનારી તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે.
• દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ.
* * *
• અલ્પજ્ઞપર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર
અલ્પજ્ઞપર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો
નંદન’ થયો છે.
• હજી પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલાંં પણ ‘મારો આત્મા ત્રણેકાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની
તાકાતવાળો છે’ –એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું
સ્વરૂપ ન માને, પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દ્રષ્ટિ હોય.
* * *