આચાર્યદેવ અપ્રતિબુધ્ધ જીવને
આત્માનું સ્વરૂપ ઓળખાવે છે
–][–][–][–][–][–][–][–][–][–][–][–][–][–][–
હે ભાઈ! જડથી ભિન્ન તારું ચૈતન્ય–
તત્ત્વ અમે તને બતાવ્યું, તે જાણીને હવે તું
પ્રસન્ન થા...સાવધાન થા....અને ચૈતન્યસ્વરૂપ
આત્માને જ તારા સ્વદ્રવ્ય તરીકે અનુભવ.
[૧]
દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખબર નથી, અને અજ્ઞાનભાવથી ‘શરીર તે જ હું, શરીરનાં કામ
મારાથી થાય છે–’ એમ જે માની રહ્યો છે, એવા મૂઢ જીવને આચાર્યદેવ કરુણાપૂર્વક સમજાવે છે કે–અરે મૂઢ! તારો
આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ છે, તે ચૈતન્યસ્વરૂપ આત્મા જડ કયાંથી થઈ ગયો કે તું જડને પોતાનું માને છે?
તારો આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ જ છે, તે કદી જડરૂપ થયો નથી; ચૈતન્યસ્વરૂપ આત્માને જડ સાથે એકમેકપણું
કદી થયું નથી, સદાય ભિન્નપણું જ છે; માટે હે ભાઈ! હવે તું જડ સાથે એકમેકપણાની માન્યતાને છોડ અને તારા
ચૈતન્યસ્વરૂપ આત્માને દેખ. તારા આત્માનો વિલાસ જડથી જુદો, ચૈતન્યસ્વરૂપ છે. આવા ચૈતન્યવિલાસી આત્માને
એકને જ સ્વતત્ત્વપણે તું દેખ.
*
[૨]
આ વાત કોને સમજાવે છે?–જે અનાદિથી ધર્મનો તદ્ન અજાણ છે, જેને શરીરથી જુદી આત્મતત્ત્વના
સ્વરૂપની ખબર નથી–એવા અજ્ઞાનીને આ વાત સમજાવે છે. તે જીવ અજ્ઞાની હોવા છતાં આત્માનું સ્વરૂપ
સમજવાનો કામી છે–જિજ્ઞાસુ છે, ને વિનયપૂર્વક તે વાત સાંભળવા ઊભો છે એટલે તે આત્માને સમજવાની
પાત્રતાવાળો છે, તેથી આચાર્યદેવ જે રીતે સમજાવશે તે રીતે તે સમજી જશે.
*
[૩]
ભાઈ રે! હવે તું સાવધાન થા, અને તારા ચૈતન્યસ્વરૂપને સંભાળ. અત્યારસુધી તો અજ્ઞાનને લીધે જડ–
ચેતનનું એકમેકપણું માનીને તું ભવમાં રખડયો, પણ હવે અમે તને જડથી ભિન્ન તારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ બતાવીએ
છીએ, તે જાણીને
કારતકઃ ૨૪૮૦
ઃ ૯ઃ