Atmadharma magazine - Ank 121
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
તું સાવધાન થા. સાવધાન થઈને એમ જાણ કે અહો! હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું, પૂર્વે પણ હું ચૈતન્યસ્વરૂપ જ
હતો. જડ શરીર મારાથી સદાય અત્યંત ભિન્ન છે; મારું ચૈતન્યસ્વરૂપ જડથી ભિન્ન જ રહ્યું છે–આમ પોતાના
ચૈતન્યસ્વરૂપને જાણીને તું પ્રસન્ન થા....આનંદમાં આવ. તારા ચૈતન્યસ્વરૂપને ઓળખતાં જ તને અંતરમાં અપૂર્વ
પ્રસન્નતા અને આનંદ થશે. ‘હું ચૈતન્યપરમેશ્વર છું, જેવા પરમાત્મા છે તેવું જ મારું સ્વરૂપ છે, મારું કાંઈ બગડયું
નથી–’ આમ સમજી તારું ચિત્ત ઉજ્જવળ કર...હૃદયને ઊજળું કર....પ્રસન્ન થા અને આહ્લાદ કર કે– અહો! આવો
મારો આનંદઘન ચૈતન્યસ્વભાવ! ભાઈ! આમ કરવાથી તારું અનાદિનું મિથ્યાત્વ ટળી જશે ને તારા ભવભ્રમણનો
અંત આવી જશે.
*
[૪]
આત્મા ચૈતન્યસ્વરૂપ છે ને રાગાદિ ભાવો તો બંધસ્વરૂપ છે. હે ભાઈ! તારા આત્માને બંધનની ઉપાધિનું
અતિ નિકટપણું હોવા છતાં, બંધ સાથે એકમેકપણું નથી; રાગાદિ ભાવો તારા ચૈતન્યસ્વભાવરૂપ થઈ ગયા નથી.
જ્ઞાનને અને રાગને જ્ઞેયજ્ઞાયકપણું છે તેમ જ એકક્ષેત્રાવગાહપણું છે, પરંતુ તેમને એકપણું નથી; જ્ઞાનનો અને રાગનો
સ્વભાવ ભિન્ન ભિન્ન છે. આમ હોવા છતાં જે જીવ જ્ઞાન અને રાગને એકમેકપણે જ માની રહ્યો છે તેને આચાર્યદેવ
કહે છે કે અરે દુરાત્મા! હાથી વગેરે પશુ જેવા સ્વભાવને તું છોડ છોડ! જેમ હાથી લાડવા અને ઘાસના સ્વાદનો
વિવેક કર્યા વગર તે બંનેને ભેગાં કરીને ખાય છે, તેમ તું પણ જડ–ચેતનનો વિવેક કર્યા વગર બંનેને એકપણે
અનુભવે છે,–તેને તું છોડ, અને પરમ વિવેકથી ભેદજ્ઞાન કરીને તારા ચૈતન્યસ્વરૂપ આત્માને જડથી ને વિકારથી
અત્યંત જુદો તું જાણ. અહીં ‘હે દુરાત્મા!’ એમ કહ્યું તેનો અર્થ એમ છે કેઃ અરે ભાઈ! ચૈતન્ય સ્વરૂપને ચૂકીને જડ
શરીરને પોતાનું માનવારૂપ જે મિથ્યાત્વભાવ છે તે દુરાત્મપણું છે તેને તું છોડ, અને “હું ચૈતન્યસ્વરૂપ સદા
ઉપયોગમય આત્મા છું”–એમ સમજીને તું પવિત્રાત્મા થા.–આ રીતે દુરાત્માપણું છોડીને પવિત્ર–આત્મપણું પ્રગટ
કરવાની પ્રેરણા કરી છે.
*
[પ]
શ્રી સર્વજ્ઞ ભગવાનની સાક્ષી આપીને આચાર્યદેવ કહે છે કે અરે જીવ! સર્વજ્ઞ ભગવાને તો જીવને નિત્ય
ઉપયોગસ્વભાવરૂપ જોયો છે. સાંભળનાર શિષ્ય વ્યવહારે તો સર્વજ્ઞ ભગવાનને માનનારો છે તેથી આચાર્યદેવ
સર્વજ્ઞની સાક્ષી આપીને તેને સમજાવે છેઃ હે ભાઈ! આપણા સર્વજ્ઞ ભગવાન આખા વિશ્વને પ્રત્યક્ષ જાણનારા છે, તે
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનથી તો એમ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જીવદ્રવ્ય સદા ઉપયોગમય છે, અને શરીરાદિક તો
અચેતન છે જો તું એમ કહે છે કે ‘શરીરાદિક પુદ્ગલદ્રવ્ય મારાં છે’–તો હે ભાઈ! સર્વજ્ઞભગવાને સદા ચેતનરૂપ
જોયેલું એવું જીવદ્રવ્ય તે અચેતન ક્યાંથી થઈ ગયું કે જેથી તું પુદ્ગલદ્રવ્ય પોતાનું માને છે! જેમ પ્રકાશને અને
અંધકારને એકતા નથી પણ અત્યંત જુદાપણું છે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્માને અને જડને એકતા નથી પણ અત્યંત
જુદાપણું છે. જેમ જડ સાથે એકતા નથી તેમ રાગાદિક સાથે પણ ચૈતન્યસ્વરૂપની એકતા નથી, ચૈતન્યસ્વરૂપ રાગથી
પણ જુદું છે, ચૈતન્યને અને રાગને એકમેકપણું થયું નથી. માટે હે શિષ્ય! તું તારા આત્માને શરીરથી અને રાગથી
ભિન્ન ચૈતન્યસ્વરૂપ
ઃ ૧૦ઃ
આત્મધર્મઃ ૧૨૧ઃ