ભગવાનના જ્ઞાનનો નિર્ણય કરે તો, આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે–એવો નિર્ણય પણ થઈ જ જાય.
સર્વજ્ઞભગવાનના આત્મામાં જ્ઞાન પરિપૂર્ણ છે ને રાગ જરાય નથી–એટલે તેનો નિર્ણય કરતાં જ્ઞાન અને રાગની
ભિન્નતાનો નિર્ણય થઈ જ જાય છે. આ રીતે, હે ભાઈ! તારા ચૈતન્યસ્વરૂપ આત્માને રાગથી પણ ભિન્નતા છે તો
પછી શરીરાદિ મૂર્ત દ્રવ્યો સાથે તો એકપણું કયાંથી હોય? માટે તે એકપણાની ભ્રમણા છોડીને, ‘હું ચૈતન્ય જ છું’
એમ તું અનુભવ કર.
નિત્ય ઉપયોગસ્વભાવરૂપ છે તે તારો ભાગ છે, અને ‘નિત્ય ઉપયોગસ્વભાવ’ સિવાયનું બીજું બધુંય પુદ્ગલદ્રવ્યનો
ભાગ છે. હે જીવ! હવે તું તારો ભાગ લઈ લે અને રાજી થા. ઉપયોગસ્વભાવ–જ્ઞાયકભાવ સિવાય બીજા બધાયમાંથી
આત્મબુદ્ધિ છોડીને, આ એક જ્ઞાયકભાવને જ તારા સ્વરૂપપણે અનુભવ.....તેમાં જ એકાગ્ર થા.
જીવ–અજીવનું ભિન્નપણું છે. જીવ તો ચૈતન્યપ્રકાશમય છે ને પુદ્ગલ તો જડ–આંધળું છે, તેમને અત્યંત ભિન્નતા છે.
અહીં ‘મીઠાનું પાણી’ એવું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ કહે છે કે હે જીવ! જેમ મીઠું ઓગળીને પાણી રૂપે થઈ જાય
છે, તેમ તારી પરિણતિ અજીવને પોતાનું માનીને તે તરફ વળવા છતાં તે અજીવની સાથે તો એકાકાર એકમેક થઈ
શકતી નથી, માટે તે અજીવથી તારી પરિણતિને અંતરમાં ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્ય તરફ વાળ તો ત્યાં તે એકાકાર
થાય છે, માટે તે જ તારું સ્વરૂપ છે એમ તું જાણ. તારી પરિણતિ કયાંય પર સાથે તો એકરૂપ થઈ શકતી નથી, તારા
ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્યમાં જ તે એકાકાર થાય છે, માટે ‘આ ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્ય જ હું છું’–એમ ઉપયોગસ્વરૂપ
જીવદ્રવ્યને એકને જ સ્વદ્રવ્યપણે અનુભવીને તેમાં જ તારી પરિણતિને એકાકાર કર ને પરદ્રવ્યને પોતાનું માનવારૂપ
મોહને હવે તો તું છોડ રે છોડ!
બની શકતું નથી. તું કહે છે કે ચૈતન્યમય જીવ ‘હું’ છું ને શરીરાદિ અજીવ પણ ‘હું’ છું,–આમ ચૈતન્ય તેમ જ જડ
એવા બંને દ્રવ્યોપણે તું પોતાને માને છે. પણ ભાઈ રે! તું એક, તે જીવ અને અજીવ એવા બંને દ્રવ્યોમાં કઈ રીતે રહી