ચૈતન્યમય સ્વદ્રવ્યને જ તું તારાપણે અનુભવ, તેમાં જ ‘હું’ પણાની પ્રતીતિ કર, અને એનાથી ભિન્ન અન્ય સમસ્ત
પદાર્થોમાંથી હું–પણું છોડી દે.
માટે હે ભવ્ય! ‘હું પોતે મારા ઉપયોગસ્વભાવમાં જ છું’–એમ જાણી, પ્રસન્ન થઈ, સાવધાન થા, અને અંતર્મુખ
થઈને આવા તારા ચૈતન્યસ્વરૂપનો અનુભવ કર, તેના અતીન્દ્રિય આનંદને ભોગવ. અમે તને તારું ચૈતન્યસ્વરૂપ
દેહાદિ બધાથી જુદું અને તારા પોતાથી જ પરિપૂર્ણ, સદા ઉપયોગમય બતાવ્યું, તે જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા
અને તેનો અનુભવ કર, તેમાં તને આત્માના અપૂર્વ આનંદનું સ્વસંવેદન થશે.
હતો, આપશ્રીએ પરમ કરુણા કરીને વારંવાર મને પ્રતિબોધ્યો અને પરથી અત્યંત ભિન્ન, ચૈતન્યસ્વરૂપથી પરિપૂર્ણ
મારું સ્વદ્રવ્ય સમજાવીને આપે મને ન્યાલ કર્યો. અહો, આવું પરમ મહિમાવંત મારું સ્વદ્રવ્ય સમજતાં મને પ્રસન્નતા
થાય છે, પરમાં ઘૂંટાયેલી એકત્વબુદ્ધિ ટળીને હવે ચૈતન્યસ્વરૂપમાં સાવધાની થાય છે, મારો ઉત્સાહ નિજસ્વરૂપ તરફ
વળે છે અને હું મને નિત્ય ઉપયોગસ્વરૂપે જ અનુભવું છું. હવે રાગાદિ ભાવો કે પરદ્રવ્ય મારા સ્વરૂપમાં એકમેકપણે
જરાપણ ભાસતા નથી. અહો નાથ! આપે દિવ્યમંત્રો વડે અમારી મોહમૂર્છા દૂર કરીને અમને સજીવન કર્યાં....
તો તેને અતિ ઉગ્ર પ્રેરણા કરીને આચાર્યદેવ ૨૩ મા કલશમાં કહે છે કે અરે ભાઈ! તું મરીને પણ ચૈતન્યમૂર્તિ આત્માનો
અનુભવ કર. આચાર્યદેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! શરીરાદિક મૂર્તદ્રવ્યોથી ભિન્ન એવા તારા
ચૈતન્યસ્વરૂપ આત્માને તું કોઈ પણ પ્રકારે–મહા પ્રયત્ન કરીને અનુભવ,–જેથી પર સાથે એકપણાનો તારો મોહ છૂટે.
એમ થશે કેઃ અહો! મહા ઉપકારી સંતો સિવાય આત્મકલ્યાણની આવી વાત્સલ્યભરી અદ્ભુત પ્રેરણા કોણ આપે?)