અમારાથી જુદો રહી જાય–એ કેમ બને? હે મિત્ર! અમારો ઉપદેશ સાંભળીને, અમારી જેમ તું
પણ તરત જ ચૈતન્યસ્વરૂપમાં ઉગ્રપણે તારું વલણ કર. ચૈતન્યનું ઉગ્ર અવલંબન કરતાં તને
પણ અમારા જેવી દશા પ્રગટી જશે, ને અલ્પકાળમાં મોક્ષ થઈ જશે.
નિરુપમ સહજ પરમાનંદરૂપ ચૈતન્યતત્ત્વનો અમે તને ઉપદેશ આપ્યો, તે સમજીને હે મિત્ર! તું તરત જ ઉગ્રપણે તેમાં
વલણ કર.
संग्राह्यं तैर्निरूपममिदं मुक्तिीसाम्राज्यमूलम् ।
तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कार मात्रे ।। १३३।।
ચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર.
ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ કર. અધ્યાત્મઉપદેશનો અમારો આવો ગુંજારવ સાંભળીને અંતરમાં કોણ વલણ ન કરે?
ઉપદેશ સાંભળીને આ જ કરવા જેવું છે. ડાહ્યા પુરુષો એટલે કે આત્માર્થી જીવોનું આ એક જ કર્તવ્ય છે કે અંતર્મુખ
થઈને ચૈતન્યસ્વરૂપનું એકનું જ અવલંબન કરવું. હે મિત્ર! તું શીઘ્ર એમ કર, એમ મુનિરાજે પ્રેરણા કરી છે.
સમજ્યો છે. મુનિરાજ કહે છે કે હે સખા! હે બંધુ! તું મારા ઉપદેશનો સાર સાંભળીને ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ
કર, તુરત જ કર. ડાહ્યા પુરુષોએ એટલે કે આત્માર્થી–જ્ઞાની–મુમુક્ષુ જીવોએ એક સહજ પરમાનંદમય આત્માનું જ
સમ્યક્ પ્રકારે ગ્રહણ કરવા જેવું છે. આત્માનું સહજ સ્વરૂપ અનુપમ છે, તે જ મુક્તિ–સામ્રાજ્યનું મૂળ છે. નિરુપમ
અને સહજ પરમાનંદમય ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, અંતર્મુખ થઈને તેની ભાવના કરતાં મોક્ષદશા થઈ જાય
તેથી તે જ મોક્ષનું મૂળ છે, અને તે એક જ મોક્ષાર્થી જીવનું આલંબન છે. અધ્યાત્મ–ઉપદેશ સાંભળીને જે જીવ આવા
ચૈતન્યસ્વરૂપ આત્માને એકને જ સમ્યક્પ્રકારે ગ્રહણ કરે છે, ને રાગાદિ પરભાવો કે નિમિત્ત વગેરે પરદ્રવ્યોના
ગ્રહણની બુદ્ધિ છોડે છે તે જ ખરેખર ડાહ્યા એટલે મોક્ષાર્થી છે. મારા ચૈતન્યનું શુદ્ધસ્વરૂપ પુણ્ય–પાપરહિત છે, પુણ્ય–
પાપ તે મારું સ્વરૂપ નથી–એમ ઓળખીને