Atmadharma magazine - Ank 123
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
ત્ત્િર્ દ્ય પ્રિ!
પ્રશ્નઃ–અમે તત્ત્વનિર્ણય કરવાનો ઉદ્યમ તો કરીએ, પણ ત્યાં વચ્ચે
પ્રતિકૂળતા આવી પડે તો?
ઉત્તરઃ–જેને તત્ત્વનિર્ણય કરવો છે તેને તત્ત્વનિર્ણયમાં પ્રતિકૂળતા
કાંઈ છે જ નહિ. પ્રથમ તો સંયોગ આત્મામાં આવતો જ નથી. સંયોગ તો
આત્માથી જુદો જ છે, માટે પ્રતિકૂળસંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ.
વળી બાહ્ય સંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં ત્યાં પણ
અનાદિનો મિથ્યાદ્રષ્ટિ જીવ તત્ત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે.
માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી.
જેને આત્માની જિજ્ઞાસા જાગી છે ને સાચા દેવ–ગુરુ નિમિત્તપણે
મળ્‌યા છે તેને તત્ત્વનિર્ણયની અનુકૂળતા જ છે. સાચા દેવ–ગુરુ જેને મળ્‌યા
છે તેને બધી અનુકૂળતા જ છે. તેને કાંઈ પ્રતિકૂળતા છે જ નહિ.
તત્ત્વનિર્ણય કરવા માટે સાચા દેવ–ગુરુ અનુકૂળ છે, ને અંતરમાં પોતાનો
આત્મા અનુકૂળ છે. જેને સાચા દેવ–ગુરુ નિમિત્ત તરીકે મળ્‌યા ને અંતરમાં
આત્માની રુચિ થઈ તેને બધું અનુકૂળ જ છે, તેને બીજી કોઈ પ્રતિકૂળતા
નડતી જ નથી.
(વીર સવંત ૨૪૮૦ માગસર સુદ ૧૦ ના પ્રવચનમાંથી)
*
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રકઃ જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)