PDF/HTML Page 21 of 21
single page version
વિના પરનું જ્ઞાન યથાર્થ થાય નહિ. પર જણાય છે,
તેનો જાણનાર હું છું એમ જો જાણનાર તત્ત્વનો
નિર્ણય કરે તો જાણપણું એકલા પરમાં ન રોકાતાં સ્વ
તરફ વળે. હું પોતે જાણનાર કોણ છું? બધુંય જણાય
છે તેનો જાણનાર પોતે કેવો છે? –એમ સ્વતત્ત્વનો
નિર્ણય જોઈએ. જાણનાર પોતે કોણ છે તે જાણ્યા
વિના જાણપણું સાચું થાય નહિ. હું જાણનાર છું એવો
પોતાના સ્વભાવનો નિર્ણય કરે તો તે પરનો પણ
જાણનાર રહે છે. પરનું કરવામાં કે રાગમાં તે અટકતો
નથી એટલે તેનું જ્ઞાન સ્વ તરફ વળે છે. જાણનાર
તત્ત્વની જેને ખબર નથી તે પરને જાણતાં ત્યાં જ
અટકે છે એટલે આત્મા તરફ તેનું જ્ઞાન વળતું નથી.
માટે બધાયને જાણનાર પોતે કોણ છે તેની ઓળખાણ
કરવી જોઈએ.