છે. આત્માની આદિ નથી એટલે કોઈએ તેને બનાવ્યો નથી તેમજ તેનો કદી નાશ થઈ જતો
નથી. આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને અનાદિથી સંસારની ચાર ગતિમાં રખડે છે.
અજ્ઞાનભાવે પુણ્ય કરીને સ્વર્ગમાં પણ જીવ અનંત વાર ગયો છે ને તીવ્ર પાપભાવ કરીને
નરકમાં પણ અનંતવાર ગયો છે, તેમજ તિર્યંચ અને મનુષ્ય પણ અનંતવાર થયો છે. જે જીવ
તીવ્ર માન–કપટ–કુટિલતા ને દંભના પરિણામ કરે છે તે મરીને તિર્યંચ થાય છે. તેણે પૂર્વે ઘણી
આડોડાઈ કરી તેથી શરીર પણ આડાં મળ્યાં છે. મંદકષાય વગેરેના પરિણામથી મનુષ્યપણું પણ
અનંતવાર મળ્યું છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કદી એક ક્ષણ પણ
કરી નથી.
અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે; જેમ ચણામાં મીઠાશ ભરી છે તેમ આત્મામાં આનંદ ભર્યો
છે, પણ તેની પ્રતીત કરીને તેમાં એકાગ્રતા કરતાં તે પ્રગટે છે. કાચા ચણામાં મીઠાશ તો ભરી છે
પણ કચાસને લીધે તે તૂરો લાગે છે ને વાવો તો ઉગે છે; તેને સેકતાં મીઠાશ પ્રગટે છે ને વાવો
તો ઉગતો નથી. તેમ આત્માના સ્વભાવમાં આનંદ ભર્યો છે. પણ તે સ્વભાવને ભૂલીને ‘શરીર
તે હું, ને પુણ્ય–પાપ જેટલો જ હું’ એમ તે માને છે, તે અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને પોતાના
આનંદનો અનુભવ થતો નથી, ને તે ચોરાસીના અવતારમાં રખડે છે; જો સત્સમાગમે યથાર્થ
સમજણ કરીને આત્માના સ્વભાવની પ્રતીતિ કરે તો આનંદનો વ્યક્ત અનુભવ થાય છે ને
જન્મ–મરણ થતા નથી. સર્વજ્ઞ પરમાત્માએ જેવો આત્મા કહ્યો છે તેવા આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં
લેવો તેનું નામ ધર્મ છે.
લઈને ઠારે છે; તેમ આત્માનો ચિદાનંદ સ્વભાવ શાંત–અનાકુળ–ઠંડો છે, પુણ્ય–પાપની આકુળતા
વર્તમાનમાં હોવા છતાં તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, મૂળસ્વરૂપ તો શાંત–અનાકુળ છે, ક્ષણિક
પુણ્ય–પાપ વખતે પણ મૂળ સ્વભાવનો નાશ થઈ ગયો નથી; જેવા સર્વજ્ઞપરમાત્મા છે તેવો જ
આ આત્માનો સ્વભાવ છે, આવા સ્વભાવને લક્ષમાં લઈને એકાગ્ર થતાં નિર્મળ શાંતિ પ્રગટે છે
ને મલિનતા ટળી જાય છે. સત્સમાગમે આવા