Atmadharma magazine - Ank 126
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૧૬ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
કાળને અને ધન્ય છે એ પવિત્ર ભાવને! અહો, અહીં તેનું સ્મરણ થાય છે. ભગવાન તો ઉપર
બિરાજે છે. તે કાંઈ નીચે ન આવે, પણ ભગવાનનું જેને ભાન હોય તેને પોતાના જ્ઞાનમાં તેના
સ્મરણ માટે આ ભૂમિ નિમિત્ત થાય છે.
ઈત્યાદિ પ્રકારે, પાંચમી ટૂંકે પૂ. ગુરુદેવ જ્યારે ભગવાનનું સ્મરણ કરીને ભાવભર્યું વર્ણન
કરતા હતા ત્યારે સૌ ભક્તજનો આનંદથી ગદગદ થઈ જતા હતાં; અહો, એ વખતનું વાતાવરણ
ભક્તોના હૃદયપટમાં કોતરાઈ ગયું છે. ગુરુદેવની સાથે પાંચમી ટૂંકે બેઠા ત્યારે જાણે કે
સિદ્ધભગવંતોની પાડોશમાં જ બેઠા હોઈએ એમ ભક્તોને કૃતકૃત્યતા લાગતી હતી.
એ પ્રમાણે પવિત્ર નિર્વાણ–ભૂમિમાં સિદ્ધ ભગવાનનું સ્મરણ કરીને તથા તેનો મહિમા
કરીને; પછી ભગવાન જે સિદ્ધપદને પામ્યા તે સિદ્ધપદ પ્રાપ્તિની ભાવના માટે પૂ. ગુરુદેવે “અપૂર્વ
અવસર” ની નીચેની કડીઓ ગવડાવી હતી–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે...
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો...
મન વચન કાયાને કર્મની વર્ગણા...
છૂટે જહાં સકલ પુદ્ગલ સંબંધ જો,
છૂટયા આંહી સકલ પુદ્ગલ સંબંધ જો...
એવું અયોગી ગુણસ્થાનક અહીં વર્તતું
મહા ભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો...
અપૂર્વઅવસર એવો ક્યારે આવશે...
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો...
શુદ્ધ નિરંજન ચૈતન્મૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે...
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો.
(ભગવાનનો આત્મા અત્યારે ઉપર સિદ્ધાલયમાં બિરાજે છે.)
સાદિ અનંત, અનંત સમાધિ સુખમાં
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો...
(અહો! ભગવાન જે અપૂર્વ આનંદદશા પામ્યા તે કાળથી
પણ અનંત છે, ને ભાવથી પણ અનંત છે.)
–અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં...
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો...
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...
અપૂર્વ અવસર એવો અમને આવશે.
અહો, ધન્ય એ ભાવના... ધન્ય એ પવિત્ર ધામમાં ગુરુજી સાથે થયેલી યાત્રા...
એ ભાવના પછી થોડીવાર બધા શાંત બેઠા હતા... આ અપૂર્વ ઉલ્લાસ ભરી યાત્રાના
આનંદની પ્રસન્નતા સર્વત્ર દેખાઈ આવતી હતી. છેવટે ભગવાનશ્રી નેમિનાથ પ્રભુના ચરણે
નમસ્કાર કરીને અને ચરણસ્પર્શ કરીને ગુરુદેવ પહેલી ટૂંકે પધાર્યા હતા. ઉતરતાં ઉતરતાં ગુરુ
વારંવાર યાત્રાના ઉલ્લાસની વાત કરતાં કહેતા કે “આ વખતની યાત્રા તો એવી થઈ કે લોકોને
એનો રસ રહી જશે.” ત્યારે ભક્તો પણ સામે ઉલ્લાસથી કહેતા કે : “સાહેબ! હવે
સમ્મેદશિખરજીની આવી જાત્રા કરાવો...”
પાછળ રહેલા ઘણા ભક્તજનો “ગુરુજીએ ગિરનારની અપૂર્વ યાત્રા કરાવી તેની વાહ...