Atmadharma magazine - Ank 126
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૭ :
વાહજી... વાહની ધૂન લેતાં લેતાં ઉતરતાં હતા એ ઉલ્લાસભર્યું દ્રશ્ય દેખીને આનંદ થતો હતો.
ઉતરતાં ઉતરતાં રસ્તામાં ગિરનારની મોટી–મોટી શિલાઓ ઉપર ઠેકાણે ઠેકાણે દેવ–ગુરુ–ધર્મના
જયકાર લખેલા નજરે પડતા હતાં... તે દ્વારા જાણે કે આખો ગિરનાર પર્વત દેવ–ગુરુ–ધર્મના
જયકાર–ધ્વનિ કરતો હોય, ગિરનારના પત્થર પણ ભગવાનને યાદ કરીને તેમના જય ધ્વનિના
રણકાર કરતા હોય! ગિરનારવાસી શ્રી નેમિનાથ ભગવાનનો જય હો... નેમપ્રભુની
કલ્યાણકભૂમિ ગિરનારજીની અપૂર્વ–યાત્રા કરાવનારશ્રી કહાનગુરુદેવનો જય હો...
ભગવાન શ્રી ધરસેનાચાર્યદેવ ગિરનાર ઉપર જે ચંદ્રગુફામાં રહીને જ્ઞાન–ધ્યાન કરતા હતા,
અને જ્યાં પુષ્પદંત–ભૂતબલિ મુનિવરોને દિવ્યધ્વનિની પરંપરાનું શ્રુતજ્ઞાન (ષટ્ખંડાગમનું
જ્ઞાન) આપ્યું હતું, તે પવિત્ર સ્થાનનું ખાસ અવલોકન કરવા માટે બપોરે પૂ. ગુરુદેવ પધાર્યા
હતા. આ સ્થાન પહેલી ટૂંકે જિનમંદિર તેમજ રાજીમતીની ગુફાના પાછળના ભાગમાં છે.
(ઈતિહાસ–સંશોધકોએ નિર્ણય કરીને તેનું નિશ્ચિત સ્થાન શોધવાની જરૂર છે.)
એ પ્રમાણે મહાપવિત્ર ગિરનારજી તીર્થની અપૂર્વ યાત્રા કરીને બપોરે લગભગ બે વાગે પૂ.
ગુરુદેવ નીચે તળેટી તરફ પધાર્યા... અને ભક્તજનો પણ ઝડપભેર ઊતરવા લાગ્યા. ઉતરતાં
ઉતરતાં આખા રસ્તામાં ભક્તજનો આનંદથી દેવ–ગુરુના જયકાર કરતા હતાં. યાત્રાનો ઉલ્લાસ
હૈયે સમાતો ન હતો... પૂ. બેનશ્રીબેન પણ ઉમંગમાં આવીને વારંવાર “વાહ વાહ જી વાહ” ની
નવી નવી ધૂન બોલતા હતાં.
નીચે ઉતરીને તળેટીમાં આવ્યા પછી ત્યાંની ધર્મશાળાના જિનમંદિરમાં લગભગ એક
કલાક સુધી ભક્તિ થઈ હતી. અને રાત્રે જાહેર ધર્મશાળામાં પૂ. ગુરુદેવ પાસે તત્ત્વચર્ચા થઈ હતી.
ચર્ચા વખતે આ યાત્રાના ઉલ્લાસભર્યા સ્મરણોની સાથે સાથે, ચૌદ વર્ષ પહેલાંં (સં. ૧૯૯૬માં)
કરેલી ગિરનારયાત્રાના સ્મરણો પણ તાજાં કર્યા હતાં. પહેલી વખતની યાત્રાનું અદ્ભુત વર્ણન
સાંભળીને તેમજ તેનાં દ્રશ્યો જોઈને ઘણા ભક્તજનોને ગુરુદેવ સાથે ગિરનારજીની યાત્રા કરવા
માટે તીવ્ર ભાવના હતી. ભક્તોની એ ભાવના આજે પૂરી થઈ તેથી સૌને પ્રસન્નતા હતી અને
પરમ કૃપાળુ ગુરુદેવ પ્રત્યે લાગણી ઉભરાતી હતી.
પાંચમી ટૂંકે પૂજ્ય ગુરુદેવે સં. ૧૯૯૬ની યાત્રાને યાદ કરતાં કહ્યું હતું કે તે વખતે બરાબર
ફાગણ સુદ બીજે અહીં ભક્તિ કરી હતી, અને ત્યારબાદ બીજે જ વર્ષે બરાબર તે જ દિવસે (સં.
૧૯૯૭ના ફાગણ સુદ બીજે) સોનગઢમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ–એમ કુદરતી મેળ થઈ ગયો.
આ વખતની યાત્રા પણ પૂ. ગુરુદેવના પ્રતાપે મહાન પ્રભાવનાનું કારણ થશે.
રાત્રે પૂ. ગુરુદેવ તેમજ સંઘના માણસો તળેટીમાં જ રહ્યા હતા.
ગિરનારની પહેલી ટૂંકે આવેલા દિગંબર જિનમંદિરના ચોકમાં માનસ્તંભ કરાવવા માટેનો
સામાન તળેટીની ધર્મશાળામાં પડ્યો છે, તે જોવા માટે પૂ. ગુરુદેવ પધાર્યા હતાં. તે વખતે એમ થતું
હતું કે ગિરનાર તો નેમિનાથ પ્રભુની ખાસ ભૂમિ છે એટલે ત્યાં માનસ્તંભ જરૂર થવો જોઈએ.
[મહા સુદ તેરસ]
મહા સુદ તેરસે સવામાં તળેટીના જિનમંદિરમાં ખાસ ભક્તિ રાખવામાં આવી હતી. તેમાં
“હે જિનરાજ! તુમારા ચરણકમળની પૂજના, હૃદય ઉલ્લસિત થાય કે ભાગ્ય માનું ઘણું રે,” એ
જયમાલાનું કાવ્ય પૂ. ગુરુદેવ બહુ ભાવથી–ફેરવી–ફેરવીને ગવડાવ્યું હતું. તેમજ–