Atmadharma magazine - Ank 126
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૧૮ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
“જબ ચલે ગયે ભરતાર મેરે ગિરનાર
હે મેરી સહેલી, મેં કિસ વિધ રહું અકેલી.”
–એ વૈરાગ્યભર્યું કાવ્ય ગવડાવ્યું હતું. અને પછી–
“બોલો, ભગવાન નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થયા તે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનો...
જય હો...” એ પ્રમાણે ગુરુદેવે પોતે ઉલ્લાસથી જયકાર બોલાવ્યો હતો. ત્યારપછી, પૂ. બેનશ્રી
બેને “હો નેમિ જિનેશ્વરજી! કાહે કસૂર પૈ ચલ દિયે રથકો મોર” –ઈત્યાદિ કાવ્યો ગવડાવીને
ભક્તિ કરાવી હતી. અને નેમિનાથ પ્રભુના, તથા નેમપ્રભુનો ભેટો કરાવનાર ગુરુદેવના મહાન
જયકાર પૂર્વક પૂ. ગુરુદેવ તેમજ સર્વે ભક્તજનો જુનાગઢ શહેરની ધર્મશાળામાં આવ્યા હતા.
રસ્તામાં ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન હતા, અને ભક્તો પણ ગુરુદેવની સાથે હોંશે હોંશે ભક્તિ કરતા
ચાલતા હતા.
ધર્મશાળામાં આવ્યા બાદ ઘણા વખત સુધી પૂ. બેનશ્રીબેને અત્યંત ઉલ્લાસભરી ભક્તિ
કરાવી હતી.
જુનાગઢ શહેરમાં અદ્ભુત ભક્તિ અને અપૂર્વ રથયાત્રા
મહા સુદ ૧૩ના રોજ બપોરે જુનાગઢ શહેરના જિનમંદિરમાં અદ્ભૂત ભક્તિ થઈ હતી.
પ્રથમ પૂ. ગુરુદેવે એક સ્તવન ગવડાવ્યું હતું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને ભક્તિ કરાવી હતી.
ભક્તિના અંતિમ ભાગમાં “વાહ વાહ જી વાહ”ની મોટી ધુન દ્વારા પરમ કૃપાળુ ગુરુદેવે જાત્રા
કરાવી તેનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો તેમજ ફરી ફરીને આવી જાત્રા કરાવવા અને
સમ્મેદશિખરજી ધામ દેખાડવાની માગણી કરી હતી.
ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન થયું હતું. જુનાગઢ શહેરનાં અનેક અગ્રગણ્ય માણસોએ
ગુરુદેવના પ્રવચનનો લાભ લીધો હતો. પ્રવચન બાદ, પરમ પૂ. ગુરુદેવે સકલ સંઘને જે અપૂર્વ
યાત્રા કરાવી તે બદલ સકલ સંઘ તરફથી પરમ ઉપકાર માનવમાં આવ્યો હતો, તેમ જ પૂ.
બેનશ્રી બેને ઠેરઠેર ઉલ્લાસભરી ભક્તિ કરાવી તેથી તેમનો પણ ઉપકાર માનવામાં આવ્યો હતો.
છેવટે, આ અપૂર્વ યાત્રા થઈ તેની હોંશમાં શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા કાઢવામાં આવી
હતી. આ રથયાત્રા ઘણી જ શોભતી અને પ્રભાવક હતી. રથયાત્રાની વચ્ચે ઊંચે ઊંચે
બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનો દેખાવ અદ્ભુત લાગતો હતો, જાણે ભગવાનની ગંધકૂટી જ
વિહાર કરી રહી હોય એવું લાગતું હતું. સાથે ચામરનો મંડપ હતો, તે મંડપ નીચે પૂ. ગુરુદેવ
ચાલતા હતા. એ દ્રશ્ય પણ ઘણું દર્શનીય હતું. રથયાત્રામાં ભક્તોને ઘણો જ ઉલ્લાસ હતો. આવી
ઉલ્લાસભરી જાત્રા, આવી ઉલ્લાસભરી રથયાત્રા, અને આવી ઉલ્લાસભરી ભક્તિ–જુનાગઢમાં
છેલ્લા સેંકડો વર્ષમાં ભાગ્યે જ થઈ હશે. જ્યાં જ્યાં ભક્તિ થાય ત્યાં ત્યાં ભક્તિનો ઉલ્લાસ
જોઈને લોકો આશ્ચર્યમાં પડી જતા, અને મુનિમજી વગેરે કહેતા હતાં કે ‘અહો! આવી અદ્ભૂત
ભક્તિ અમે કદી જોઈ નથી... આવી ભક્તિ અમે પહેલી જ વાર જોઈ. ’
ભગવાનની રથયાત્રા જુનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને જિનમંદિરે પાછી આવ્યા
બાદ ત્યાં ખાસ ભક્તિ કરવામાં આવી હતી. કોઈક વિરલ પળે જ જોવા મળે એવી એ ભક્તિ હતી.
ગુરુદેવે અદ્ભુત જાત્રા કરાવી તેના પ્રતાપે, ભક્તિનો સહજ ઉમંગ આવી જતાં, પૂ. બેન–શ્રીબેને
હાથમાં ચામર લઈને ભગવાનની અલૌકિક ભક્તિ કરી હતી. અહો, જાણે કે નેમનાથપ્રભુ સાક્ષાત્
પધારીને સામે જ બિરાજતા હોય અને તેમની સન્મુખ હૃદયની વીણા વગાડતા હોય એ