: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૯ :
રીતે બંને બહેનોએ સામસામી ભક્તિભરી ચેષ્ટાઓ દ્વારા અદ્ભુત–અપૂર્વ ભક્તિ કરી હતી.
ખરેખર, જ્ઞાનીઓના હૃદયમાં જિનેન્દ્ર ભગવાનની કેવી અલૌકિક ભક્તિ ભરી છે તેનો ખ્યાલ તે
વખતે આવતો હતો.
સાંજે જિનમંદિરમાં આરતી તેમજ ભક્તિ થઈ હતી. તથા રાત્રે ચર્ચા થઈ હતી.
આ રીતે મહા સુદ ૧૦ થી ૧૩ સુધીના ચાર દિવસો નેમનાથ ભગવાનની પવિત્ર
કલ્યાણકભૂમિમાં પરમ પૂજ્ય ગુરુદેવની સાથે જાત્રાનો મહાન ઉત્સવ થયો. આ અદ્ભુત યાત્રા
જોતાં જ પૂર્વે કુંદકુંદાચાર્યભગવાને સંઘસહિત ગિરનારજીની જે મહાન યાત્રા કરી હતી તેનું સ્મરણ
થતું હતું. ભક્તોના હૃદયમાં આ જાત્રાનો રસ રહી ગયો છે, ને ફરી ફરીને ગુરુદેવ આવી યાત્રા
કરાવો, શાશ્વત તીર્થધામ સમ્મેદશિખરજીની યાત્રા કરાવો એવી વિનંતિ કરી છે. હે ગુરુદેવ! સર્વે
ભક્તજનોની એ ભાવના ઝટ ઝટ પૂરી કરો...
“સૌરાષ્ટ્રના નાથ” ને ભેટાવનાર “સૌરાષ્ટ્રના સંત”ના ચરણકમળમાં ભક્તિપૂર્વક વંદન હો!
[પૂ. ગુરુદેવ મહા સુદ ૧૪ ના રોજ જુનાગઢથી વિહાર કરીને પોરબંદર તરફ પધાર્યા હતાં]
* * * * *
જૂનાગઢમાં ગિરનારજી તીર્થની યાત્રા બાદ, મહા સુદ ૧૩ ના રોજ
જિનમંદિરમાં પૂ. બેનશ્રી બેને ગવડાવેલી ખાસ ધૂન.
કૃપાળુ દેવના પરમ પ્રતાપે... વાહ વાહ જી વાહ! નેમનાથની જાન દેખી... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત આજ કીધી... વાહ વાહ જી વાહ! નેમનાથનો વૈરાગ દીઠો... વાહ વાહ જી વાહ!
ગિરનાર કેરી જાત્રા કીધી... વાહ વાહ જી વાહ!
જાદવકુળનો જોગી દેખ્યો... વાહ વાહ જી વાહ!
સહસાવનના દર્શન કીધા... વાહ વાહ જી વાહ! નેમનાથની દીક્ષા દેખી... વાહ વાહ જી વાહ!
સહસાવનમાં સંયમ દેખ્યો... વાહ વાહ જી વાહ!
શુક્લધ્યાનની શ્રેણી દેખી... વાહ વાહ જી વાહ!
પ્રભુનું કેવળજ્ઞાન દેખ્યું... વાહ વાહ જી વાહ!
અયોગી ગુણસ્થાન દેખ્યું... વાહ વાહ જી વાહ!
પ્રભુજી કેરા ધામ દેખ્યા... વાહ વાહ જી વાહ! જાત્રા અદ્ભુત ફરી કરાવો... વાહ વાહ જી વાહ!
પાંચમી ટૂંકે ભક્તિ કરી... વાહ વાહ જી વાહ! સમ્મેદશિખર ધામ દેખાડો... વાહ વાહ જી વાહ!
ગુરુજી સાથે જાત્રા કરી... વાહ વાહ જી વાહ! ગુરુજી! શાશ્વતધામ બતાવો... વાહ વાહ જી વાહ!
સદ્ગુરુદેવના પરમ પ્રતાપે... વાહ વાહ જી વાહ! સેવકની વિનતિ સ્વીકારો... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત કીધી આજ... વાહ વાહ જી વાહ! શાશ્વત તીરથધામ દેખાડો... વાહ વાહ જી વાહ!
ગુરુજી અદ્ભુત કૃપા કરી... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત ફરી કરાવો... વાહ વાહ જી વાહ!
અમૃતરસના પાન કરાવો... વાહ વાહ જી વાહ!
સમ્મેદશિખર ધામ દેખાડો... વાહ વાહ જી વાહ!