પણ તેનો સ્વભાવ નક્કી કરવો જોઈએ કે આ ઈંડું કૂકડીનું નથી પણ મોરનું છે. માટે તેમાંથી
રંગબેરંગી મોરલો પાકશે. તેમ આત્મામાં સિદ્ધ ભગવાન જેવી પૂર્ણાનંદ દશા પ્રગટવાની તાકાત
છે, અલ્પજ્ઞદશા અને રાગદ્વેષ વર્તતા હોવા છતાં આત્મામાં પૂર્ણ જ્ઞાનાનંદ પ્રગટવાની તાકાત
પડી છે, તે કેમ જણાય? ઈન્દ્રિયો વડે ન જણાય, રાગ વડે ન જણાય, પણ જ્ઞાનને અંતર્મુખ
કરીને સ્વભાવનો નિર્ણય કરે તો આત્માનું સ્વરૂપ જણાય; આત્માના સ્વરૂપનો નિર્ણય કરીને
તેનું અવલંબન લેતાં પરમાત્મદશા પ્રગટી જાય છે. આ સિવાય બીજું જે કરે તે તો બધું થોથા
છે. અરે ભાઈ! અનંતકાળે આવો મનુષ્ય અવતાર મળ્યો, તેમાં જો આત્માનો નિર્ણય ન કર્યો
તો કીડીના અવતારમાં ને તારા અવતારમાં શું ફેર? આ મનુષ્યદેહની એક આંખ ફૂટી જાય,
પછી કરોડો રૂપિયા ખર્ચે પણ તેવી આંખ પાછી ન થાય; એટલે કરોડો રૂપિયા ખરચતાં જેની
એક આંખ પણ ન મળે એવો આ મનુષ્ય અવતાર મળ્યો છે, તેમાં આત્માનું અપૂર્વ ભાન કરીને
ભવનો અંત આવે એવું કંઈક કરે તો મનુષ્ય અવતારની સફળતા છે અને જો એવું અપૂર્વ ભાન
ન કર્યું તો કીડીને કીડીનું શરીર મળ્યું અને તને મનુષ્યનું શરીર મળ્યું તેમાં ફેર શું પડ્યો?
ભેદવિજ્ઞાન વગર કોઈ જીવને ધર્મ કે મુક્તિ થાય એમ કદી બનતું નથી. શરીર મારું, શરીરની
ક્રિયા મારી, એમ પર સાથે એકત્વબુદ્ધિ રાખીને કદી કોઈ જીવો સિદ્ધ થયા હોય એમ બનતું
નથી. ભેદવિજ્ઞાનથી જ સિદ્ધપણું થાય છે.
પામશે; ભેદવિજ્ઞાન વગર કોઈ પણ જીવની મુક્તિ થાય–એમ કદી બનતું નથી. જેને ભેદજ્ઞાન છે
તે જ જીવો મુક્તિ પામે છે, ને જેને ભેદજ્ઞાન નથી તે જીવો સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ
કરે છે. આ રીતે ભેદવિજ્ઞાન તે મુક્તિનો ઉપાય છે; માટે આ મનુષ્યપણું પામીને સત્સમાગમે
ભેદવિજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આત્માને સુખ–દુઃખના કારણ નથી; પણ
અજ્ઞાની પર સંયોગોમાં આ મને અનુકૂળ
મોહથી રાગદ્વેષ કરે છે તે જ સંસાર
પરિભ્રમણના દુઃખનું કારણ છે.