Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૫ :
જે આ વાત સમજે તેને તો સ્વભાવદ્રષ્ટિ થઈ જાય એટલે પર્યાયમાં પણ તીવ્ર વિકાર તો તેને
હોય જ નહિ. ‘પર્યાયનો વિકાર સ્વભાવમાં નુકસાન કરતો નથી’ એમ કહેનાર કોની સામે
જોઈને તે કહે છે? સ્વભાવ સામે જોઈને કહે છે, જેની દ્રષ્ટિ સ્વભાવ સામે હોય તેને વિકારની
ભાવના હોય જ નહિ.
અહીં તો કહે છે કે હે ભાઈ! પૂર્વ વિકાર થઈ ગયો તેથી તું મૂંઝા નહિ, તે વિકારે તારા
આખા આત્મસ્વભાવને વિકારી કરી નાંખ્યો નથી. અરેરે! મેં ઘણાં પાપ કર્યાં, હવે મારું શું
થશે?’ એમ મૂંઝવણ ન કર; પાપ ક્યાં કર્યાં? માત્ર એક સમયની પર્યાયમાં તે પાપ થયાં છે.
પણ તારા ધ્રુવ ચૈતન્ય સ્વભાવમાં તે પાપ થયાં જ નથી; તે એક સમયની પર્યાયના સંસ્કારને
તારો સ્વભાવ નિરર્થક કરી નાંખે છે, માટે તે સ્વભાવની સામે જો. જેનો સ્વભાવ અલ્પકાળમાં
મોક્ષ જવાનો છે તેને પૂર્વના અધર્મભાવો રોકી શકે નહિ. જેમાંથી પરમાત્મદશા પ્રગટે એવો
સ્વભાવ આત્મામાં ત્રિકાળ છે. ચિદાનંદ ભગવાન એવો ને એવો ચૈતન્યમૂર્તિ છે, તેના
સ્વભાવને નવો બનાવવો પડતો નથી. જેમ મોરલો સ્વભાવથી જ રંગબેરંગી ચિત્રામણવાળો
હોય છે, તેને ચીતરવો પડતો નથી, તેમ આત્મામાં પરમાત્મદશા પ્રગટવાનો સ્વભાવ સ્વયંસિદ્ધ
છે, તે કોઈથી નવો બનતો નથી, તેમજ બીજા કોઈ સંસ્કારથી તે સ્વભાવને અન્યથા કરી શકાતો
નથી. તે સ્વભાવના આશ્રયે સમ્યક્ પુરુષાર્થ કરતાં પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે
સિદ્ધપદ પ્રગટે, પણ તે સ્વભાવમાંથી કાંઈ ઓછું થઈ જતું નથી; સ્વભાવનયથી તે એવો ને એવો
ત્રિકાળ એકરૂપ છે.
જુઓ, એક જીવને પર્યાયમાં ઓછું સામર્થ્ય વ્યક્ત થયું છે ત્યારે શક્તિમાં તેને ઘણું
સામર્થ્ય બાકી રહ્યું, ને પછી જ્યારે પર્યાયમાં ઘણું વધારે સામર્થ્ય વ્યક્ત થયું ત્યારે શક્તિમાં તેને
ઓછું સામર્થ્ય બાકી રહ્યું એમ બનતું હશે? ના; પર્યાયમાં અલ્પ નિર્મળતા હો કે ઘણી હો, પણ
શક્તિરૂપ સ્વભાવ તો એવો ને એવો જ પરિપૂર્ણ રહે છે, તેમાં કાંઈ હીનાધિકપણું થતું નથી. આ
રીતે સંસ્કારને નિરર્થક કરી નાંખે એવો આત્માનો સ્વભાવ છે. નિગોદ પર્યાય કે સિદ્ધપર્યાય,
અજ્ઞાનપર્યાય કે કેવળજ્ઞાન પર્યાય, તે દરેક વખતે પણ ધ્રુવ સ્વભાવ એવો ને એવો જ વિદ્યમાન
છે, તે સ્વભાવનો નાશ થઈ ગયો નથી તેમજ તેમાં જરાપણ હાનિ થઈ નથી. તેથી, ‘અરેરે!
અત્યાર સુધી અમે પાપ કર્યાં, હવે અમારું શું થશે?’ એમ મૂંઝવણ કરવાનું ન રહ્યું, કેમકે
સ્વભાવમાં તે સંસ્કાર પેસી ગયા નથી. જ્યાં દ્રષ્ટિ ફેરવીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં પાપના
સંસ્કાર રહેતા નથી. એક સમયમાં પર્યાય ફેરવીને સ્વભાવદ્રષ્ટિથી સમ્યગ્દર્શન થઈ શકે છે.
ધ્રુવસ્વભાવની મોટી ઓથ છે, તે સ્વભાવ બધા વિકારના સંસ્કારને નિરર્થક કરી નાંખે છે. માટે
હે ભાઈ! તું તારા આવા ધ્રુવસ્વભાવની રુચિ કર ને તેનું અવલંબન કર. હું ભગવાન
સિદ્ધપરમાત્મા જેવા નિત્યાનંદ અશરીરી શુદ્ધ ચૈતન્યમૂર્તિ સદાય એવો ને એવો છું, મારો
સ્વભાવ જરાય ઓછો થયો નથી આમ સહજ એકરૂપ સ્વભાવને જાણીને તેનું અવલંબન કરે
તેને જ વાસ્તવિકપણે સ્વભાવનય હોય છે.
–અહીં ૨૮ મા આત્માનું વર્ણન પૂરું થયું.
[૨૯] અસ્વભાવનયે આત્માનું વર્ણન
હવે અસ્વભાવનયથી આત્મા કેવો છે? તે કહે છે : ‘આત્મદ્રવ્ય અસ્વભાવનયે સંસ્કારને
સાર્થક કરનારું છું.’ જેમ તીરને સ્વભાવથી અણી હોતી નથી પણ સંસ્કાર કરીને લુહાર વડે
અણી કાઢવામાં આવી હોય છે, તેમ અસ્વભાવનયે આત્માને સંસ્કાર ઉપયોગી છે એટલે કે તેની