પાપ કર્યું માટે બીજા સમયે તે સુધરી ન શકે એમ નથી, બીજી પર્યાયમાં પોતે જેવા સંસ્કાર પાડે
તેવા પડી શકે છે; પોતાની સમય–સમયની પર્યાયનું ઘડતર કરવામાં આત્મા સ્વતંત્ર છે. સંસાર
તો એક સમય માત્રનો છે પણ ઊંધા સંસ્કારથી તેને મોટું રૂપ આપી દીધું છે, પણ જો
અંર્તસ્વભાવ તરફ વળે તો સ્વભાવના સંસ્કાર પડે ને સંસારના સંસ્કાર ટળે. ત્રિકાળી દ્રવ્યમાં
સંસ્કારની અસર નથી પણ પર્યાયમાં પોતે જેવા સંસ્કાર પાડે તેવા પડે છે. ભવ્ય સ્વભાવ
પલટીને અભવ્ય ન થાય, જીવ સ્વભાવ પલટીને અજીવ ન થાય, પણ અજ્ઞાન પલટીને
સમ્યગ્જ્ઞાન થાય, સંસાર પલટીને મોક્ષ થાય. આ રીતે પર્યાયમાં સંસ્કાર પડે છે.
સમજવું કે પર્યાયના ક્રમને ફેરવીને અન્યથા થઈ શકે છે. જે ક્રમબદ્ધપર્યાય છે તેનો ક્રમ તો કદી
તૂટતો જ નથી. પરંતુ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનારને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ થતાં
પર્યાયમાં નવા વીતરાગી સંસ્કાર શરૂ થાય છે, ત્યાં પણ પર્યાયનો તે પ્રકારનો જ ક્રમ છે. પરંતુ
પર્યાયમાં પહેલાંં તેવી નિર્મળતા ન હતી ને હવે જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી નિર્મળતા પ્રગટી તે
અપેક્ષાએ પર્યાયના સંસ્કાર ફર્યા કહેવાય, પણ કાંઈ પર્યાયનો ક્રમ ફર્યો નથી.
સ્વભાવના આશ્રયે પર્યાયમાં નવા સંસ્કાર પડ્યા છે; દ્રવ્યસ્વભાવ તો તેનો તે જ છે પણ
પર્યાયમાં સંસ્કાર પલટી ગયા છે. નિગોદદશામાં તેવા સંસ્કાર ન હતા ને કેવળજ્ઞાન દશામાં તેવા
અપૂર્વ સંસ્કાર પડ્યા, છતાં દ્રવ્યસ્વભાવ એવો ને એવો છે.
વિમાનમાં બેસીને સિદ્ધલોકમાં જાઉં છું, મારા અસંખ્ય પ્રદેશ આ દેહથી જુદા પડી ગયા છે, હું
અલ્પકાળમાં ભગવાન થઈશ.’ અને સ્વભાવની તીવ્ર વિરોધના કરીને જેણે ઘણા ઊંધા સંસ્કાર
પાડ્યા હોય તેને આભાસ પણ એવો થાય કે ‘હું મરીને તિર્યંચમાં જઈશ, હું વાંદરી થઈશ, મને
કોઈક ખેંચી જાય છે.’ આ રીતે જેવા સંસ્કાર પાડે તેવા ભણકાર જાગે. માટે હે ભાઈ! તારી
પર્યાયને અંર્તસ્વભાવમાં વાળીને એવા સંસ્કાર પાડ કે ‘હું પરમાત્મા છું. આ સંસારને ટાળીને
હું હવે અલ્પકાળમાં પરમાત્મા થવાનો છું; મારી પર્યાયમાં મેં સ્વભાવના સંસ્કાર પાડ્યા તેથી
હવે ઊંધા સંસ્કાર મારામાં રહી જ ન શકે; મારી પર્યાયમાં મોક્ષના સંસ્કાર પાડતા હવે સંસાર
ક્યાંય રહે જ નહિ.’ આ રીતે પર્યાયને અંર્તસ્વભાવસન્મુખ કરીને આત્મામાં સ્વભાવના
સંસ્કાર પ્રગટ કરે તેને વિચાર અને સ્વપ્નાં પણ એવાં સારાં આવે કે હું સંતમુનિઓના ટોળામાં
બેઠો છું, હું ભગવાન થયો, મારું અસંખ્યપ્રદેશી ચૈતન્યબિંબ આ શરીરમાંથી છૂટું પડી ગયું.....આ
રીતે સ્વભાવના ભાનથી પર્યાયમાં અપૂર્વ સંસ્કાર પ્રગટ કરી શકાય છે. શુદ્ધસ્વભાવને પ્રતીતમાં
લઈને પર્યાયમાં તેના સંસ્કાર પાડતાં જેવો શુદ્ધસ્વભાવ છે તેવી જ શુદ્ધ પર્યાય થઈ જાય છે.
અનંતકાળના ઊંધા સંસ્કારની ગૂલાંટ