Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૦૭ :
સંસારભ્રમણનું મૂળ કારણ
અને તેના છેદનો ઉપાય
અરે, ચૈતન્ય આત્મા!! તેં બહારના બીજા પ્રયોગો કર્યા,
પણ સત્સમાગમે ચૈતન્યની સમજણનો યથાર્થ પ્રયોગ પૂર્વે કદી
કર્યો નથી. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે
આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી તારા અનાદિના
ભવભ્રમણનો અંત આવે.
જેતપુર શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન: વીર સં. ૨૪૮૦, મહા સુદ ૮
સર્વજ્ઞ ભગવાને દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા જેવો જાણ્યો અને કહ્યો તેની ઓળખાણ
વિના જીવ અનાદિથી સંસારમાં દુઃખી છે. તે ચૈતન્યસ્વરૂપ આત્મા મોહી–અજ્ઞાની જીવોને દુર્ગમ્ય
છે ને નિર્મોહી–ધર્માત્માને તેનો બોધ થાય છે. અજ્ઞાની તો દેહ અને રાગાદિને જ પોતાનું સ્વરૂપ
માને છે એટલે દેહથી ને રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ તેને દુર્ગમ્ય છે. આ શરીર વગેરે તો
અચેતન છે, તેનાથી આત્મા જુદો છે, અને રાગાદિક ભાવોથી પણ આત્માનો ચૈતન્યસ્વભાવ
જુદો છે. જેવો સિદ્ધ પરમાત્માનો સ્વભાવ છે તેવો જ સ્વભાવવાળો આત્મા આ દેહમાં રહેલો
છે; સિદ્ધ ભગવાનમાં અને આ આત્માના સ્વભાવમાં પરમાર્થે કાંઈ ફેર નથી, જેટલું સામર્થ્ય
સિદ્ધ ભગવાનના આત્મામાં છે તેટલું સામર્થ્ય દરેક આત્મામાં ભર્યું છે. સિદ્ધપરમાત્મા પોતાના
સ્વભાવસામર્થ્યની પ્રતીત કરીને તેમાં લીનતા વડે પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટ કરીને મુક્ત થઈ
ગયા; અને અજ્ઞાની જીવ પોતાના સ્વભાવસામર્થ્યને ભૂલીને. રાગાદિમાં જ પોતાપણું માનીને
સંસારમાં રખડે છે.
અજ્ઞાની જીવ જગતથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને ચૂકીને દેશનું પરનું–ઘરનું અને
શરીર વગેરેનું કામ કરવાના અભિમાનમાં અટકે છે, બહુ તો ધર્મના નામે આગળ ચાલે તો
દયા–વ્રત વગેરેના શુભરાગમાં ધર્મ માનીને ત્યાં અટકી જાય છે; પણ શરીરાદિની ક્રિયાથી ભિન્ન
ને શુભરાગથી પણ પાર એવા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું લક્ષ કરતો નથી, તેથી તેના
જન્મ–મરણના દુઃખનો અંત આવતો નથી. અનાદિકાળમાં પુણ્ય કર્યા તોપણ જીવ સંસારમાં જ
રખડ્યો છે, તો તે સંસારનું મૂળ કારણ શું છે તે જાણીને તેને ટાળવાનો ઉપાય કરવો જોઈએ.
અનંતવાર પુણ્ય કરવા છતાં જીવનું સંસારભ્રમણ ન અટક્યું માટે નક્કી કરવું જોઈએ કે પુણ્ય તે
સંસાર ભ્રમણથી છૂટવાનો ઉપાય નથી. વીતરાગી ચૈતન્ય સ્વભાવને ભૂલીને, પરથી કે પુણ્યથી
આત્માને કિંચિત્ પણ ધર્મનો લાભ થાય એવી મિથ્યા માન્યતા જ સંસારભ્રમણનું મૂળ કારણ
છે, ચૈતન્યસ્વભાવની ઓળખાણ કરીને એ મૂળ કારણને છેદયા વિના બીજા જે કાંઈ ઉપાય જીવ
કરે તે બધાય સંસારનું કારણ થાય છે.
અંતરના ચિદાનંદસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્રતાથી રાગ ટાળીને જેમણે સર્વજ્ઞતા
પ્રગટ કરી તે સર્વજ્ઞપરમાત્માના દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ આવ્યો કે : અરે આત્મા! તેં તારા
અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી; તારો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને