Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૨૦૮ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
આનંદસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને તેની પ્રીતિ કર, અંર્તઆત્મામાં એકાગ્ર થતાં રાગ
ટળી જાય છે ને સર્વજ્ઞતા પ્રગટી જાય છે, માટે રાગ તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે
તારું સ્વરૂપ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે મુક્તિના
ઉપાયનું પહેલું સોપાન છે.
આત્મા ત્રણે કાળે પર વસ્તુઓથી જુદો છે એટલે બહારનાં કોઈપણ સાધનો આત્માને
સુખ–દુઃખનાં કારણ નથી; પણ અજ્ઞાની પર સંયોગમાં આ મને અનુકૂળ ને આ મને પ્રતિકૂળ–
એમ માનીને તેમાં મોહથી રાગ–દ્વેષ કરે છે તે જ સંસાર પરિભ્રમણના દુઃખનું કારણ છે.
અનાદિકાળથી સંસારમાં રખડતાં જીવ પુણ્ય કરીને સ્વર્ગમાં પણ ગયો ને પાપ કરીને નરકમાં
પણ ગયો, મોટો રાજા પણ અનંતવાર થયો ને રંક ભીખારી પણ અનંતવાર થયો, પણ ‘હું કોણ
છું–મારો જ્ઞાનાનંદ સ્વભાવ શું છે’ એ વાત તેણે કદી લક્ષમાં પણ લીધી નહિ. આત્મા અખંડ
જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં અનંત ગુણો હોવા છતાં તે અભેદ સ્વરૂપ એક છે, ગુણભેદના વિકલ્પથી
પણ પાર થઈને એક અભેદ સ્વરૂપ આત્માની પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન–ધર્મ છે. એક
સમયનું સમ્યગ્દર્શન અનંત જન્મ–મરણના મૂળને છેદી નાંખે છે. અંતરના ચિદાનંદસ્વભાવની
ઓળખાણ કરીને આવું અપૂર્વ સમ્યગ્દર્શન અનાદિથી એક સેકંડ પણ જીવે કર્યું નથી. બીજું બધું
કરી ચૂક્યો–શુભભાવથી વ્રત તપ–પૂજા ને ત્યાગ કર્યાં પણ ‘હું પોતે ચૈતન્યજ્યોત ભગવાન છું’
એવા આત્મભાન વગર એક પણ ભવ ઘટ્યો નહિ.
સત્સમાગમે ચૈતન્યની સમજણનો યથાર્થ પ્રયોગ પણ જીવે કદી કર્યો નથી. અરે ચૈતન્ય
આત્મા! તને અનંતકાળે આવો મનુષ્ય અવતાર મળ્‌યો. તેમાં તેં બહારના બીજા પ્રયોગો કર્યાં
પણ અંતરમાં પોતાનો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા શું ચીજ છે તે સમજવાનો પ્રયોગ તેં તારા
જ્ઞાનમાં કદી એક ક્ષણ પણ ન કર્યો, ને મનુષ્ય અવતાર વ્યર્થમાં ગુમાવીને પાછો સંસારમાં જ
રખડ્યો. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી
તારા અનાદિના ભવભ્રમણનો અંત આવે.
આત્મા પોતાની જ ભૂલથી સંસારમાં રખડ્યો છે ને પોતાની જ સમજણથી તે તરે છે,
કોઈ બીજાએ તેને રખડાવ્યો નથી; તેમજ કોઈ બીજું તેને તારતું નથી; ભૂલ કરવામાં પોતે
સ્વતંત્ર છે ને તે ભૂલ ભાંગીને સાચી સમજણ કરવામાં પણ પોતે સ્વતંત્ર છે, ભૂલ તે ક્ષણિક
વિકૃતિ છે તે ટળી શકે છે, ને ભૂલ વગરનો સ્વભાવ કાયમ છે; તે સ્વભાવમાં અંતર્લક્ષ કરતાં
અનાદિની ભૂલ ટળીને અપૂર્વ જ્ઞાનદશા પ્રગટે છે. અજ્ઞાનભાવ તેમજ હિંસા કે દયાનો ભાવ તે
ક્ષણિક વિકૃતિ છે, આત્મામાં તે કાયમ રહેનાર નથી; આત્માનો કાયમી ચિદાનંદ સ્વભાવ તેમાં
તેનો અભાવ છે. જીવે અનાદિથી ક્ષણિક વિકાર સામે જ જોયું છે, પણ વિકારનો જેમાં અભાવ
છે એવા પોતાના કાયમી ચિદાનંદસ્વભાવની સામે કદી જોયું નથી. અંતર્મુખ થઈને સ્વભાવની
સમજણ કરવી તે અપૂર્વ છે. આ સિવાય પૂર્વે અનંત ભવમાં જે કર્યું તે કાંઈ અપૂર્વ નથી.
મારો આનંદ મારામાં જ છે–એમ પોતાના સ્વભાવની પ્રતીત જીવને આવતી નથી એટલે
બહારના અનુકૂળ સંયોગમાંથી તે આનંદ લેવા માંગે છે; તેથી તે પોતાના ઉપયોગને બહારમાં ને
બહારમાં જ ભમાવે છે પણ અંર્તસ્વભાવમાં
(અનુસંધાન માટે જુઓ પાન ૨૨૦)