ને પુણ્ય બાંધીને સ્વર્ગે જાય, પણ તેનાથી ભવભ્રમણના દુઃખનો અંત ન આવે. આ તો
અનાદિકાળના ભવભ્રમણના દુઃખનો અંત કેમ આવે ને અપૂર્વ આત્મસુખની પ્રાપ્તિ કેમ થાય તેની
વાત છે. અરે જીવ! અનંતકાળમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામ્યો ને આવો સત્સમાગમ
મળ્યો ત્યારે જો આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું, તો આયુષ્ય પૂરું
થતાં મનુષ્યઅવતાર હારી જઈશ. આવો અવસર પામીને જે જીવ સત્સમાગમે ચૈતન્યસ્વરૂપની
સમજણનો ઉદ્યમ કરતો નથી અને એમ કહે છે કે ‘હમણાં સંસારનાં કામ કરી લઈએ પછી આત્માની
સમજણ કરશું.’ તો તે જીવ ‘લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય’ એના જેવો મૂર્ખ છે.
જ્યાં લક્ષ્મી ચાંદલો કરવા આવી, ત્યાં મૂરખો કહે કે હું મોઢું ધોઈ આવું. જ્યાં તે મોઢું ધોવા ગયો, ત્યાં
લક્ષ્મી તો ચાલી ગઈ. તેમ આ મનુષ્ય–અવતાર અને સત્સમાગમે જ્યાં સત્ સમજીને ભવનો અંત
કરવાનું ટાણું આવ્યું–ચૈતન્યલક્ષ્મી પ્રાપ્ત કરવાનો અવસર આવ્યો, ત્યાં મૂર્ખ અજ્ઞાની જીવ કહે છે કે
પહેલાંં હું દેશની ને કુટુંબની વ્યવસ્થા કરી દઉં, પહેલાંં બીજો વ્યવહાર કરી લઉં ને પછી આત્મા
સમજાશે. આમ માનીને જ્યાં તે વ્યવહારમાં ને બહારમાં રોકાય ત્યાં તો જીવન પૂરું થતાં આ અપૂર્વ
સમજણનું ટાણું તે ગુમાવી બેસે છે. માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી.
ચોરાસીના ભવચક્રમાંથી બહાર નીકળવાનું આ ટાણું આવ્યું તેમાં જે જીવ ‘આંધળાની જેમ’
આત્માની બેદરકારી કરે છે તે પાછો ચોરાસીના ચકરાવામાં રખડે છે. આંધળાનો દાખલો આ પ્રમાણે
છે: એક આંધળો હતો, તેને નગરમાં જવું હતું. તે નગરને ફરતો ગઢ હતો ને તેમાં પ્રવેશવાનો એક
જ દરવાજો હતો. કોઈએ કરુણા કરીને આંધળાને કહ્યું કે ‘જો ભાઈ! આ નગરીને ફરતો જે ગઢ છે
તે ગઢને હાથ અડાડી અડાડીને તું ચાલ્યો જા, ચાલતાં ચાલતાં જ્યારે બારણું આવે ત્યારે તેમાં થઈને
નગરમાં પ્રવેશ કરજે. પણ બારણું એક જ છે માટે બરાબર ધ્યાન રાખજે.” તે પ્રમાણે ગઢને હાથ
અડાડીને આંધળાએ ચાલવા માંડ્યું, ઘણું ફરતાં ફરતાં માંડ દરવાજો નજીક આવ્યો; પણ જ્યાં
દરવાજો આવ્યો, ત્યાં જ બરાબર આંધળાને પગમાં ખંજવાળ આવી, ને ગઢને અડાડેલો હાથ ઊંચો
કરીને ખંજવાળતો ખંજવાળતો તે ચાલ્યો (–ઊભો ન રહ્યો પણ ચાલ્યો.) ત્યાં તો દરવાજો ચાલ્યો
ગયો ને પાછો તે ચક્કરમાં પડ્યો તેમ–અહીં ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તે