Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૨૧૦ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
આનંદનું નગર છે, તેમાં પેસવા માટે સમ્યગ્દર્શન અને સાચી સમજણરૂપી દરવાજો છે.
અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરતા આંધળા જીવને એટલે કે અજ્ઞાની જીવને આ
મનુષ્યઅવતારમાં સત્સમાગમે સાચી સમજણ કરીને સ્વરૂપ નગરમાં પ્રવેશવાનું ટાણું આવ્યું
અને જ્ઞાનીઓએ આત્મસ્વરૂપની સાચી સમજણનો ઉપદેશ આપીને સ્વરૂપનગરમાં પેસવાનું
બારણું બતાવ્યું. હવે જ્યાં સાચી સમજણ કરીને સ્વરૂપનગરમાં પેસવાનુ ટાણું આવ્યું ત્યાં
અજ્ઞાનથી આંધળો પ્રાણી સાચી સમજણ કરવાને બદલે, શરીરની ખંજવાળમાં એટલે કે
ઈન્દ્રિયવિષયોમાં ને રાગમાં જ લુબ્ધ થઈને આ અવસર ગુમાવી બેસે છે, ને મનુષ્યપણું હારી
જઈને પાછો ચોરાસીના ચક્કરમાં જ રખડે છે. હું તો જ્ઞાન છું, મારો આનંદ મારા સ્વરૂપમાં જ
છે –એમ સાચી સમજણ કરીને ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કરે તો આનંદનો અનુભવ થાય ને આ
ભવભ્રમણથી છૂટકારો થાય. પણ અજ્ઞાની જીવ, આનંદનું ધામ એવા સ્વરૂપ નગરમાં પ્રવેશ
કરતો નથી–તેનાં શ્રદ્ધા–જ્ઞાન કરતો નથી, ને પુણ્યથી મારું કલ્યાણ થશે અથવા હમણાં પરનાં
કાંઈક કામ કરી દઉં, શરીરનાં કામ કરી દઉં એમ માનીને, મિથ્યાત્વથી આંધળો થઈને આ
અવસર ગુમાવી દે છે અને ચોરાસીના ચક્કરમાં જ રખડે છે. ચોરાસીના ચક્કરમાં ફરી અનંત
કાળે પણ આવો અવસર મળવો મુશ્કેલ છે. માટે જ્ઞાની કહે છે કે હે ભાઈ! આ અવસર પામીને
હવે તું સત્સમાગામે ચૈતન્યસ્વરૂપની સમજણનો રસ્તો લે. ચૈતન્ય–સ્વરૂપ આત્માની સાચી
સમજણ કરવી તે જ અંતરની આનંદસ્વરૂપ નગરીમાં પ્રવેશવાનો દરવાજો છે ને તે જ આ
ભવભ્રમણથી છૂટકારાનો માર્ગ છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
વડાલ ગામમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
સં. ૨૦૧૦, મહા સુદ ૯
પુણ્યની મીઠાશ
આત્માનો ચિદાનંદ સ્વભાવ અબંધ છે, તેની હાલતમાં પુણ્ય
કે પાપ થાય તે બંને બંધન છે; પુણ્ય–પાપ બંનેથી રહિત આત્માના
ચિદાનંદ સ્વભાવની સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે.
જેને પુણ્યની કે પુણ્યના ફળની રુચિ છે તેને આત્માના અબંધ
સ્વભાવની રુચિ નથી એટલે કે ધર્મની રુચિ નથી. અજ્ઞાનીને
પુણ્યનો અને બહારના ઠાઠનો મહિમા આવી જાય છે. પૈસા
વગેરેનો ઠાઠ તે પૂર્વના પુણ્યનું ફળ છે, પણ તેમાં ક્યાંય ચૈતન્યનો
આનંદ નથી. માટે તે પુણ્યની અને પુણ્યના ફળની મીઠાશ છોડ.
સંયોગનો કે પુણ્યનો મહિમા નથી પણ ચૈતન્યસ્વરૂપનો જ મહિમા
છે; હે ભાઈ! તારા ચૈતન્યસ્વરૂપના મહિમાને જાણીને તેની
સન્મુખ થા તો આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય.
કોઈ સંયોગોમાં કે સંયોગ તરફના ભાવમાં આત્માનો આનંદ છે જ
નહિ. અજ્ઞાનીને અનાદિથી પુણ્યનો ને પુણ્યના ફળનો મહિમા
ભાસે છે પરંતુ ચૈતન્ય સ્વભાવનો મહિમા તેને ભાસતો નથી.