Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૧ :
અપૂર્વ
આત્મહિતનો માર્ગ

હે જીવ! પૂર્વે કદી તેં તારા આત્માને જાણવાની દરકાર કરી
નથી; હવે જ્ઞાનસ્વરૂપ આત્માને સત્સમાગમે ઓળખવાનું ટાણું
આવ્યું છે; તો હવે અંતરના પ્રયત્ન વડે આત્માની એવી અપૂર્વ
સમજણ પ્રગટ કર કે જેથી તારા ભવભ્રમણનો અંત આવી જાય.

અનંતકાળથી સંસારમાં રખડી રહેલા જીવનું હિત કેમ થાય તેની આ વાત છે. આત્માનો સ્વભાવ
પરિપૂર્ણ જ્ઞાન–આનંદથી ભરેલો છે, તે પોતે જ પોતાના અપૂર્વ હિતનું સાધન છે; પણ તેની સામે ન જોતાં,
અજ્ઞાની જીવ અનાદિથી બહારમાં પોતાના હિતનું સાધન માનીને સંસારમાં રખડે છે. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
આત્મા છું, જગતથી હું જુદો છું, મારામાં જગત નથી ને જગતના પદાર્થોમાં હું નથી, મારા માથે જગતના કામનો
કાંઈ પણ બોજો નથી, હું તો અનંતગુણથી ભરપૂર મારી ચૈતન્યનગરીનો સ્વામી છું એમ અંતરમાં નિજસ્વરૂપને
ઓળખીને તેનું શરણ લેવું તે અપૂર્વ હિતનો માર્ગ છે.
હું અનાદિઅનંત ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, રાગ મારું મૂળ સ્વરૂપ નથી ને દેહાદિ તો મારાથી તદ્દન જુદાં
છે, આ રીતે અંતરમાં શુદ્ધ ચિદ્રૂપ તત્ત્વની ઓળખાણ કરીને સમ્યગ્જ્ઞાન કરે તો આત્માનું અપૂર્વ હિત પ્રગટે ને
ભવનો અંત આવે. આત્માના યથાર્થ જ્ઞાન વિના જ જીવને અત્યાર સુધી સંસાર પરિભ્રમણ થયું છે. જીવે બીજું
બધું અનંતવાર કર્યું છે પણ આત્માનું વાસ્તવિક જ્ઞાન કદી પણ કર્યું નથી; વ્રત–તપ અને પૂજા–ભક્તિના
શુભભાવ અનંતવાર કરી ચૂક્યો છે ને તેના ફળથી સ્વર્ગમાં અનંતવાર જઈ આવ્યો છે, પણ મારું સ્વરૂપ આ
રાગથી ને સંયોગથી પાર છે એમ પોતાના ચૈતન્યસ્વરૂપ તત્ત્વને અંતરમાં કદી લક્ષગત કર્યું નથી. ચૈતન્યસ્વરૂપ
જેટલો જ હું છું, સંયોગનો હું જાણનાર છું પણ સંયોગ તે હું નથી, રાગનો જાણનાર હું છું પણ રાગ તે હું નથી,
આ પ્રમાણે ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લેવું તે અનંતકાળમાં કદી નહિ કરેલ એવી અપૂર્વ ધર્મક્રિયા છે, ને તે
ક્રિયા મુક્તિનું કારણ છે.
હે જીવ! પૂર્વે કદી તેં તારા આત્માને જાણવાની દરકાર કરી નથી; હવે જ્ઞાનસ્વરૂપ આત્માને સત્સમાગમે
ઓળખવાનું ટાણું આવ્યું છે; તો હવે અંતરના પ્રયત્ન વડે આત્માની એવી અપૂર્વ સમજણ પ્રગટ કર કે જેથી
તારા ભવભ્રમણનો અંત આવી જાય.
હું ચૈતન્યસ્વરૂપ જાણનાર–દેખનાર છું, એ સિવાય બીજું મારું સ્વરૂપ નથી; પુણ્ય–પાપ અને સંયોગનો હું
જાણનાર છું પરંતુ તે કોઈ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો જ્ઞાન જ છે. વિકારને જાણતાં હું તે વિકાર–સ્વરૂપ
થઈ જતો નથી, પરંતુ હું તો જ્ઞાનરૂપ જ રહું છું. શુભ–અશુભ લાગણીઓ તો પહેલી ક્ષણે નવી ઉત્પન્ન થઈને
બીજી ક્ષણે પલટી જાય છે અને સંયોગો પણ પલટી જાય છે, તે કોઈ મારા આત્મા સાથે કાયમ રહેતાં નથી માટે
તે કોઈ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, હું તો અનાદિ અનંત એકરૂપ ચિદાનંદ સ્વરૂપ છું, મારું સ્વરૂપ મારાથી કદી
જુદું પડતું નથી. આ પ્રમાણે અંતરમાં શુદ્ધ ચિદાનંદ આત્માના સમ્યગ્જ્ઞાનથી જ ધર્મની શરૂઆત થાય છે, આ
સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી. માટે પોતાના ચૈતન્યતત્ત્વની રુચિ કરવી અને તેનું
યથાર્થ જ્ઞાન કરવું તે અપૂર્વ હિતનો ઉપાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વનો અનાદર કરીને