Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૨૧૨ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
પુણ્ય–પાપની રુચિ કરવી તે તો ચોરાસીના અવતારનો ઊંડો પાયો છે, પોતાના સ્વભાવ સન્મુખ થઈને તેની
રુચિ કરવી તે મુક્તિનો પાયો છે, અને તેનાથી વિપરીત એવા વિકારની રુચિ કરવી તે સંસારનો પાયો છે. પુણ્ય
જુદી ચીજ છે ને ધર્મ જુદી ચીજ છે, પુણ્ય તો પરના અવલંબને થાય છે ને ધર્મ તો ચૈતન્યસ્વરૂપના અવલંબને
થાય છે; પુણ્ય તો આસ્રવ–બંધનું કારણ છે એટલે સંસારનું કારણ છે, અને ધર્મ તો સંવર–નિર્જરા–મોક્ષનું કારણ
છે; તેને બદલે અજ્ઞાની લોકો પુણ્ય અને ધર્મ બંનેને એક જ ચીજ માનીને, રાગને ધર્મ માને છે, તે ઊંધી
માન્યતામાં રાગનો આદર છે ને આત્માના ચિદાનંદસ્વભાવનો અનાદર છે, તે જ સંસારનું મૂળ કારણ છે. હું શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ છું ને રાગાદિ ભાવો મારા સ્વરૂપથી વિપરીત છે–જુદા છે, એ પ્રમાણે રાગરહિત ચિદાનંદસ્વરૂપને
ઓળખીને તેનો આદર કરવો તે મોક્ષનું કારણ છે.
[–વડાલ ગામમાં પૂ.ગુરુદેવના પ્રવચનમાંથી,
વીર સં. ૨૪૮૦, મહા સુદ ૯]
*
આત્માનું ધ્યેય
* આત્માનું ધ્યેય શું? કર્તવ્ય શું? અથવા ધર્મની ક્રિયા શું? તેની આ વાત છે.
* પ્રથમ શરીર વગેરેની ક્રિયા તે આત્માનું ધ્યેય નથી કેમકે તે તો
જડ છે–આત્માથી ભિન્ન વસ્તુ છે.
* અંદરમાં પુણ્ય–પાપના પરિણામ થાય તે પણ આત્માનું ધ્યેય
નથી, તે તો વિકાર છે–દુઃખનું કારણ છે.
* ભગવાન આત્મા આ મનુષ્યદેહથી પાર ચૈતન્યતત્ત્વ છે, તે
જાણનાર–દેખનાર છે, જો તે પોતે પોતાને જાણે દેખે તો આનંદનો અનુભવ
થાય ને પરમાનંદમય મુક્તદશા પામે. માટે પોતાનો શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ
આત્મા જ આ આત્માને ધ્યેયરૂપ છે; તેની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતારૂપ
ક્રિયા તે મોક્ષનું કારણ છે.
*
મનુષ્યપણામાં કરવા જેવું
જુઓ ભાઈ, આ મનુષ્ય દેહ મળવો અનંતકાળે મોંઘો છે, તો
મનુષ્યપણું પામીને વિચાર કરવો જોઈએ કે અરે, મારા આત્માનું હિત
કેમ થાય? મારો આત્મા અનાદિથી આ સંસારમાં રખડે છે તો હવે એવો
શું ઉપાય કરું કે જેથી સંસારભ્રમણનો અંત આવે ને આત્માની મુક્તિ
થાય? હું શરીરથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છું એમ પોતાના સ્વરૂપની
ઓળખાણ કરવી તે જ આ મનુષ્યપણામાં કરવા જેવું ધ્યેય છે, અને તે
જ ધર્મ છે.
આત્માની સંભાળ કરીને તેને જ્ઞાનનું ધ્યેય બનાવે તો આત્મામાં
તત્ત્વજ્ઞાનના અપૂર્વ તરંગ ઊછળે, તે મોક્ષનું કારણ છે. જ્ઞાન સ્વભાવ તો
એવો ને એવો અનાદિ અનંત છે પણ જીવે કદી પોતાના સ્વરૂપની
સંભાળ કરી નથી તેથી જ તે સંસારમાં રખડે છે. એક ક્ષણ પણ પોતાના
વાસ્તવિક સ્વરૂપની સંભાળ કરે તો મુક્તિ થયા વિના રહે નહિ.