વર્ણન કર્યુ છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
અનંતનયાત્મક શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.’ આવા આત્મદ્રવ્યનું
આ વર્ણન ચાલે છે.
એવો કાળનયથી આત્માનો એક ધર્મ છે, જે કાળે મુક્તિ થાય છે તે કાળે પણ તે પુરુષાર્થપૂર્વક જ
થાય છે, પરંતુ પુરુષાર્થથી કથન ન કરતાં ‘સ્વકાળથી મુક્તિ થઈ’ એમ કાળનયથી કહેવામાં આવે
છે. સ્વકાળથી મુક્તિ થઈ માટે પુરુષાર્થ ઊડી જાય છે–એમ નથી. સ્વકાળે મુક્તિ થઈ તેમાં પણ
પુરુષાર્થ તો ભેગો જ છે.
આધારભૂત દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ જાય છે. ‘જે કાળે મુક્તિ થવાની હોય તે કાળે થાય’–આવો
ધર્મ તો આત્મદ્રવ્યનો છે એટલે આત્મદ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે તે જ આ ધર્મનો નિર્ણય કરી શકે
છે; એટલે આ નિર્ણયમાં મુક્તિનો પુરુષાર્થ આવી જ જાય છે. પોતાની મુક્તપર્યાયના કાળને
જોનાર ખરેખર દ્રવ્યની સામે જુએ છે, કેમકે ‘જેની સિદ્ધિ સમય પર આધાર રાખે’ એવો ધર્મ
દ્રવ્યનો છે; દ્રવ્યની સામું જોયું તે જ અપૂર્વ પુરુષાર્થ છે. દ્રવ્યની સામે જોનારે નિમિત્ત વિકાર કે
પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઊઠાવી લીધી છે, તેમજ એકેક ગુણના ભેદ ઉપર પણ તેની દ્રષ્ટિ નથી; આવી
દ્રવ્યદ્રષ્ટિમાં જ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, સ્વકાળનો નિર્ણય, ભેદજ્ઞાન, મોક્ષમાર્ગનો પુરુષાર્થ,
કેવળીનો નિર્ણય વગેરે બધું આવી જાય છે. કાળનયનું પરમાર્થ તાત્પર્ય પણ એ જ છે કે
સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરવી. આ ધર્મ કાંઈ કાળના આધારે નથી પણ આત્માના આધારે છે, એટલે
મુક્તિના કાળનો નિર્ણય કર–