બેસતો નથી.
જોવાનું રહ્યું. આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં સ્વકાળ અલ્પ સમયમાં પાકવાનો જ હોય.
અહીં દ્રષ્ટાંતમાં પણ એવી કેરી લીધી છે કે ઉનાળાનો કાળ આવતાં જે પાકી જાય છે, તેમ
સિદ્ધાંતમાં એવો આત્મા લેવો કે સ્વભાવનો નિર્ણય કરીને સ્વભાવ તરફના સમ્યક્ પુરુષાર્થથી
જેને મુક્તિ નો કાળ પાકી જાય છે. સર્વજ્ઞદેવે તો મુક્તિનો જે સમય છે તે જોયો છે, પણ ‘હું મુક્ત
થઈશ, મુક્ત થવાનો મારા આત્માનો સ્વભાવ છે’–એમ જેણે નક્કી કર્યું તેને બંધનની કે રાગની
રુચિ રહેતી નથી, પણ જેમાંથી મુક્તદશા આવવાની છે એવા સ્વદ્રવ્ય તરફ તે જુએ છે, ને
અલ્પકાળે તેને મુક્તિનો સ્વકાળ પાકી જ જાય છે. જેને રાગની કે નિમિત્તની રુચિ છે તેને ખરેખર
મુક્તિનો નિર્ણય નથી. મુક્તિનો નિર્ણય કરનાર આત્માને જુએ છે, કેમકે મુક્તિ કોઈ નિમિત્તના
આશ્રયે રાગના આશ્રયે કે પર્યાયના આશ્રયે નથી પણ આત્મદ્રવ્યના આશ્રયે છે; તેથી તે
આત્મદ્રવ્યનું અવલંબન કરીને જ્ઞાતાદ્રષ્ટા રહે છે, તેને પર્યાય બુદ્ધિની અધીરજ કે ઉતાવળ થતી
નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે વર્તતા તેને મુક્તિ અલ્પકાળમાં થઈ જાય છે.
એકાગ્ર કરીને તે નિર્ણય કર્યો છે એટલે વર્તમાનમાં તે સાધક તો થયો છે. હવે તેની દ્રષ્ટિ
આત્માના સ્વભાવ ઉપર છે, ‘હું ઝટ મુક્તિ કરું ને સંસાર ટાળું’–એવી પર્યાય દ્રષ્ટિ તેને નથી, હવે
સ્વભાવમાં એકાગ્ર થતાં તેને અલ્પકાળમાં મુક્તદશા થઈ જશે.
વિષમતાથી મુક્તિ થતી નથી, પણ હું તો જ્ઞાન છું–એમ જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર
થતાં મુક્તિ થઈ જાય છે, જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં રહેતાં જે સમયે મુક્તિ થવાની છે તે સમયે થઈ જાય
છે, તેને મુક્તિના સમય વચ્ચે લાંબો કાળ હોતો નથી. અરે! વેલો મોક્ષ કરું–એ પણ વિષમભાવ છે,
કેમ કે અવસ્થા એ જ વસ્તુની વ્યવસ્થા છે, ઝટ મોક્ષ કરું–એમ કહે પણ મોક્ષ થવાનો ઉપાય તો
સ્વદ્રવ્યનો આશ્રય કરવો તે છે, તે ઉપાય તો કરે નહિ તો મોક્ષ ક્યાંથી થાય? સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરતાં
મોક્ષ અલ્પકાળમાં થઈ જાય છે પણ ત્યાં મોક્ષપર્યાય ઉપર દ્રષ્ટિ રહેતી નથી. સ્વભાવનું અવલંબન
રાખીને જ્ઞાતાદ્રષ્ટા થયો તેમાં પર્યાયની ઉતાવળ કરવાનું રહે છે જ ક્યાં? કેમકે સ્વભાવના
અવલંબને તેની પર્યાય ખીલતી જ જાય છે, હવે તેને મોક્ષ થતાં ઝાઝી વાર લાગશે નહિ.