તેને આત્મા રોકી શકતો નથી. આ નજીકના શરીરનું કાર્ય પણ જીવને આધીન થતું નથી તો પછી
બીજા પરપદાર્થોનાં કામ આત્મા કરે એ વાત તો ક્યાં રહી? જડ–ચેતનની એકત્વબુદ્ધિથી
અજ્ઞાનીને અનાદિથી ભ્રમણાનો રોગ લાગુ પડયો છે. તે ભ્રમણાનો રોગ ક્યારે ટળે? તેની આ
વાત છે. હું તો જ્ઞાનસ્વરૂપ જાણનાર છું, જ્ઞાન સિવાય બીજું કોઈ કાર્ય મારું નથી, આ શરીરાદિ
પરપદાર્થો તે મારાં જ્ઞાનના જ્ઞેયો છે પણ તેમના કાર્યો મારાં નથી, તે પદાર્થો મારાથી જુદા છે,
મારું શુદ્ધ ચિદાનંદતત્ત્વ તે મારું સ્વજ્ઞેય છે ને તે સ્વજ્ઞેયમાં જ્ઞાનની એકતાથી જે વીતરાગી નિર્મળ
આનંદદશા પ્રગટી તે મારું કાર્ય છે.–આવું યથાર્થ અંર્તભાન કરતાં અનાદિની ભ્રમણા છેદાઈ જાય
છે, ને પરના કાર્યો હું કરું–એવું અભિમાન થતું નથી. આવું ભાન કરવું તે અપૂર્વ ધર્મની શરૂઆત
છે, ને તેનાથી જ આત્માની મહત્તા છે.
પરંતુ અંતરસ્વભાવની પ્રભુતાનું અવલંબન કરતાં જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી ધર્મ
પ્રગટે તેના વડે આત્માની મહત્તા છે ને તેમાં જ આત્માની શોભા છે. જુઓ, જગતમાં મોટા
ચક્રવર્તીઓ ને ઇન્દ્રો પણ, મહા મુનિરાજ વગેરે સંતોના ચરણોમાં નમસ્કાર કરે છે; મુનિરાજ પાસે
તો કાંઈ પૈસા વગેરેનો સંયોગ નથી, અને ચક્રવર્તી પાસે તો ધનના ઢગલા છે, છતાં તે ચક્રવર્તી
મુનિરાજના ચરણોમાં કેમ નમે છે?–કારણકે મુનિરાજ પાસે આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મની અધિકતા છે, તેથી ચક્રવર્તી પણ તેમના ચરણોમાં વંદન કરે છે. આનો અર્થ એ
થયો કે પુણ્યના ફળ કરતાં ધર્મનો મહિમા છે, સંયોગથી આત્માની મહત્તા નથી પણ આત્મામાં જે
વીતરાગી ધર્મ પ્રગટયો તેનાથી જ આત્માની મહત્તા છે, પુણ્ય કે પુણ્યનાં ફળ આદરણીય કે
વંદનીય નથી, પરંતુ વીતરાગી ધર્મ જ આદરણીય ને વંદનીય છે. એટલે જે જીવ પુણ્યનો કે
પુણ્યના ફળનો આદર ન કરતાં આત્માનો વીતરાગી ધર્મ જ આદરણીય છે–એમ સમજે તેણે જ
ધર્માત્માનો ખરો આદર અને નમસ્કાર કર્યા છે, જો પુણ્યનો કે સંયોગનો આદર કરે તો તેણે
ધર્માત્માનો ખરો આદર કે નમસ્કાર કર્યા નથી. ધર્મ અને પુણ્ય એ બંને ચીજ જુદી છે–એ વાત
પણ ઘણા જીવોના ખ્યાલમાં આવતી નથી, ને પુણ્યને જ ધર્મ સમજીને તેનો આદર કરે છે, એવા
જીવો તો મિથ્યાદ્રષ્ટિ છે, ને પુણ્ય કરે તો પણ તેઓ સંસારમાં જ રખડે છે. જેને અંતરમાં સંયોગથી
પાર ચિદાનંદસ્વભાવનું ભાન છે–એવા ધર્માત્માને મોટા પુણ્યવંતો પણ નમસ્કાર કરીને આદર કરે
છે, માટે પુણ્ય તે આદરણીય નથી પણ આત્માનો વીતરાગી ધર્મ આદરણીય છે.
આત્મા તેની મમતા કરે છે, તે મમત્વભાવ જ આત્માનો સંસાર છે, સ્વ–પરની ભિન્નતાનું ભાન
કરીને જેણે પરની મમતા છોડીને પોતાના ચિદાનંદ સ્વભાવમાં એકતા કરીને સમતા પ્રગટ કરી,
તેને સંસારનો નાશ થઈને મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. બહારમાં ઘર–કુટુંબ–લક્ષ્મી વગેરે છોડીને