Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 69

background image
: ૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
ઉત્તર:– અરે ભાઈ! ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો એટલે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો, તે કાંઈ
ભયનું કારણ નથી, તે તો સ્વછંદના નાશનું ને નિર્ભયતા થવાનું કારણ છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર, હું
પરને ફેરવી દઉં–એવી કર્તાબુદ્ધિથી સ્વછંદી થઈ રહ્યો છે; તેને બદલે, પદાર્થોની પર્યાય તેના પોતાથી જ ક્રમબદ્ધ
થાય છે, હું તેનો કર્તા કે ફેરવનાર નથી, હું તો જ્ઞાયક છું–એવી પ્રતીત થતાં સ્વછંદ છૂટીને સ્વતંત્રતાનું અપૂર્વ
ભાન થાય છે. આ ક્રમબદ્ધપર્યાયની સમજણ તે ભયનું સ્થાન નથી, ભય તો મૂર્ખાઈ અને અજ્ઞાનમાં હોય, આ
તો ભયના ને સ્વછંદના નાશનું કારણ છે.
[] ‘જ્ઞાયકપણું’ તે જ આત્માનો પરમસ્વભાવ છે.
આત્મા જ્ઞાયક વસ્તુ છે, જ્ઞાન જ તેનો પરમસ્વભાવ ભાવ છે. ‘જ્ઞાયકપણું’ આત્માનો પરમભાવ છે,–તે
સ્વપરના જ્ઞાતાપણા સિવાય બીજું શું કરે? જેમ‘છે’ ને જેમ ‘થાય છે’ તેનો તે જાણનાર છે. દ્રવ્ય અને ગુણ તે
ત્રિકાળ સત્, ને પર્યાય તે એકેક સમયનું સત, તે સતનો આત્મા જાણનાર છે, પણ કોઈ પરનો ઉત્પન્ન કરનાર,
નાશ કરનાર, કે તેમાં ફેરફાર કરનાર નથી. જો ઉત્પન્ન કરવાનું, નાશ કરવાનું કે ફેરફાર કરવાનું માને તો ત્યાં
જ્ઞાયકભાવપણાની પ્રતીત રહેતી નથી. એટલે જ્ઞાનસ્વભાવને જે નથી માનતો ને પરમાં ફેરફાર કરવાનું માને છે
તેને જ્ઞાયકપણું નથી રહેતું પણ મિથ્યાત્વ થઈ જાય છે.
[] ‘રોગચાળો’ નહિ પણ વીતરાગતાનું કારણ.
કેટલાક કહે છે કે ‘અત્યારે ક્રમબદ્ધપર્યાયનો રોગચાળો ફેલાયો છે.’ અરે ભાઈ! આ ક્રમબદ્ધપર્યાયની
પ્રતીત તે તો વીતરાગતાનું કારણ છે. જે વીતરાગતાનું કારણ છે તેને તું રોગચાળો કહે છે? ક્રમબદ્ધપર્યાય ન
માનો તો કાંઈ વસ્તુ જ રહેતી નથી. ક્રમબદ્ધપર્યાયપણું તે તો વસ્તુનું સ્વરૂપ છે તેને રોગચાળો કહેવો એ તો મહા
વિપરીતતા છે. દ્રવ્ય સમયે સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એવો તેનો ધર્મ છે, ક્રમબદ્ધપર્યાયમાં જે
સમયે જે પર્યાયનો સ્વકાળ છે તે સમયે દ્રવ્ય તે જ પર્યાયને દ્રવે છે–પ્રવહે છે એવો જ વસ્તુભાવ છે; ને પોતાનો
જ્ઞાયક સ્વભાવ છે. આવા સ્વભાવને માનવો તે રોગચાળો નથી, પરંતુ આવા વસ્તુસ્વભાવને ન માનતાં ફેરફાર
કરવાનું માનવું તે મિથ્યાત્વ છે ને મિથ્યાત્વ તે જ મોટો રોગચાળો છે.
[૧૦] અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અક્રમે–એમ નથી.
દરેક દ્રવ્યની ત્રણકાળની પર્યાયોમાં ક્રમબદ્ધપણું છે તેને જે ન માને તે સર્વજ્ઞતાને માનતો નથી, આત્માના
જ્ઞાનસ્વભાવને માનતો નથી; કેમ કે આત્માના જ્ઞાનસ્વભાવની જો યથાર્થ પ્રતીતિ કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયની
પ્રતીત પણ જરૂર આવી જાય છે.
અહીં ક્રમબદ્ધપર્યાય કહેવાય છે તેમાં અનાદિ અનંત કાળની બધી પર્યાયો સમજી લેવી. દ્રવ્યની અમુક
પર્યાયો ક્રમબદ્ધ થાય ને અમુક પર્યાયો અક્રમે થાય–એમ બે ભાગલા નથી. કોઈ એમ કહે છે કે– “અબુદ્ધિપૂર્વક
પર્યાયો તો જ્ઞાનમાં પકડાતી નથી એટલે તે તો ક્રમબદ્ધ થાય, પરંતુ બુદ્ધિપૂર્વકની પર્યાયોમાં ક્રમબદ્ધપણું લાગુ ન
પડે, તે તો અક્રમે પણ થાય.”–એ વાત સાચી નથી. અબુદ્ધિપૂર્વકની કે બુદ્ધિપૂર્વકની કોઈ પણ પર્યાય ક્રમબદ્ધ જ
થાય છે. જડ ને ચેતન બધા દ્રવ્યોની બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. વળી કોઈ એમ કહે કે ‘ભૂતકાળની
પર્યાયો તો થઈ ગઈ એટલે તેમાં હવે કાંઈ ફેરફાર ન થઈ શકે, પરંતુ ભવિષ્યની પર્યાયો હજી થઈ નથી એટલે
તેના ક્રમમાં ફેરફાર કરી શકાય.” આમ કહેનારને પણ પર્યાયનો ક્રમ ફેરવવાની બુદ્ધિ છે તે પર્યાયબુદ્ધિ છે.
આત્મા જ્ઞાયક છે એની પ્રતીત કરવાની આ વાત છે. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો ‘મેં આનું આમ કર્યું ને
આનું આમ ન થવા દીધું’ એવી કર્તાબુદ્ધિની બધી વિપરીત માન્યતાઓનો ભૂક્કો ઊડી જાય છે ને એકલું
જ્ઞાયકપણું રહે છે.
[૧૧] આવી સત્ય વાતના શ્રવણની પણ દુર્લભતા.
હજી કેટલાક જીવોએ તો આ વાત સત્સમાગમે યથાર્થપણે સાંભળી પણ નથી. ‘હું જ્ઞાન છું, જગતની દરેક
વસ્તુ પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેનો હું જાણનાર છું, પણ કોઈનો ક્યાંય ફેરવનાર હું નથી’–
આવું યથાર્થ સત્ય સત્સમાગમે સાંભળીને જેણે જાણ્યું પણ નથી, તેને અંતરમાં તેની સાચી ધારણા ક્યાંથી હોય?
અને ધારણા વિના તેની યથાર્થ રુચિ અને