: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૫ :
પરિણમન તો ક્યાંથી થાય? અત્યારે આ વાત બીજે સાંભળવા પણ મળતી નથી. આ વાત સમજીને તેનો યથાર્થ
નિર્ણય કરવા જેવો છે.
[૧૨] ક્રમ અને તે પણ નિશ્ચિત.
“जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, नाजीवः...” આ મૂળ ટીકા છે, તેના
હિંદી અર્થમાં જયચંદ્રજી પંડિતે એમ લખ્યું છે કે ‘जीव प्रथम ही क्रमकर निश्चित अपने परिणामों कर उत्पन्न
हुआ जीव ही है, अजीव नहीं है’ ક્રમ તો ખરો, અને તે પણ નિયમિત, એટલે કે આ દ્રવ્યમાં આ સમયે
આવી જ પર્યાય થશે–એ પણ નિશ્ચિત છે.
કોઈ એમ કહે કે ‘પર્યાય ક્રમબદ્ધ છે એટલે કે તે એક પછી એક ક્રમસર થાય છે–એ ખરું, પણ ક્યા સમયે
કેવી પર્યાય થશે તે નિશ્ચિત નથી’–તો એ વાત સાચી નથી. ક્રમ અને તે પણ નિશ્ચિત છે, ક્યા સમયની પર્યાય
કેવી થવાની છે તે પણ નિશ્ચિત છે. જો એમ ન હોય તો સર્વજ્ઞે જાણ્યું શું? અહો! આ ક્રમબદ્ધપર્યાયની વાત જેની
પ્રતીતમાં આવે તેને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ થઈને મિથ્યાત્વનો ને અનંતાનુબંધી કષાયનો નાશ થઈ જાય; તેને
સ્વછંદતા ન થાય પણ સ્વતંત્રતા થાય.
[૧૩] જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે પાંચ સમવાય.
અજ્ઞાનીઓ કહે છે કે ‘આ ક્રમબદ્ધપર્યાય માનો તો પુરુષાર્થ ઊડી જાય છે.’–પણ એમ નથી. આ
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં કર્તાબુદ્ધિનું ખોટું અભિમાન ઊડી જાય છે ને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે.
જ્ઞાન–સ્વભાવનો પુરુષાર્થ ન કરે તેને ક્રમબદ્ધપર્યાયનોદ નિર્ણય પણ સાચો નથી. જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વડે
ક્રમબદ્ધ–પર્યાયનો નિર્ણય કરીને પર્યાય સ્વસન્મુખ થઈ ત્યાં એક સમયમાં તે પર્યાયમાં પાંચે સમવાય આવી જાય છે.
નાટક–સમયસારમાં પં. બનારસીદાસજી પણ કહે છે કે–
टेक डारि एकमैं अनेक खोजै सौ सुबुद्धि,
खोजी जीवे वादी मरै सांची कहवति है।। ४५।।
– दूराग्रह छोड़कर एकमें अनेक धर्म ढूँढ़ना सम्यग्ज्ञान है। इसलिये संसार में जो कहावत है कि
‘खोजी पावे वादी मरे’ सो सत्य है।।
પુરુષાર્થ, સ્વભાવ, કાળ, નિયત અને કર્મનો અભાવ એ પાંચે સમવાય એક સમયની પર્યાયમાં આવી જાય છે.
[૧૪] કાર્તિકી–અનુપ્રેક્ષા અને ગોમટ્ટસારના કથનની સંધિ.
સ્વામી કાર્તિકીઅનુપ્રેક્ષામાં ગા. ૩૨૧–૨૨–૨૩માં સ્પષ્ટ કહ્યું છે કે જે સમયે જેમ થવાનું સર્વજ્ઞદેવે જોયું છે
તે સમયે તેમ જ થવાનું, તેને ફેરવવા કોઈ સમર્થ નથી.–જે આવું શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે, ને તેમાં જે
શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે, તેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી.
જે જીવ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરતો નથી, ને ક્રમબદ્ધપર્યાયનું ફક્ત નામ લઈને સ્વછંદથી વિષય કષાયને
પોષે છે તેને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાદ્રષ્ટિ ગણ્યો છે; પરંતુ–જ્ઞાન સ્વભાવની પ્રતીત કરીને જે જીવ
ક્રમબદ્ધપર્યાયને માને છે તે જીવને કાંઈ ત્યાં મિથ્યાદ્રષ્ટિ નથી કહ્યો.
[૧પ] એકવાર...આ વાત તો સાંભળ!
અહો, આત્માનો જ્ઞાનસ્વભાવ–જેમાં ભવ નથી, તેનો જેણે નિર્ણય કર્યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો,
તેને ભેદજ્ઞાન થયું, તેણે કેવળીને ખરેખર માન્યા. પ્રભુ! આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવો જ તારો જ્ઞાનસ્વભાવ
છે; એકવાર આગ્રહ છોડીને, તારી પાત્રતા ને સજ્જનતા લાવીને આ વાત તો સાંભળ!
[૧૬] રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી.
પ્રશ્ન:– આપ કહો છો કે ક્રમબદ્ધપર્યાય થાય છે, તો પછી ક્રમબદ્ધપર્યાયમાં રાગ પણ થવાનો હોય તે થાય!
ઉત્તર:– ભાઈ! તારી રુચિ ક્યાં અટકી છે? તને જ્ઞાનની રુચિ છે કે રાગની? જેને જ્ઞાનસ્વભાવની રુચિ
અને દ્રષ્ટિ થઈ છે તે તો પછી અસ્થિરતાના અલ્પ રાગનો પણ જ્ઞાતા જ છે. અને ‘રાગ થવાનો હતો તે થયો’
એમ કહીને જે રાગની રુચિ છોડતો નથી–તે તો સ્વછંદી મિથ્યાદ્રષ્ટિ છે. આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ સમજે એની
તો દ્રષ્ટિ પલટી જાય.
[૧૭] ઊંધો પ્રશ્ન–‘નિમિત્ત ન આવે તો...?’
‘આવું નિમિત્ત આવે તો આમ થાય, ને નિમિત્ત ન આવે તો ન થાય’–આમ જેને નિમિત્તાધીન દ્રષ્ટિ છે
તેને ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. ‘ક્રમબદ્ધપર્યાય