Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 69

background image
: ૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
થવાની હોય પણ નિમિત્ત ન આવે તો! ’ –એ પ્રશ્ન જ ઊંધો છે. ક્રમબદ્ધપર્યાયમાં જે સમયે જે નિમિત્ત છે–તે પણ
નિશ્ચિત જ છે; નિમિત્ત ન હોય એમ બનતું જ નથી.
[૧૮] બે નવી વાત!–સમજે તેનું કલ્યાણ.
એક નિયમસારની ‘શુદ્ધ કારણપર્યાય’ની વાત, ને બીજી આ ‘ક્રમબદ્ધપર્યાય’ની વાત, એ બે વાત
સોનગઢથી નવી કાઢી–એમ કેટલાક કહે છે; લોકોમાં અત્યારે આ વાત ચાલતી નથી તેથી નવી લાગે છે. શુદ્ધ
કારણપર્યાયની વાત સૂક્ષ્મ છે, ને બીજી આ ક્રમબદ્ધપર્યાયની વાત સૂક્ષ્મ છે,–આ વાત જેને બેસે તેનું કલ્યાણ થઈ
જાય! આ એક ક્રમબદ્ધપર્યાયની વાત બરાબર સમજે તો તેમાં નિશ્ચયવ્યવહારના ને ઉપાદાન–નિમિત્તના વગેરે
બધાય ખુલાસા આવી જાય છે; વસ્તુની પર્યાય ક્રમબદ્ધ ને હું તેનો જ્ઞાયક–એ સમજતાં બધા સમાધાન થઈ જાય
છે. ભગવાન! તારા જ્ઞાયકસ્વભાવને ભૂલીને તું પરનું કરવાની માન્યતામાં રોકાઈ ગયો? પરમાં તારી પ્રભુતા કે
પુરુષાર્થ નથી, આ જ્ઞાયક ભાવમાં જ તારી પ્રભુતા છે. તારો પ્રભુ તારા જ્ઞાયક મંદિરમાં બિરાજમાન છે તેની
સન્મુખ થા, ને તેની પ્રતીત કર.
[૧૯] આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે.
જગતમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દરેક જીવ, તેમજ સિદ્ધ, અને અનંતાનંત પરમાણુઓમાં
દરેક પરમાણુ, તે બધાય ક્રમબદ્ધપણે પરિણમી જ રહ્યા છે, હું તેમનું શું ફેરવું? હું તો જ્ઞાયક છું–આવો નિર્ણય કરે
તેને સમ્યગ્દર્શન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે અનાદિ–અનંત જાણવાનું જ કાર્ય કરે છે. આત્મા તો
અનાદિનો જ્ઞાયકભાવ પણે જ રહ્યો છે, પણ અજ્ઞાનીને મોહ વડે તે અન્યથા અધ્યવસિત થયો છે,–એ વાત
પ્રવચનસારની ૨૦૦ મી ગાથામાં કરી છે. આત્મા તો જ્ઞાયક હોવા છતાં અજ્ઞાની તેની પ્રતીત નથી કરતો, ને ‘હું
પરનો કર્તા’ એમ મોહ વડે અન્યથા માને છે.
[૨૦] કંથચિત્ ક્રમ–અક્રમપણું કઈ રીતે છે?
કોઈ એમ કહે છે કે–‘જીવની પર્યાયમાં કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે; તેમજ શરીરાદિ અજીવની
પર્યાયમાં પણ કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે.’–તે બધી વાત વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયથી વિપરીત છે,
જ્ઞાનસ્વભાવથી વિપરીત છે અને કેવળીથી પણ તે વિપરીત છે. વસ્તુમાં એવું ક્રમ–અક્રમપણું નથી, પરંતુ પર્યાય
અપેક્ષાએ ક્રમબદ્ધપણું; ને ગુણો સહવર્તી છે તે અપેક્ષાએ અક્રમપણું–એ રીતે વસ્તુ ક્રમ–અક્રમસ્વરૂપ છે.
[૨૧] કેવળીને માને તે કુદેવને ન માને.
કોઈ એમ કહેતું હતું કે–‘કેવળીએ જેમ દીઠું તેમ થયું છે, માટે જે વાડો (–સંપ્રદાય) મળ્‌યો અને જેવા ગુરુ
મળ્‌યા (–તે ભલે ખોટા હોય તો પણ) તેમાં ફેરફાર કરવાની ઉતાવળ ન કરવી, કેમ કે કુદરતના નિયમમાં એમ
આવ્યું છે માટે તે બદલવું નહીં.’
–પણ ભાઈ તને કેવળજ્ઞાન બેઠું છે? અને કુદરતનો નિયમ એટલે વસ્તુસ્વરૂપ તને બેઠું છે? જેની
પ્રતીતમાં કેવળજ્ઞાન બેઠું અને વસ્તુસ્વરૂપ સમજાયું તેના અંતરમાં ગૃહીતમિથ્યાત્વ રહે જ નહિ, કુધર્મને કે
કુગુરુને માને એવો ક્રમ તેને હોય જ નહિ. માટે સમકીતિ જીવ કુધર્મ–કુગુરુનો ત્યાગ કરે તેથી કાંઈ તેને પર્યાયનું
ક્રમબદ્ધપણું તૂટી જાય છે–એમ નથી. સવળા પુરુષાર્થમાં નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે.
[૨૨] જ્ઞાયકસ્વભાવ.
જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે–એટલે કે જે પર્યાયપણે પરિણમે તેની સાથે તે તન્મય છે. અહો! દ્રવ્ય પોતે તે
તે પર્યાય સાથે તન્મય થઈને પરિણમ્યું છે, ત્યાં બીજો તેને શું કરે? આત્મા તો પરમ પારિણામિક સ્વભાવરૂપ
જ્ઞાયક છે, જ્ઞાયકભાવપણે રહેવું એ જ તેનો સ્વભાવ છે. આવા સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં સ્વભાવ તરફના
પુરુષાર્થથી શુદ્ધપર્યાય થતી જાય છે.
[૨૩] “ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો.”
‘બસ! જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય, અમે ક્રમબદ્ધને માનતા નથી.’–એમ કહેનાર કેવળી
ભગવાનને પણ નથી માનતો, ને ખરેખર આત્માને પણ તે નથી માનતો. ક્રમબદ્ધપર્યાયની ના કહેવી તે જ્ઞાન–
સ્વભાવની જ ના કહેવા જેવું છે. ભાઈ! આ ક્રમબદ્ધપર્યાય તે કાંઈ કોઈના ઘરની કલ્પના નથી પરંતુ તે તો
વસ્તુના ઘરની વાત છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કોઈ ન માને તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય તેમ નથી.
[૨૪] જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળ્‌યા વગર ક્રમબદ્ધપર્યાય સમજાતી નથી.
‘શુભ–અશુભ ભાવ પણ ક્રમબદ્ધ હતા તે આવ્યા,’ એમ કહીને જે જીવ રાગના પુરુષાર્થમાં જ અટકી રહ્યો છે