: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૭ :
ને જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળતો નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી, પણ માત્ર વાતો કરે છે.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં રાગની રુચિ છૂટી જાય છે અને ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય થાય છે. ભાઈ!
તું કોની સામે જોઈને ક્રમબદ્ધપર્યાય માને છે? જ્ઞાયકસ્વભાવ સામે જોઈને જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો, તે
રાગનો પણ જ્ઞાતા જ થઈ ગયો, આ રાગ પલટીને આ સમયે આવો જ રાગ લાવું–એમ રાગને ફેરવવાની બુદ્ધિમાંથી
તેનું વીર્ય ખસી ગયું ને જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયું; તેને રાગ ટળવાનો ક્રમ ચાલુ થઈ ગયો છે, વર્તમાન સાધકદશા
થઈ છે, ને એ જ પુરુષાર્થથી ક્રમ બદ્ધપર્યાયના ક્રમમાં અલ્પકાળે કેવળજ્ઞાન પણ આવશે, –તેનો પુરુષાર્થ ચાલુ છે.
જ્ઞાનીને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સ્વભાવની દ્રષ્ટિથી પ્રયત્ન ચાલુ જ છે, તે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે
એટલે કે ભૂતાર્થના આશ્રયે જ પરિણમે છે, તેમાં ઉતાવળ પણ નથી ને પ્રમાદ પણ નથી. પ્રવચનસારની ૨૦૨ મી
ગાથામાં હેમરાજજી પંડિત કહે છે કે–વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને સમ્યગ્દ્રષ્ટિ જીવ આકુળ–વ્યાકુળ પણ થતો
નથી તેમજ સમસ્ત વિભાવ પરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી; ભૂતાર્થ સ્વભાવનો આશ્રય
કરીને વર્તે છે તેમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. એક સાથે પાંચે સમવાય તેમાં આવી જાય છે.
[૨૫] પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે...
પ્રવચનસાર ગા. ૯૯ ‘सदवट्ठिदं सहावे दव्वं...’ ઈત્યાદિમાં આચાર્યદેવે ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત
અલૌકિક રીતે મૂકી દીધો છે. હારના મોતીના દ્રષ્ટાંતે, દ્રવ્યના પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે–એ
વાત સમજાવીને ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ એકદમ ખૂલ્લું કરી દીધું છે. વળી એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ
હોવા છતાં, તે ત્રણેનું ભિન્ન ભિન્ન લક્ષણ છે, નાશ એટલે કે વ્યય તે નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ
ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે.–એ રીતે સમયે–સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ
કહીને તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની જ સાંકળ ગોઠવી દીધી છે. (જુઓ ગાથા ૧૦૧)
[૨૬] ‘સત્’ અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ.
અહો! આચાર્ય ભગવંતોએ જંગલમાં વસીને, પોતાના જ્ઞાનમાં વસ્તુસ્વરૂપને પકડીને આબેહૂબ વર્ણન
કર્યું છે. એક તરફ આખું સત્નું ચોસલું જગતમાં પડ્યું છે ને આ તરફ તેને જાણનારો જ્ઞાનસ્વભાવ છે. મહાસત્તા
સત્, અવાંતરસત્તા સત્, જડચેતન દરેક દ્રવ્ય ત્રિકાળ સત્ ને તેની એકેકે સમયની પર્યાય પણ ક્રમબદ્ધ પ્રવાહમાં
તેના સ્વકાળે સત્, એ બધાને જાણનારી જ્ઞાનપર્યાય પણ સત્.–આમ બધું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત સત્ છે. તેનો
નિર્ણય કર્યો ત્યાં પોતાને જ્ઞાતાપણું જ રહ્યું ને કર્તાપણાની મિથ્યાબુદ્ધિ મટી. સતનો જ્ઞાતા ન રહેતાં તે સત્ને
ફેરવવા માંગે તે મિથ્યાબુદ્ધિ છે.
[૨૭] જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે સમવાય આવી જાય છે.
બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે પણ તેનો નિર્ણય કોણ કરે છે? જ્ઞાતાનું જ્ઞાન જ તેનો નિર્ણય કરે છે. જે
જ્ઞાને આવો નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાનો (જ્ઞાનસ્વભાવનો) નિર્ણય પણ ભેગો જ કર્યો છે. જ્યાં
સ્વભાવસન્મુખ થઈને આવો નિર્ણય કર્યો ત્યાં–
(૧) સ્વભાવ તરફનો સમ્યક્ ‘પુરુષાર્થ’ આવ્યો,
(૨) જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી પ્રગટી છે, તેથી ‘સ્વભાવ’ પણ આવ્યો,
(૩) તે સમયે જે નિર્મળપર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે તેથી ‘નિયત’ પણ આવ્યું,
(૪) જે નિર્મળદશા પ્રગટી છે તે જ તે વખતનો સ્વકાળ છે, એ રીતે ‘સ્વકાળ’ પણ આવી ગયો,
(૫) તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપશમાદિ સ્વયં વર્તે છે, એ રીતે ‘કર્મ’ પણ અભાવરૂપ નિમિત્ત તરીકે
આવી ગયું;
–ઉપર પ્રમાણે સ્વભાવસન્મુખ પુરુષાર્થમાં પાંચે સમવાય એક સાથે આવી જાય છે.
[૨૮] ઉદીરણા–સંક્રમણ વગેરેમાં પણ ક્રમબદ્ધ–પર્યાયનો નિયમ.
કર્મની ઉપશમ, ઉદીરણા, સંક્રમણ વગેરે અવસ્થાઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે તે બધી અવસ્થા પણ
ક્રમબદ્ધ જ છે. શુભભાવથી જીવે અસાતાપ્રકૃતિનું સાતારૂપે સંક્રમણ કર્યું–એમ કથન આવે, પરંતુ ત્યાં, કર્મની તે
અવસ્થા થવાની ન હતી ને જીવે કરી–એમ નથી, પણ તેવી અવસ્થા થવા વખતે જીવના તેવા પરિણામ નિમિત્ત
હોય છે–એમ જણાવ્યું છે. બધે ઠેકાણે એક જ