: ૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
અબાધિત નિયમ છે કે પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે ને ને આત્મા જ્ઞાયક છે, ફેરફાર કરનાર નથી. જીવે
શુભભાવ કર્યા અને કર્મમાં અસાતા પલટીને સાતા થઈ, ત્યાં તે કર્મની અવસ્થામાં ફેરફાર તો થયો છે, પરંતુ
તેથી કાંઈ તેની અવસ્થાનો ક્રમ તૂટયો નથી, તેમજ જીવે શુભભાવ કરીને તે અજીવમાં ફેરફાર કર્યો એમ પણ
નથી; અસાતા પલટીને સાતા થઈ ત્યાં એવો જ તે અજીવની અવસ્થાનો ક્રમ હતો.
[૨૯] દ્રવ્ય સત્, પર્યાય પણ સત્.
જીવ બધું છોડીને ચાલ્યો ગયો–એમ લોકો કહે છે, પણ ત્યાં કંઈ જીવપણું તેણે છોડ્યું છે? જીવ જીવપણે
રહીને બીજે ગયો છે ને! જેમ જીવ જીવપણે સત્ રહ્યો છે તેમ જીવની એકેક સમયની પર્યાય પણ તે તે સમયનું
સત્ છે, તે પલટીને બીજા સમયની પર્યાયપણે થઈ જતી નથી.
[૩૦] જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધું છે.
હું જ્ઞાન છું–જ્ઞાયક છું એમ ન માનતાં પરમાં ફેરફાર કરવાનું માને છે તે બુદ્ધિ જ મિથ્યા છે. ભાઈ!
આત્મા જ્ઞાન છે–એ વાતના નિર્ણય વિના તારું બધું ભણતર ઊંધુંં છે, તારા તર્ક અને ન્યાય પણ ઊંધા છે.
જ્ઞાનસ્વભાવની ગમ પડ્યા વગર આગમ પણ અનર્થકારક થઈ પડે છે. શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે ત્યાં
અજ્ઞાની પોતાની ઊંધી દ્રષ્ટિ પ્રમાણે તેનો આશય લઈને ઉલટો મિથ્યાત્વને પોષે છે.
[૩૧] “હું તો જ્ઞાયક છું.”
બધાય જીવોની પર્યાય ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? બધાય અજીવની પર્યાય પણ ક્રમબદ્ધ છે તો હું કોને
ફેરવું?–હું તો જ્ઞાયક છું, જ્ઞાયકપણું જ મારો પરમ સ્વભાવ છે. હું જ્ઞાતા જ છું, કોઈનો ફેરવનાર નથી. કોઈનું
દુઃખ મટાડી દઉં કે સુખ કરી દઉં એ વાત મારામાં નથી–આમ પોતાના જ્ઞાયક આત્માનો નિર્ણય કરવો તે
સમ્યગ્દર્શન છે.
[૩૨] બધું ફેરવીને આ વાત સમજવી પડશે.
સોલાપુરમાં અધિવેશન વખતે વિદ્વત્ પરિષદે આ ક્રમબદ્ધપર્યાય સંબંધમાં ચર્ચા ઉપાડી હતી, પણ તેનો
કાંઈ નિર્ણય બહાર ન આવ્યો, એમ ને એમ ભીનું સંકેલી લીધું; કેમકે જો આ વાતનો નિર્ણય કરવા જાય તો,
નિમિત્તને લીધે ક્યાંય ફેરફાર થાય–એ વાત રહેતી નથી ને અત્યાર સુધી ઘૂંટેલું બધું ફેરવવું પડે છે. પણ તે બધું
ફેરવીને, ક્રમબદ્ધપર્યાય જે રીતે કહેવાય છે તેનો નિર્ણય કર્યા વગર કોઈ રીતે શ્રદ્ધા–જ્ઞાન સાચાં થાય તેમ નથી.
[૩૩] ક્રમબદ્ધ પરિણમતા જ્ઞાયકનું અકર્તાપણું.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમસ્વભાવ છે, ને જ્ઞાન સાથે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય
વગેરે અનંત ગુણો રહેલા છે. દ્રવ્ય પરિણમતાં તે બધા ગુણોનું ક્રમસર પરિણમન થાય છે.
આત્મા જ્ઞાયક છે એટલે તેનો સ્વભાવ સ્વ–પરને જાણવાનો છે; પરને કરે કે રાગ વડે પરનું કારણ થાય
એવો તેનો સ્વભાવ નથી, તેમજ પર તેનું કાંઈ કરે કે પોતે પરને કારણ બનાવે–એવો પણ સ્વભાવ નથી; આ
રીતે અકારણકાર્યસ્વભાવ છે.
અહીં સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકારમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત લઈને આચાર્યદેવે જીવનું અકર્તાપણું સિદ્ધ કર્યું
છે, એટલે કે જીવ જ્ઞાયક જ છે–એમ સમજાવ્યું છે. જ્ઞાનસ્વભાવી જીવ છે તેના અનંત ગુણોની સમય સમયની
પર્યાયો ક્રમબદ્ધ જ ઊપજે છે અને તે જીવની સાથે એકમેક છે. ત્રણકાળની દરેક પર્યાય પોતાના સ્વકાળે જ ઊપજે
છે, કોઈ પણ પર્યાય આડીઅવળી ઊપજતી નથી.
[૩૪] પુરુષાર્થનો મોટો પ્રશ્ન.
આમાં મોટો પ્રશ્ન છે કે ‘તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો?’
તેનું સમાધાન:– આ નિર્ણય કર્યો ત્યાં એકલું જ્ઞાતાપણું જ રહ્યું, એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિથી
ખસીને પુરુષાર્થનું જોર સ્વભાવ તરફ વળી ગયું. આ રીતે જ્ઞાન સાથે વીર્યગુણ (પુરુષાર્થ) પણ ભેગો જ છે.
જ્ઞાનની ક્રમબદ્ધપર્યાય સાથે સ્વભાવ તરફનો પુરુષાર્થ પણ ભેગો જ વર્તે છે, ક્રમબદ્ધપર્યાયમાં પુરુષાર્થ કાંઈ જુદો
નથી રહી જતો. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જ્ઞાન સ્વ–તરફ વળ્યું ત્યાં તેની સાથે વીર્ય, સુખ, શ્રદ્ધા, ચારિત્ર,
અસ્તિત્વ વગેરે અનંતા ગુણો એક સાથે જ પરિણમે છે, માટે આમાં પુરુષાર્થ પણ ભેગો જ છે.
[૩૫] ‘જ્ઞાયક’ અને ‘કારક’.
અનાદિ અનંત કાળમાં કયા સમયે ક્યા દ્રવ્યની કેવી પર્યાય છે–તે સર્વજ્ઞદેવે વર્તમાનમાં પ્રત્યક્ષ જાણી
લીધું છે; પરંતુ–સર્વજ્ઞદેવે જાણ્યું માટે તે દ્રવ્યો તેવી ક્રમબદ્ધ–